Radhika Merchants Luxury Look Steals Spotlight! See Photos

Last Updated: April 28, 2026By

2 કલાક પેહલા

  • કૉપી લિંક

રાધિકા મર્ચન્ટનો ફેશન સેન્સ હંમેશા ક્લાસિક અને એલિગન્ટ હોય છે. તાજેતરમાં જ્યારે પોપ સિંગર રિહાના એન્ટિલિયા પહોંચી ત્યારે રાધિકાનો ખૂબ જ સિમ્પલ-સોબર લુક સામે આવ્યો. ફોટોઝમાં તે બેજ અને વ્હાઇટ કલરના ખૂબ જ સુંદર કો-ઓર્ડ સેટમાં જોવા મળી રહી હતી. પરંતુ તેના સાદગીભર્યા લુકની કિંમત પણ લાખોમાં હતી.

પોપ સિંગર રિહાના એન્ટિલિયા પહોંચી ત્યારની તસવીર (Photo: Instagram/Varinderchawla)

પોપ સિંગર રિહાના એન્ટિલિયા પહોંચી ત્યારની તસવીર (Photo: Instagram/Varinderchawla)

મિયુ મિયુ ફેશન બ્રાન્ડ રાધિકાએ લક્ઝરી ઇટાલિયન ફેશન હાઉસ ‘મિયુ મિયુ’નો આઉટફિટ પહેર્યો હતો. તેનો આ લુક ઉનાળાની સીઝન મુજબ ખૂબ જ સારો લાગી રહ્યો હતો. આ આઉટફિટમાં તેણે ન્યુટ્રલ કલર્સ સાથે પોતાની નેચરલ સુંદરતાને ફ્લોન્ટ કરી હતી.

(Photo: Instagram/Varinderchawla)

(Photo: Instagram/Varinderchawla)

સફેદ એમ્બ્રોઇડર્ડ વેસ્ટ ટોપ સ્કર્ટ સાથે રાધિકાએ સફેદ રંગની એમ્બ્રોઇડરીવાળી સાઇડ-ટાઇ શર્ટ પહેરી હતી, જેના પર પણ જીણવટભર્યા ફ્લોરલ મોટિફ્સ બનેલા છે. સાઇડ ટાઇ-અપ ડિટેલ્સવાળો આ ટોપ તેના લુકને મોડર્ન અને કૂલ વાઇબ આપી રહ્યો છે.

(Photo: Instagram/Varinderchawla)

(Photo: Instagram/Varinderchawla)

સ્કર્ટની વિશેષતા રાધિકાનો સ્કર્ટ સાદા ફેબ્રિકમાંથી બનેલો ન હતો. તેને પ્રીમિયમ કોટન સૅટિન ફેબ્રિકમાંથી બનાવવામાં આવ્યો હતો, જેના પર હાથથી નાજુક ફૂલોનું ભરતકામ કરવામાં આવ્યું હતું. તેમાં સજાવેલા ક્રિસ્ટલ્સ અને બીડ્સ તેને એક લક્ઝરી અને સ્પાર્કલિંગ ટચ આપી રહ્યા હતા.

સ્કર્ટની કિંમત MiuMiuની ઓફિશિયલ વેબસાઇટ પર રાધિકાના આ એમ્બ્રોઇડર-કોટન સૅટિન મિડી સ્કર્ટ (Embroidered cotton satin midi-skirt)ની કિંમત AED 71,000 છે જે ભારતીય રૂપિયામાં લગભગ 18.21 લાખ રૂપિયા થાય છે.

(Photo: MiuMiu)

સ્ટાઇલિશ એમ્બ્રોઇડર્ડ ડ્રિલ સેન્ડલ લુકને પૂર્ણ કરવા માટે રાધિકાએ મેચિંગ સેન્ડલ પહેર્યા હતા. આ પણ મિયુ મિયુ બ્રાન્ડના ‘એમ્બ્રોઇડર્ડ ડ્રિલ સેન્ડલ’ છે. તેમની સૅટિન ફિનિશ અને ફ્લોરલ ડિઝાઇન તેમના એકંદર આઉટફિટ સાથે સંપૂર્ણપણે મેચ થઈ રહી હતી.(Photo: MiuMiu)

સેન્ડલની કિંમત પણ ઘણી વધારે MiuMiuની ઓફિશિયલ વેબસાઇટ મુજબ, લક્ઝરી સેન્ડલની કિંમત SAR 6,700 એટલે કે ભારતીય રૂપિયામાં લગભગ 1.68 લાખ રૂપિયા થાય છે.(ફોટો: MiuMiu)

મિનિમલ મેકઅપ અને ખુલ્લા વાળ રાધિકાએ પોતાના આ મોંઘા લુકને ખૂબ જ સિમ્પલ રાખ્યો હતો. ખુલ્લા વાળ, કાનમાં સ્ટેટમેન્ટ ઇયરિંગ્સ અને ન્યૂડ મેકઅપ રાખ્યો હતો.(Photo: Instagram/Varinderchawla)