R Madhavan Padma Shri Ceremony Update; Actor Wears Rare 18K rose gold, 14 gems, and 144 components 40.5 Lakh Titan Watch Photos
- Gujarati News
- Entertainment
- R Madhavan Padma Shri Ceremony Update; Actor Wears Rare 18K Rose Gold, 14 Gems, And 144 Components 40.5 Lakh Titan Watch Photos
4 કલાક પેહલા
- કૉપી લિંક
બોલિવૂડમાં ચોકલેટી હિરો તરીકે કારકિર્દીની શરૂઆત કરનાર માધવન રંગનાથન એટલે કે આર માધવને ‘ધુરંધર’માં ઇન્ટેલિજન્સ બ્યૂરોના ડિરેક્ટર તરીકે ખૂબ ગંભીર ભૂમિકા ભજવીને તેની એક્ટિંગનો સિક્કો જમાવ્યો છે. તાજેતરમાં તેને પદ્મ શ્રી પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યો છે. આ સમયે આર માધવને પહેરેલી ₹40.5 લાખની લિમિટેડ એડિશન ટાઇટન નેબ્યુલા જલસા ફ્લાઇંગ ટૂરબિઓન ઘડિયાળે સૌનું ધ્યાન ખેંચ્યું છે.

પદ્મ પુરસ્કાર સમારોહ દરમિયાન આર માધવન ₹40.5 લાખની ઘડિયાળ પહેરીને પહોંચ્યો હતો.
આ ઘડિયાળ માત્ર એટલા માટે જ ખાસ નથી કારણ કે વિશ્વભરમાં તેના માત્ર 10 જ પીસ ઉપલબ્ધ છે, પરંતુ તે ભારતીય વારસાને દર્શાવે છે અને આ ઘડિયાળ સાથે અન્ય એક પદ્મ શ્રી વિજેતાની વાર્તા પણ સંકળાયેલી છે.

પદ્મ શ્રી પુરસ્કાર સમારોહમાં આર માધવનની પત્ની અને દીકરો પણ હાજર રહ્યા હતા.
ભારતીય વારસો અને ઉત્કૃષ્ટ કારીગરીને દર્શાવતી ઘડિયાળ
આર માધવનને 23 જૂન 2026ના રોજ રાષ્ટ્રપતિ ભવન ખાતે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તે પદ્મ શ્રી અવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યો. આ પ્રસંગ નિઃશંકપણે તેના જીવનનો સૌથી અમૂલ્ય પ્રસંગ હતો. એક્ટરે પણ આ ખાસ પ્રસંગને વધુ યાદગાર બનાવવા માટે અદભૂત ઘડિયાળ પર પસંદગી ઢોળી જે ભારતીય વારસો અને ઉત્કૃષ્ટ કારીગરીને દર્શાવે છે.

ટાઇટન નેબ્યુલા જલસા ફ્લાઇંગ ટૂરબિઓન ઘડિયાળના માત્ર 10 પીસ જ દુનિયામાં ઉપલબ્ધ છે.
આર માધવને પદ્મ શ્રી અવોર્ડ સ્વીકારતી વખતે ‘ટાઇટન જલસા ફ્લાઇંગ ટૂરબિઓન’ ઘડિયાળ પહેરી હતી. નોંધનીય છે કે, ટાઇટન કંપનીની ‘નેબ્યુલા’ બ્રાન્ડની આ અતિ દુર્લભ ટૂરબિઓન ઘડિયાળનું જુલાઈ 2025માં જયપુરમાં યોજાયેલા એક ભવ્ય સમારોહમાં અનાવરણ કરવામાં આવ્યું હતું. ₹40.5 લાખની કિંમતની આ ઘડિયાળના વિશ્વભરમાં માત્ર 10 જ પીસ ઉપલબ્ધ છે.

જયપુરના હવામહેલના બેકગ્રાઉન્ડ પર આધારિત પેઇન્ટિંગ બનાવવામાં આવી છે.
14 રત્નો અને લાલ અકીક જડેલા છે
18 કેરેટ રોઝ ગોલ્ડ કેસિંગની અંદર ટાઇટનનું ઇન હાઉસ ‘ફ્લાઇંગ ટૂરબિઓન મૂવમેન્ટ’ છે, જે 144 કમ્પોનન્ટ્સ અને 14 રત્નોથી બનેલું છે. તેની ઉપર લાલ અકીક જડેલા સ્થાપત્ય શૈલીના બ્રિજ ગોઠવેલા છે. ઉપરાંત મિનિટના કાંટા પર સફાયર મેગ્નિફાયર કાઉન્ટરપોઈઝ અને પાછળના ભાગમાં સફાયર ક્રિસ્ટલ એક્ઝિબિશન કેસબેક આપવામાં આવ્યું છે.

ઘડિયાળનું કેસ 18 કેરેટ રોઝ ગોલ્ડથી બનેલું છે.
પદ્મ શ્રી વિજેતા આર્ટિસ્ટની મિનિએચર પેઇન્ટિંગ
ઘડિયાળની એક ખાસ વાત એ છે કે, જેણે પહેરી છે, તે પદ્મ શ્રી પુરસ્કારથી સન્માનિત છે અને તેને બનાવવામાં મહત્ત્વપૂર્ણ ફાળો આપનાર પણ પદ્મ શ્રી વિજેતા છે. જયપુરના પ્રખ્યાત કલાકાર પદ્મ શ્રી વિજેતા શાકિર અલીએ ત્રણ વર્ષની સખત મહેનત બાદ કુદરતી રત્નોના રંગો અને ખિસકોલીના વાળમાંથી બનેલા બ્રશ દ્વારા ઘડિયાળ માટે એક પેઇન્ટિંગ બનાવ્યું છે.

પદ્મ શ્રી વિજેતા શાકિર અલિએ હાથેથી એ ચિત્ર દોર્યું છે.
શાકિર અલી પર્શિયન અને મુઘલ શૈલીની મિનિએચર પેઇન્ટિંગ કળાના નિષ્ણાત છે. તેમણે જયપુરના હવા મહેલના 225 વર્ષના ઇતિહાસને અંજલિ આપતા હાથેથી ઘડિયાળના માર્બલના ડાયલ પર હવા મહેલની પૃષ્ઠભૂમિ સાથે શાહી સરઘસનું ચિત્ર દોર્યું છે.

ટાઇટન નેબ્યુલા જલસા ફ્લાઇંગ ટૂરબિઓન ઘડિયાળ 144 કમ્પોનન્ટ્સથી બનેલી છે.
પદ્મ શ્રીથી સન્માનિત થયા બાદ આર માધવન ભાવુક થયો
મેડીએ અવોર્ડ સ્વીકાર્યા બાદ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર ભાવુક પોસ્ટ લખી. તેણે લખ્યું, ‘પદ્મ શ્રી એવોર્ડથી સન્માનિત થવા બદલ હું ખૂબ જ નમ્રતાપૂર્વક, હૃદયથી આભાર વ્યક્ત કરું છું અને સાચે જ ગૌરવ અનુભવું છું. મને દેશના સર્વોચ્ચ નાગરિક સન્માનોમાંથી એક એનાયત કરવા બદલ ભારત સરકારનો હું હૃદયપૂર્વક આભાર માનું છું. આ સાથે જ, મારું નામ સૂચવવા અને મારી સફર પર વિશ્વાસ મૂકવા બદલ હું મહારાષ્ટ્ર સરકારનો પણ એટલો જ આભારી છું. આ સન્માન એક એવી ક્ષણ છે જેને હું મારી બાકીની આખી જિંદગી યાદ રાખીશ અને સાચવીને રાખીશ.’

આર માધવનને પદ્મ શ્રીથી સન્માનિત કરાયો.
‘આ સન્માન જેટલું મારું છે, તેટલું જ તમારું પણ છે’
તેણે આગળ લખ્યું, ‘જે દરેક વ્યક્તિએ મારી ફિલ્મો જોઈ છે, મારા પાત્રોને અપનાવ્યા છે, મારી સફળતાઓની ઉજવણી કરી છે, મારી ખામીઓને માફ કરી છે અને આટલા વર્ષો સુધી મારી પડખે ઊભા રહ્યા છે- આ સન્માન જેટલું મારું છે તેટલું જ તમારું પણ છે. તમારો આ સ્નેહ જ મારા જીવન અને કરિયરના દરેક સીમાચિહ્ન પાછળનું મુખ્ય ચાલક બળ રહ્યો છે.’

આર માધવને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તે અવોર્ડ સ્વીકાર્યો.
‘હૃદયના અંતરંગ ખૂણેથી સૌનો આભાર’
‘આજે હું જવાબદારીની એક ઊંડી ભાવના પણ અનુભવી રહ્યો છું. આ સન્માન મને યાદ અપાવે છે કે, દરેક વિશેષાધિકાર પોતાની સાથે એક મોટી ફરજ પણ લાવે છે- પ્રામાણિકતા, નમ્રતા અને શ્રેષ્ઠતાના મૂલ્યોને જાળવી રાખવાની; સિનેમાની દુનિયા, જેણે મને બધું જ આપ્યું છે, તેમાં અર્થપૂર્ણ યોગદાન આપવાની; અને મારા દેશની હું જે પણ રીતે સેવા કરી શકું તે કરવાની. હું આ સન્માન સિનેમાની એ જાદુઈ દુનિયાને, મારી સાથે સફર કરનાર દરેક કલાકાર અને ટેકનિશિયનને તથા મારા પરિવારને સમર્પિત કરું છું જેઓ મારી તાકાત રહ્યા છે… મારા હૃદયના અંતરંગ ખૂણેથી, આપ સૌનો આભાર. જય હિંદ.’

અવોર્ડ મેળવી માધવને કૃતજ્ઞતા વ્યક્ત કરી.
,
આર માધવન સંબંધિત આ સમાચાર પણ વાંચો…
‘3 ઇડિયટ્સ’ નો સીન ખરેખર દારૂ પીને શૂટ કર્યો:રોલ માટે દાંત ત્રાંસા કરાવ્યા, પોતાની જ સ્ટુડન્ટ સાથે લગ્ન કર્યા; આર માધવનના અજાણ્યા કિસ્સાઓ

‘3 ઈડિયટ્સ’, ‘ધુરંધર’, ‘રોકેટ્રી: ધ નાંબી ઈફેક્ટ’, ‘તનુ વેડ્સ મનુ’ અને ‘રહેના હૈ તેરે દિલ મેં’ જેવી ફિલ્મોમાં દમદાર એક્ટિંગ કરનારા આર માધવનની ગણતરી બોલિવૂડ અને સાઉથ ઈન્ડસ્ટ્રીના સૌથી ટેલેન્ટેડ, સિમ્પલ અને વર્સેટાઈલ એક્ટર્સમાં થાય છે.
આર માધવનનું ‘3 ઈડિયટ્સ’માં ભજવાયેલું ફરહાનનું પાત્ર અને તેનો ડાયલોગ “અબ્બા નહીં માનેંગે” આજે પણ લોકોમાં ખૂબ લોકપ્રિય છે. જોકે આ વાત ખૂબ ઓછા લોકો જાણે છે કે ફરહાનનું પાત્ર માધવનની રિયલ લાઈફ સાથે ઘણું જોડાયેલું હતું. સાચી જિંદગીમાં પણ તેણે પોતાના પિતાને કહ્યું હતું કે તેને નથી ખબર કે તે શું બનવા માંગે છે, પરંતુ તે એન્જિનિયર બનવા નથી માંગતો. આ જ કારણ હતું કે ફરહાનના પાત્રની ભાવનાઓ અને સંઘર્ષ પડદા પર આટલા નેચરલ લાગ્યા. સંપૂર્ણ સમાચાર વાંચો…
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.


