Raja Chaudhary Accuses Ex Wife Shweta Tiwari Affair Cezanne Khan; Actor Reacts Kasautii Zindagi Kay Co Star

Last Updated: July 29, 2026By

  • Gujarati News
  • Entertainment
  • Raja Chaudhary Accuses Ex Wife Shweta Tiwari Affair Cezanne Khan; Actor Reacts Kasautii Zindagi Kay Co Star

48 મિનિટ પેહલા

  • કૉપી લિંક

ટેલિવિઝનની લોકપ્રિય એક્ટ્રેસ શ્વેતા તિવારીના પૂર્વ પતિ રાજા ચૌધરીએ તેના પર ઘણા અફેર હોવાના ગંભીર આરોપો લગાવ્યા છે. રાજાએ દાવો કર્યો છે કે, તેનું ‘કસૌટી ઝિંદગી કી’ના કૉ-એક્ટર સેઝાન ખાન સાથે પણ અફેર હતું અને એક્ટરે તેની સામે આ કબૂલ પણ કર્યું હતું.

રાજા ચૌધરીએ સિદ્ધાર્થ કાનનને આપેલા ઇન્ટરવ્યુમાં કહ્યું, ‘ફક્ત સેઝાન ખાન જ નહીં, શ્વેતાના બીજા ઘણા લોકો સાથે પણ અફેર હતા. મને લાગે છે કે તેનું દરેક વ્યક્તિ સાથે અફેર હતું.’

શ્વેતાએ સેઝાન ખાન સાથે 'કસૌટી ઝિંદગી કી'માં મુખ્ય ભૂમિકા ભજવી હતી.

શ્વેતાએ સેઝાન ખાન સાથે ‘કસૌટી ઝિંદગી કી’માં મુખ્ય ભૂમિકા ભજવી હતી.

‘સેઝાને અફેર કબૂલી મને પડકાર્યો હતો’

તેણે આગળ કહ્યું, ‘મેં તે સમયે જે જોયું, તેનાથી તે સાબિત પણ થયું. તે તેના (સેઝાન ખાન) સાથે કામ કરી રહી હતી, તેના ઘરમાં રહી રહી હતી. અમારા એક કોમન મિત્ર સામે તેણે કબૂલ પણ કર્યું છે કે, તે તેની સાથે અહીં આવતી હતી. એટલું જ નહીં, તેણે (સેઝાને) મારી સામે કબૂલ કર્યું છે કે, હા, અમારું અફેર છે, તારામાં હિંમત હોય તો આવી જા મારા ઘરે કોલીવાડા. મેં તેને કહ્યું કે, શું હવે હું તારી સાથે આ લડાઈ-ઝઘડા કરવા બેસીશ? પોતાના જ સિક્કામાં ખોટ છે. પરંતુ શ્વેતાએ ક્યારેય કબૂલ કર્યું નહીં.’

વાતચીતમાં રાજા ચૌધરીએ એવો પણ દાવો કર્યો છે કે, ઘણી વાર તે શ્વેતાના ટીવી શોના સેટ પર ગયો હતો, ત્યારે તે સેટ પર નહોતી હોતી અને સેઝાન સાથે બહાર રહેતી. પૂછવા પર કહેતી હતી કે ડબિંગ છે, પરંતુ જ્યારે રાજાએ ડબિંગ કરનારાઓને પૂછ્યું તો જવાબ મળ્યો કે, કોઈ ડબિંગ ચાલી રહ્યું નથી. રાજાએ એવો પણ દાવો કર્યો કે, ‘શ્વેતા લાંબા સમય સુધી રોડ કિનારે સેઝાન સાથે કારમાં સમય વિતાવતી હતી.’

રાજા ચૌધરીએ મારપીટના દાવાને નકાર્યો

વાતચીતમાં રાજા ચૌધરીએ શ્વેતા તિવારી પર હાથ ઉપાડવાના દાવાઓને સદંતર નકારી કાઢ્યા. તેનું કહેવું છે કે, ગુસ્સામાં તેણે ગાળો આપી છે, સામાન તોડ્યો છે, પરંતુ ક્યારેય એક્ટ્રેસ પર હાથ ઉપાડ્યો નથી.

શ્વેતા તિવારીએ 1998માં રાજા ચૌધરી સાથે લગ્ન કર્યાં હતાં.

શ્વેતા તિવારીએ 1998માં રાજા ચૌધરી સાથે લગ્ન કર્યાં હતાં.

1998માં પરિવાર વિરુદ્ધ જઈને શ્વેતાએ લગ્ન કર્યાં હતાં

શ્વેતા તિવારીએ 1998માં પરિવારની વિરુદ્ધ જઈને રાજા ચૌધરી સાથે લગ્ન કર્યાં હતાં. ત્યારે તે માત્ર 18 વર્ષની હતી. લગ્ન પછી શ્વેતાએ 2000માં દીકરી પલકને જન્મ આપ્યો. આ જ સમયે તેણે ટીવી શો ‘આને વાલા પલ’થી એક્ટિંગ કરિયરની શરૂઆત કરી. તેને 2001ના શો ‘કસૌટી ઝિંદગી કી’થી દેશભરમાં ઓળખ મળી.

રાજા અને શ્વેતાને એક દીકરી પલક તિવારી છે, જેણે સલમાન ખાનની ફિલ્મ 'કિસી કા ભાઈ, કિસી કી જાન'થી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું.

રાજા અને શ્વેતાને એક દીકરી પલક તિવારી છે, જેણે સલમાન ખાનની ફિલ્મ ‘કિસી કા ભાઈ, કિસી કી જાન’થી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું.

9 વર્ષ બાદ શ્વેતાએ છૂટાછેડા લીધા

શ્વેતાએ રાજા સાથે રિયાલિટી શો નચ બલિયેમાં ભાગ લીધો હતો. થોડા સમય પછી જ લગ્નના લગભગ 9 વર્ષ બાદ, 2007માં શ્વેતાએ છૂટાછેડા માટે અરજી કરી. તેણે આરોપ લગાવ્યો હતો કે, રાજા ચૌધરી દારૂ પીતો હતો અને તેની સાથે મારપીટ કરતો હતો. શ્વેતાના મતે, રાજા અવારનવાર તેના શૂટિંગ સેટ પર પણ પહોંચી જતો હતો અને તેની સાથે દુર્વ્યવહાર કરતો હતો. બંનેના છૂટાછેડા 2012માં થયા.

શ્વેતાના બીજા લગ્ન પણ લાંબા ન ટક્યા

આ પછી શ્વેતા તિવારીએ એક્ટર અભિનવ કોહલીને લગભગ ત્રણ વર્ષ સુધી ડેટ કર્યા પછી 13 જુલાઈ 2013ના રોજ લગ્ન કર્યાં. 27 નવેમ્બર 2016ના રોજ તેમના દીકરા રેયાંશ કોહલીનો જન્મ થયો. જોકે, 2017થી જ બંનેના સંબંધોમાં ખટાશના સમાચાર આવવા લાગ્યા હતા.

ઓગસ્ટ 2019માં શ્વેતાએ અભિનવ કોહલી વિરુદ્ધ ઘરેલું હિંસાની ફરિયાદ નોંધાવી. તેણે આરોપ લગાવ્યો કે, અભિનવ તેને અને તેની દીકરી પલકને પરેશાન કરતો હતો. ફરિયાદ બાદ પોલીસે અભિનવને કસ્ટડીમાં લીધો. આ પછી 2019માં બંને અલગ થઈ ગયા.

બીજી તરફ, રાજા ચૌધરીએ 2015માં દિલ્હીની કોર્પોરેટ પ્રોફેશનલ શ્વેતા સૂદ સાથે લગ્ન કર્યા હતા. લગ્નના 7 વર્ષ પછી તેના પણ છૂટાછેડા થઈ ગયા.

રાજા ચૌધરીએ શ્વેતા સૂદ સાથે બીજા લગ્ન કર્યા હતા.

રાજા ચૌધરીએ શ્વેતા સૂદ સાથે બીજા લગ્ન કર્યા હતા.