QR કોડ સ્કેન કરતા પહેલા સાવધાન! એક નાની ભૂલ અને ખાતું સાફ, આ રીતે ઓળખો અસલી કે નકલી

Last Updated: March 11, 2026By

આજના સમયમાં નાની ચોકલેટ ખરીદવાથી લઈને મોટા ઘરગથ્થુ સામાન સુધીના તમામ વ્યવહારો માટે લોકો ડિજિટલ પેમેન્ટ અને ખાસ કરીને QR કોડ સ્કેન કરવાનું પસંદ કરે છે. ફોન કાઢ્યો અને સ્કેન કર્યું – આ પ્રક્રિયા જેટલી સરળ લાગે છે, તેટલી જ જોખમી પણ સાબિત થઈ શકે છે. સાયબર ગુનેગારો હવે નકલી QR કોડનો ઉપયોગ કરીને લોકોના બેંક ખાતામાંથી નાણાંની ચોરી કરી રહ્યા છે.

કેવી રીતે થાય છે છેતરપિંડી?

ઘણી વખત છેતરપિંડી કરનારાઓ દુકાનો અથવા જાહેર સ્થળોએ લાગેલા અસલી QR કોડ પર પોતાનો નકલી QR કોડ પેસ્ટ કરી દે છે. જ્યારે ગ્રાહક સ્કેન કરે છે, ત્યારે તે નાણાં દુકાનદારને મળવાને બદલે સીધા ગુનેગારના ખાતામાં જમા થાય છે. આ પ્રકારના ઓનલાઈન કૌભાંડથી બચવા માટે નીચે મુજબની સાવધાની રાખવી જરૂરી છે:

બચવા માટેની મહત્વની ટિપ્સ

ફિઝીકલ ચેક: કોઈપણ ક્યુઆર કોડ સ્કેન કરતા પહેલા તે કાગળ કે સ્ટીકરને ધ્યાનથી જુઓ. જો તમને લાગે કે એક કોડ પર બીજો કોડ ચોંટાડવામાં આવ્યો છે અથવા સ્ટીકર ઉખડેલું છે, તો સ્કેન કરવાનું ટાળો અને દુકાનદારને જાણ કરો.

નામની ખરાઈ કરો: સ્કેન કર્યા પછી અને પિન (PIN) નાખતા પહેલા તમારા મોબાઈલ સ્ક્રીન પર દેખાતું નામ ચોક્કસ તપાસો. જો તમે દુકાનદારના નામ કે દુકાનના નામ સિવાય અન્ય કોઈ અજાણ્યું નામ જુઓ, તો તરત જ પેમેન્ટ રોકી દો.

ઉતાવળ ટાળો: છેતરપિંડી કરનારાઓ હંમેશા ગ્રાહકની ઉતાવળનો ફાયદો ઉઠાવે છે. ભીડભાડ વાળી જગ્યાએ ઉતાવળમાં પેમેન્ટ કરવાને બદલે થોડો સમય લો અને તમામ વિગતોની સમીક્ષા કર્યા પછી જ આગળ વધો.

આ પણ વાંચોઃ Chhattisgarh મા 108 નક્સલીઓનુ આત્મસમર્પણ, સુરક્ષા દળોને મળી મોટી સફળતા