Rahul Dravid Team European T20 Premier League
2 કલાક પેહલા
- કૉપી લિંક
યુરોપિયન ટી20 પ્રીમિયર લીગ (ETPL)ની પ્રથમ સીઝનનું શેડ્યૂલ જાહેર કર્યું છે. તેની શરૂઆત 26 ઑગસ્ટથી થશે. 20 સપ્ટેમ્બરે ફાઇનલ રમાશે. નેધરલેન્ડ્સ અને આયર્લેન્ડમાં આ લીગની મેચો રમાશે. લીગમાં 6 ટીમ ભાગ લઈ રહી છે. તેમાં વિશ્વભરના દિગ્ગજ ખેલાડીઓ અને યુરોપના સ્થાનિક ખેલાડીઓનો સમાવેશ થશે.
26 ઑગસ્ટે પ્રથમ મેચ રમાશે
ટુર્નામેન્ટની પ્રથમ મેચ 26 ઑગસ્ટે ધ હેગના વૂરબર્ગ ક્રિકેટ ક્લબમાં રમાશે. તેમાં જોન્ટી રોડ્સની ટીમ રોટરડેમ ડોકર્સનો મુકાબલો સ્ટીવ વોની એમ્સ્ટરડેમ ફ્લેમ્સ સામે થશે. બીજી મેચ 27 ઓગસ્ટે રાહુલ દ્રવિડની ડબલિન ગાર્ડિયન્સ અને ગ્લેન મેક્સવેલની બેલફાસ્ટ વોલ્વ્સ વચ્ચે રમાશે. દ્રવિડની ટીમ ડબલિન ગાર્ડિયન્સના કેપ્ટન રવિચંદ્રન અશ્વિન છે.

લીગમાં રાહુલ દ્રવિડ ડબલિન ગાર્ડિયન્સ ટીમના માલિક છે.
ટુર્નામેન્ટનું ફોર્મેટ અને સ્થળ
ટુર્નામેન્ટની શરૂઆત વૂરબર્ગથી થશે. ત્યારબાદ લીગની બાકીની મેચ ડબલિનના માલાહાઇડ ક્રિકેટ ક્લબમાં રમાશે. માલાહાઇડમાં જ ક્વોલિફાયર અને ફાઇનલ પણ રમાશે.
લીગમાં દરેક ટીમ બીજી ટીમ સામે બે વાર રાઉન્ડ-રોબિન ફોર્મેટમાં રમશે. પોઇન્ટ્સ ટેબલમાં ટોચ પર રહેલી ટીમ સીધી ફાઇનલમાં પહોંચશે. બીજા અને ત્રીજા સ્થાને રહેલી ટીમો ફાઇનલ માટે ક્વોલિફાયર રમશે.
અભિષેક બચ્ચન લીગના કો-ફાઉન્ડર મેમ્બર
ETPLના કો-ફાઉન્ડર મેમ્બર અભિષેક બચ્ચન, સૌરવ બેનર્જી, પ્રિયંકા કૌલ અને ધીરજ મલ્હોત્રા છે. લીગને ક્રિકેટ આયર્લેન્ડ, ક્રિકેટ સ્કોટલેન્ડ અને રોયલ ડચ ક્રિકેટ એસોસિએશન (KNCB)ની ભાગીદારીમાં બનાવવામાં આવી છે.

યુરોપિયન T20 લીગમાં અભિષેક બચ્ચને પણ રોકાણ કર્યું છે.
લીગમાં ટિમ ડેવિડ, સ્ટીવ સ્મિથ, ફાફ ડુ પ્લેસિસ, હેનરિક ક્લાસેન, મિચેલ માર્શ, લુંગી એન્ગિડી અને ટ્રેન્ટ બોલ્ટ રમશે. આ ઉપરાંત પોલ સ્ટર્લિંગ, સ્કોટ એડવર્ડ્સ, જોશ લિટલ, જય મુન્દ્રા, જ્યોર્જ ડોકરેલ, આર્યન દત્ત, મેક્સ ઓ’ડાઉડ, રિચી બેરિંગ્ટન અને મેથ્યુ ક્રોસ જેવા યુરોપિયન ખેલાડીઓ પણ સામેલ થશે.
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.


