Quick Commerce & Food Delivery Firms Get Govt Order; Blinkit Drops 10-Min Claim | હવે 10 મિનિટમાં ડિલિવરી નહીં મળે: બ્લિન્કિટે ’10 મિનિટ ડિલિવરી’નો દાવો હટાવ્યો; સરકારે ઝેપ્ટો, સ્વિગી અને ઝોમેટો સાથે પણ વાત કરી
નવી દિલ્હી26 મિનિટ પેહલા
- કૉપી લિંક
ક્વિક કોમર્સ પ્લેટફોર્મ બ્લિન્કિટે તેના તમામ બ્રાન્ડ પ્લેટફોર્મ્સ અને જાહેરાતોમાંથી ’10 મિનિટમાં ડિલિવરી’નો દાવો હટાવી લીધો છે. કેન્દ્રીય શ્રમ મંત્રી મનસુખ માંડવિયાના હસ્તક્ષેપ અને ડિલિવરી પાર્ટનર્સની સુરક્ષાને લઈને વ્યક્ત કરાયેલી ચિંતા બાદ કંપનીએ આ પગલું ભર્યું છે.
સરકાર સાથેની બેઠકમાં સ્વિગી, ઝોમેટો અને ઝેપ્ટોએ પણ ખાતરી આપી છે કે તેઓ હવે ગ્રાહકોને સમય મર્યાદાનું વચન આપતી જાહેરાતો કરશે નહીં.
લેબર મિનિસ્ટરે કંપનીઓ સાથે બેઠક કરી
કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ તાજેતરમાં બ્લિન્કિટ, ઝેપ્ટો, સ્વિગી અને ઝોમેટોના ટોચના અધિકારીઓ સાથે એક મહત્વપૂર્ણ બેઠક કરી હતી. આ બેઠકમાં ડિલિવરી પાર્ટનર્સની સલામતી અને તેમના પર પડતા માનસિક દબાણ પર ચર્ચા થઈ.
મંત્રીએ કંપનીઓને સલાહ આપી કે તેઓ ડિલિવરી માટે નિર્ધારિત કડક સમય મર્યાદાને સમાપ્ત કરે, કારણ કે તેના કારણે રાઇડર્સ ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરે છે અને અકસ્માતોનો ભોગ બને છે.

છેલ્લા કેટલાક સમયથી 10-15 મિનિટની ડિલિવરી સર્વિસની સોશિયલ મીડિયા પર ટીકા થઈ રહી હતી.
ડિલિવરી પાર્ટનર્સની સુરક્ષા સર્વોપરી: માંડવિયા
- શ્રમ મંત્રીએ બેઠકમાં સ્પષ્ટ કર્યું કે કંપનીઓનો બિઝનેસ મોડેલ વર્કર્સના જીવ જોખમમાં મૂકીને ચાલવો ન જોઈએ.
- 10 મિનિટ જેવી સમય મર્યાદા માત્ર રાઇડર્સ માટે જ નહીં, પરંતુ રસ્તા પર ચાલતા અન્ય લોકો માટે પણ જોખમ ઊભું કરે છે.
- સરકાર હવે ગીગ વર્કર્સ માટે સામાજિક સુરક્ષા અને સારી કાર્યસ્થિતિઓ પર એક વ્યાપક નીતિ બનાવવાની તૈયારીમાં છે.
કંપનીઓએ સરકારને ખાતરી આપી
બેઠક પછી તમામ મુખ્ય ક્વિક કોમર્સ અને ફૂડ ડિલિવરી કંપનીઓએ સરકારને ખાતરી આપી કે તેઓ તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ અને જાહેરાતોમાંથી ‘ટાઈમ-બાઉન્ડ ડિલિવરી’ના દાવાઓને હટાવી દેશે.
બ્લિન્કિટે તેની શરૂઆત કરતા તેના લોગો અને એપ ઇન્ટરફેસ પરથી 10 મિનિટના ટેગને હટાવવાનું શરૂ કરી દીધું. કંપનીઓનું કહેવું છે કે તેઓ હવે ‘ફાસ્ટ ડિલિવરી’ પર ધ્યાન કેન્દ્રિત કરશે, કોઈ નિશ્ચિત સમય પર નહીં.
ક્વિક કોમર્સ મોડેલ પર સવાલો ઉઠી રહ્યા હતા
છેલ્લા કેટલાક સમયથી સોશિયલ મીડિયા અને અનેક પ્લેટફોર્મ પર 10-15 મિનિટની ડિલિવરી સર્વિસની ટીકા થઈ રહી હતી. નિષ્ણાતોનું માનવું હતું કે આટલા ઓછા સમયમાં ડિલિવરીનું દબાણ રાઇડર્સને ઝડપથી વાહન ચલાવવા અને રેડ લાઇટ જમ્પ કરવા મજબૂર કરે છે. માર્ગ સુરક્ષા સાથે સંકળાયેલા સંગઠનોએ પણ સરકારને આ મામલે હસ્તક્ષેપ કરવાની માગ કરી હતી.
માર્કેટિંગ સ્ટ્રેટેજીમાં થશે મોટો બદલાવ
હવે આ કંપનીઓ પોતાની માર્કેટિંગ સ્ટ્રેટેજીમાં બદલાવ કરશે. અત્યાર સુધી ’10 મિનિટ’ આ કંપનીઓનો સૌથી મોટો યુએસપી હતો. જોકે, કંપનીઓએ સ્પષ્ટ કર્યું છે કે તેઓ પોતાની ઓપરેશનલ એફિશિયન્સી (કાર્યક્ષમતા) ઓછી નહીં કરે, પરંતુ જાહેરાતો દ્વારા ગ્રાહકોમાં એવી અપેક્ષા નહીં જગાવે જેનાથી રાઇડર્સ પર દબાણ બને.
ગિગ વર્કર્સે 31 ડિસેમ્બરે હડતાલ કરી હતી
ઓછી કમાણી અને 10 મિનિટમાં ડિલિવરીના દબાણથી પરેશાન ગિગ વર્કર્સે ન્યૂ યર પહેલાં 31 ડિસેમ્બરે હડતાલ કરી હતી, જેમાં સ્વિગી, ઝોમેટો, બ્લિન્કિટ, ઝેપ્ટો જેવી કંપનીઓના રાઇડર્સ સામેલ હતા. તે પહેલાં ગિગ વર્કર્સે 25 ડિસેમ્બરે ક્રિસમસના દિવસે પણ હડતાલ કરી હતી. આ હડતાલોમાં ગિગ વર્કર્સે 10 મિનિટ ડિલિવરી મોડલ બંધ કરવાની માગ સહિત અનેક માંગણીઓ કરી હતી.

શું છે ક્વિક કોમર્સ?
- ક્વિક કોમર્સને 15-30 મિનિટની અંદર કરિયાણા અને અન્ય સામાન પહોંચાડતું મોડેલ કહેવાય છે.
- તે ‘ડાર્ક સ્ટોર્સ’ (નાના ગોદામો) ના નેટવર્ક પર આધારિત હોય છે, જે રહેણાંક વિસ્તારોના 2-3 કિલોમીટરના દાયરામાં હોય છે.
ગિગ વર્કર્સની સ્થિતિ
- ભારતમાં લગભગ 80 લાખથી વધુ લોકો ગિગ ઇકોનોમી (ડિલિવરી, કેબ વગેરે) સાથે જોડાયેલા છે.
- નીતિ આયોગના અંદાજ મુજબ, 2030 સુધીમાં આ સંખ્યા વધીને 2.35 કરોડ થઈ શકે છે.


latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

