Preity Zinta Brett Lee Dating Rumors; Truth Behind IPL Controversy

Last Updated: August 4, 2026By

1 મિનિટ પેહલા

  • કૉપી લિંક

બ્રેટ લી પોતાના સમયના સૌથી ઝડપી બોલરોમાં ગણાતા હતા. ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં તેમણે સૌથી પહેલા કિંગ્સ ઈલેવન પંજાબ (હવે પંજાબ કિંગ્સ) તરફથી રમત રમી હતી. ત્યારબાદ તેઓ કોલકાતા નાઈટ રાઈડર્સનો પણ ભાગ રહ્યા. IPL દરમિયાન પ્રીતિ ઝિંટા અને બ્રેટ લી અવારનવાર સાથે જોવા મળતા હતા, જેના પછી બંનેના સંબંધોને લઈને સતત અફવાઓ ઊડવા લાગી હતી.

તાજેતરમાં બોમ્બે ટાઇમ્સને આપેલા ઇન્ટરવ્યૂમાં બ્રેટ લીએ આ ચર્ચાઓ પર ખુલીને વાત કરી. તેમણે કહ્યું- મેં ક્યારેય કોઈ બોલીવુડ એક્ટ્રેસને ડેટ નથી કરી. લીએ કહ્યું કે આવી ખબરોથી તેમને ક્યારેય ફરક નથી પડ્યો, કારણ કે તેમને સત્ય ખબર હતી. તેમણે કહ્યું- લોકો જેટલી ઇચ્છે એટલી અટકળો લગાવે, પરંતુ મેં ક્યારેય આ વાતોને પોતાના પર હાવી થવા દીધી નથી.

IPL વખતે બન્ને વચ્ચે ખૂબ સારી દોસ્તી થઈ

પૂર્વ ઓસ્ટ્રેલિયન ઝડપી બોલરે પ્રીતિ ઝિંટાના ખૂબ વખાણ પણ કર્યા. તેમણે કહ્યું કે કિંગ્સ-XI પંજાબમાં રમવા દરમિયાન બંનેની સારી દોસ્તી થઈ હતી અને આજે પણ તે ભારતમાં તેમના સૌથી નજીકના મિત્રોમાં સામેલ છે. લીએ પ્રીતિને ખૂબ જ સમજદાર ગણાવી અને કહ્યું કે તેઓ તેને ખૂબ રિસ્પેક્ટ કરે છે.

આ પહેલીવાર નથી જ્યારે બ્રેટ લીએ પ્રીતિ સાથેના પોતાના સંબંધો પર સ્પષ્ટતા આપી હોય. 2011માં મુંબઈમાં એક કાર્યક્રમ દરમિયાન પણ તેમણે કહ્યું હતું કે કિંગ્સ ઈલેવન પંજાબમાં સાથે કામ કરવા દરમિયાન બંને વચ્ચે સારી દોસ્તી થઈ હતી અને પ્રીતિ ભારતમાં તેમના સૌથી નજીકના મિત્રોમાંથી એક છે.

પ્રીતિ ઝિંટાએ પણ આપ્યો હતો સણસણતો જવાબ

જ્યારે બ્રેટ લી અને પ્રીતિ ઝિંટાના સંબંધોને લઈને અફવાઓ સતત વધવા લાગી હતી, ત્યારે પ્રીતિએ પણ સોશિયલ મીડિયા પર તીખી પ્રતિક્રિયા આપી હતી. તેમણે 2010માં X (ત્યારે ટ્વિટર) પર લખ્યું હતું કે તેઓ પોતાની ટીમના ખેલાડીઓ કે પછી કોઈ પણ ક્રિકેટરને ડેટ નથી કરી રહ્યા.

પ્રીતિએ લખ્યું હતું- હું મારા ટીમમેટ્સ સાથે વારંવાર નામ જોડાવાથી કંટાળી ગઈ છું. રેકોર્ડ માટે જણાવી દઉં કે હું સિંગલ છું અને મારી ટીમના કોઈ ખેલાડી કે કોઈ ક્રિકેટરને ડેટ નથી કરી રહી. જ્યારે હું કોઈને ડેટ કરીશ ત્યારે આપ સૌને ખબર પડી જ જશે.

હવે ક્યાં છે બ્રેટ લી અને પ્રીતિ ઝિંટા?

પ્રીતિ ઝિંટાએ વર્ષ 2016માં પોતાના લાંબા સમયના મિત્ર જીન ગુડઈનફ સાથે લોસ એન્જિલિસમાં એક અંગત હિંદુ સમારોહમાં લગ્ન કર્યા હતા. વર્ષ 2021માં સરોગેસીથી બંને જોડિયા બાળકોના માતા-પિતા બન્યા. ફિલ્મોની વાત કરીએ તો પ્રીતિ છેલ્લે સની દેઓલની ફિલ્મ ‘ભૈયાજી સુપરહિટ’માં જોવા મળી હતી. હવે તે રાજકુમાર સંતોષીની ફિલ્મ ‘બંટવારા 1947’થી પરત ફરવા જઈ રહી છે. આ ફિલ્મમાં તે મુખ્ય ભૂમિકામાં છે અને તેને આમિર ખાન પ્રોડ્યુસ કરી રહ્યો છે.

બ્રેટ લીની 20 વર્ષની ક્રિકેટ કરિયર રહી

ફાસ્ટ બોલર બ્રેટ લીએ 2015માં પોતાના 20 વર્ષ લાંબા ક્રિકેટ કરિયરને અલવિદા કહ્યું હતું. તેમણે ઓસ્ટ્રેલિયા માટે 76 ટેસ્ટ મેચમાં 310 વિકેટ અને 221 વન-ડે મેચમાં 380 વિકેટ મેળવી હતી. જ્યારે T20Iમાં 25 મેચમાં 7.86ની ઇકોનોમીથી 28 વિકેટ લીધી છે.

Leave A Comment