Rahul Roy Suitcase Viral; Aashiqui Actor Struggling On Streets

Last Updated: April 19, 2026By

29 મિનિટ પેહલા

  • કૉપી લિંક

90ના દાયકાના સુપરસ્ટાર રાહુલ રોય ફરી ચર્ચામાં છે, પરંતુ આ વખતે કારણ ફિલ્મ નહીં પણ વાઈરલ વીડિયો છે. તાજેતરમાં તેને મુંબઈના વર્સોવા વિસ્તારમાં રસ્તામાં ભારે સૂટકેસ સાથે ચાલતા નજરે પડ્યા. વીડિયો સામે આવતા જ સોશિયલ મીડિયા પર ચાહકો ભાવુક થઈ ગયા અને જૂના દિવસોને યાદ કરવા લાગ્યા.

વીડિયોમાં રાહુલ રોય સાદા કપડાંમાં જોવા મળી રહ્યા છે અને ખરાબ રસ્તાની વચ્ચે પોતે ભારે સૂટકેસ ઉઠાવીને ચાલતા દેખાય છે. આ દરમિયાન કેટલાક લોકો તેમનો વીડિયો બનાવતા દેખાય છે. જેમ જ રાહુલની નજર કેમેરા પર પડે છે, તે હળવી સ્માઈલ આપી આગળ વધે છે.

બદલાયેલો લુક જોઈને લોકો ઓળખી ન શક્યા

રાહુલ રોયનો બદલાયેલો લુક જોઈને ઘણા લોકો તેમને ઓળખી ન શક્યા. લાંબા સમય પછી જાહેરમાં દેખાયેલા અભિનેતાનો સાદો અંદાજ ચાહકો માટે આશ્ચર્યજનક રહ્યો. તો કેટલાક લોકો તેમની હાલત જોઈને દુઃખી થયા. સોશિયલ મીડિયા પર ઘણા યુઝર્સે લખ્યું કે આ એ જ સ્ટાર છે જેણે ક્યારેય આખા દેશને દીવાનો બનાવ્યો હતો. તો કેટલાક લોકોએ સવાલ ઉઠાવ્યો કે વીડિયો બનાવનારાઓમાંથી કોઈએ તેની મદદ કેમ ન કરી.

વીડિયો બનાવનારાઓ પર ગુસ્સો ફાટી નીકળ્યો

ચાહકોનો ગુસ્સો એવા લોકો પર જોવા મળ્યો જેઓ માત્ર વીડિયો બનાવતા રહ્યા પણ મદદ માટે આગળ ન આવ્યા. એક યુઝરે લખ્યું, “અહીં ફક્ત ઉગતા સૂરજને સલામ કરવામાં આવે છે.” તો બીજાએ કહ્યું, “ઓછામાં ઓછું કોઈએ તેમનો બેગ ઉઠાવવામાં મદદ કરવી જોઈતી હતી.”

એક સમયે રાહુલ રોય નેશનલ ક્રેઝ હતા

1990માં આવેલી ફિલ્મ ‘આશિકી’એ રાહુલ રોયને રાતોરાત સ્ટાર બનાવી દીધો હતો. તે સમયે તેનો એટલો ક્રેઝ હતો કે તેણે 11 દિવસમાં 47 ફિલ્મો સાઈન કરી લીધી હતી. તેની ફિલ્મ મહિનાઓ સુધી સિનેમાઘરોમાં હાઉસફુલ ચાલી અને ટિકિટ બ્લેકમાં વેચાતી હતી.

પરંતુ સમય જતાં તેની કારકિર્દી ઢાળ પર આવી ગઈ અને મોટા પ્રોજેક્ટ્સ મળવાનું બંધ થઈ ગયું. પછી તેમને બી અને સી ગ્રેડ ફિલ્મોમાં કામ કરવું પડ્યું.

બિગ બોસ જીત્યો, છતાં ન બદલાઈ કિસ્મત

રાહુલ રોયે 2007માં ‘બિગ બોસ’ની પહેલી સીઝન જીતીને ફરીથી હેડલાઇન્સ બનાવી હતી, પરંતુ તેની કારકિર્દી પર ખાસ અસર થઈ ન હતી. આ પછી પણ તેમને ઇન્ડસ્ટ્રીમાં સંઘર્ષ કરવો પડ્યો.

બીમારીએ બદલી જિંદગી, સલમાને કરી મદદ

થોડા વર્ષો પહેલાં રાહુલ રોયને બ્રેઈન સ્ટ્રોક થયો હતો, જેના કારણે તેમની હાલત ખરાબ થઈ ગઈ હતી. તે મુશ્કેલ સમયમાં સલમાન ખાને મદદ કરી અને સારવારનો ખર્ચ ઉઠાવ્યો. એટલું જ નહીં, તેમણે રાહુલને પોતાની ફિલ્મમાં કામ આપ્યું હતું.

ચાહકોના દિલમાં હજુ પણ જીવંત છે ‘આશિકી’નો હીરો

આજે ભલે રાહુલ રોય ફિલ્મોમાં ઓછા જોવા મળતા હોય, પરંતુ ચાહકોના દિલમાં તેમનું સ્થાન અકબંધ છે. આ જ કારણ છે કે તેમનો આ સાધારણ વીડિયો પણ લોકોને ભાવુક કરી ગયો અને 90ના દાયકાની યાદો તાજી થઈ ગઈ.