Rani Mukerji, Emraan Hashmi Dazzle at Ahmedabad International Kite Festival | રાની મુખર્જી-ઇમરાન હાશ્મીને જોઈ ચાહકો પાગલ બન્યા: સીરિયલ કિસર પોળ પર આફરિન, અમદાવાદ કાઇટ ફેસ્ટિવલમાં ‘તસ્કરી’ની સ્ટારકાસ્ટનો જબરદસ્ત જલવો – Ahmedabad News

Last Updated: January 13, 2026By

રાની મુખર્જી અને સીરિયલ કિસર ઈમરાન હાશ્મી અમદાવાદ રિવરફ્રન્ટ પર ઈન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલમા આવ્યાં.

અમદાવાદમાં યોજાયેલા ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલમાં બીજા દિવસે બોલિવુડ એક્ટ્રેસ રાની મુખર્જી અને ઇમરાન હાશ્મીને જોઈ ચાહકો પાગલ બન્યા. જ્યારે સીરિયલ કિસર ઈમરાન હાશ્મી કાઇટ ફેસ્ટિવલની પોળ થીમ પર આફરિન થયાં. ‘તસ્કરી:ધ સ્મગલર્સ વેબ’સિરીઝની સ્ટારકાસ્ટનો જબરદસ

.

એક્ટ્રેસ રાની મુખર્જીએ પતંગ ઉડાવ્યો.

કાઇટ ફેસ્ટીવલમાં બીજા દિવસે બોલિવુડ સ્ટારની એન્ટ્રી અમદાવાદ રિવરફ્રન્ટ પર ઈન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલનું આયોજન કરાયું છે. આજે કાઇટ ફેસ્ટીવલના બીજા દિવસે બોલિવુડ એક્ટ્રેસ રાની મુખર્જી અને એક્ટર ઇમરાન હાશમી આવ્યા હતા. અને અહીં મેયર પ્રતિભા જૈન અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દેવાંગ દાણી સાથે પતંગ ઉડાવી હતી.

એક્ટર ઇમરાન હાશ્મી ઈન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલમાં.

એક્ટર ઇમરાન હાશ્મી ઈન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલમાં.

એક્ટ્રેસ રાની મુખર્જી અને એક્ટર ઇમરાન હાશ્મી રિવરફ્રન્ટમાં આજે અમદાવાદમાં બોલીવુડ એક્ટ્રેસ રાની મુખર્જી અને એક્ટર ઇમરાન હાશ્મી રિવરફ્રન્ટ ખાતે યોજાઈ રહેલા ઈન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલમાં આવ્યા હતા. આ દરમિયાન રાની મુખર્જી સાથે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના મેયર પ્રતિભા જૈન અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તેમની સાથે સાથે ફર્યા હતા.

રાની મુખર્જી આવતા જ ચાહકો પાગલ થયા.

રાની મુખર્જી આવતા જ ચાહકો પાગલ થયા.

રાનીની ઝલક જોવા શહેરીજનો ઉમટ્યા રાની મુખર્જીની એક ઝલક જોવા શહેરીજનો ઉમટી પડ્યા હતા. બોલિવૂડ એક્ટ્રેસે અહીં પતંગબાજો પાસેથી પતંગ લઈને ઉડાવી હતી અને ચીઅર કર્યું હતું. આ ઉપરાંત બોલીવુડ એક્ટ્રેસે હેરિટેજ પોળની પણ મુલાકાત લીધી હતી અને નિહાળી હતી.

મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રાનીની સાથે ફર્યા હતા.

મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રાનીની સાથે ફર્યા હતા.

ઇમરાન હાશ્મીએ પોળની થીમના વખાણ કર્યા જ્યારે ઇમરાન હાશ્મીએ અમદાવાદ હેરિટેજ સિટીને લઈને વખાણ કર્યા હતા. જે પ્રમાણે અહીંયા અમદાવાદ હેરિટેજ સિટીની પોળની થીમ તૈયાર કરવામાં આવી છે તેને લઈને પણ ઇમરાન હાશ્મીએ વખાણ કર્યા હતા અને એમની આવતીકાલે રિલીઝ થતી સિરીઝ ‘તસ્કરી:ધ સ્મગલર્સ વેબ’ વિશે પણ તેઓએ વાત કરી હતી.

સાંજે ગુજરાતી લોક કલાકારોનું પર્ફોર્મ જોકે, આજે સાંજે અહીં ગુજરાતી લોક કલાકારો પર્ફોર્મ કરવામાં આવશે. આ પર્ફોમન્સ જોવા માટે પર પર્સન 50 રૂપિયાની ટિકિટ રાખવામાં આવી છે. આ પતંગોત્સવ 17 જાન્યુઆરી સુધી ચાલશે. એવો નિર્ણય તંત્ર દ્વારા કરવામાં આવ્યો છે.

‘તસ્કરી:ધ સ્મગલર્સ વેબ’ સિરીઝની સ્ટાર કાસ્ટ પતંગોત્સવની મજા માણવા આવી.

‘તસ્કરી:ધ સ્મગલર્સ વેબ’ સિરીઝની સ્ટાર કાસ્ટ પતંગોત્સવની મજા માણવા આવી.

‘હું નાનપણમાં બહું પતંગ ઉડાવતો’ ઈમરાન હાશ્મીએ કહ્યું, હું કાઈટ ફેસ્ટિવલમાં પહેલીવાર આવ્યો છું. અહિંયા જે માહોલ છે તે જોઈને મજા આવી. આ ફેસ્ટિવ ફૂલ ઓફ કલર, ફૂલ ઓફ વાઈબ, લાઈફ અને અહિંયા આવીને બહું સારુ લાગે છે. અમારી તસ્કરી સિરીઝ આવી રહી છે, આવતીકાલે 14 જાન્યુઆરીએ રિલીઝ થશે. હું નાનપણમાં બહું પતંગ ઉડાવતો. અહિંયા પતંગ ઉડાવવાની કોશિષ કરીશ. આ હેરિટેજ પોળ થીમ જોઈને આનંદ થયો.