RBI Strict Guidelines: ₹25,000 Compensation for Digital Fraud
- Gujarati News
- Business
- RBI Strict Guidelines: ₹25,000 Compensation For Digital Fraud | No Customer Harassment
મુંબઈ35 મિનિટ પેહલા
- કૉપી લિંક
બેંકમાંથી લોન લેનારા અને ડિજિટલ ટ્રાન્ઝેક્શન કરનારા કરોડો ગ્રાહકો માટે રાહતના સમાચાર છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI) એ લોન રિકવરી એજન્ટોની મનમાની અને બેંકો દ્વારા કરવામાં આવી રહેલી ‘મિસ-સેલિંગ’ પર લગામ કસવા માટે કડક ગાઈડલાઈન્સ લાવવાનો નિર્ણય કર્યો છે.
શુક્રવારે મોનેટરી પોલિસી કમિટી (MPC) ની બેઠક પછી RBI ગવર્નર સંજય મલ્હોત્રાએ જણાવ્યું કે કેન્દ્રીય બેંક ત્રણ નવા ડ્રાફ્ટ રેગ્યુલેશન જાહેર કરવા જઈ રહી છે. તેમનો હેતુ ગ્રાહકોની સુરક્ષાને મજબૂત કરવાનો અને બેંકોની જવાબદારી નક્કી કરવાનો છે.
આ નિયમો લાગુ થયા પછી રિકવરી એજન્ટો ગ્રાહકોને ડરાવી-ધમકાવી નહીં શકે અને ન તો બેંક તમને એવો ઇન્સ્યોરન્સ કે લોન આપી શકશે, જેની તમને જરૂર નથી.
લોન રિકવરી: એજન્ટોની ગેરવર્તણૂક હવે બેંકોને ભારે પડશે
આરબીઆઈ ગવર્નરે સ્પષ્ટ કર્યું છે કે લોન રિકવરીની પ્રક્રિયામાં પારદર્શિતા અને નૈતિકતા લાવવા માટે વર્તમાન નિયમોને વધુ કડક કરવામાં આવશે. ઘણીવાર ફરિયાદો આવે છે કે રિકવરી એજન્ટો ગ્રાહકોને મોડી રાત્રે ફોન કરે છે, તેમના સંબંધીઓને પરેશાન કરે છે અથવા ઘરે આવીને ગેરવર્તન કરે છે.
નવા નિયમો હેઠળ બેંકો હવે આ એજન્ટોની હરકતો માટે સીધા જવાબદાર રહેશે. જો કોઈ એજન્ટ નિયમોનું ઉલ્લંઘન કરશે, તો બેંક પર ભારે દંડ લાગી શકે છે.

રિકવરી એજન્ટો ગ્રાહકોને ડરાવી-ધમકાવી નહીં શકે. જો કોઈ એજન્ટ નિયમોનું ઉલ્લંઘન કરશે, તો બેંક પર ભારે દંડ લાગી શકે છે.
બેંક કર્મચારીઓ હવે જબરદસ્તી વેચી શકશે નહીં વીમો
ઘણીવાર જોવા મળે છે કે જ્યારે કોઈ ગ્રાહક બેંકમાં FD કરાવવા અથવા લોન લેવા જાય છે, ત્યારે બેંક કર્મચારીઓ તેને આકર્ષક વચનો આપીને કોઈ વીમા પોલિસી અથવા રોકાણ યોજના વેચી દે છે. પછીથી ખબર પડે છે કે તે પ્રોડક્ટ ગ્રાહક માટે ફાયદાકારક નહોતી. આને જ ‘મિસ-સેલિંગ’ કહેવાય છે.
આરબીઆઈ હવે આ માટે કડક માર્ગદર્શિકા નક્કી કરી રહ્યું છે. બેંકોએ એ સુનિશ્ચિત કરવું પડશે કે તેઓ ગ્રાહકોને તે જ પ્રોડક્ટ વેચે જે તેમની જરૂરિયાત અને જોખમ લેવાની ક્ષમતા અનુસાર હોય.

ડિજિટલ ફ્રોડ પર ₹25,000 સુધીનું વળતર
ડિજિટલ પેમેન્ટ કરતા યુઝર્સ માટે પણ મોટી જાહેરાત કરવામાં આવી છે. RBI એ પ્રસ્તાવ મૂક્યો છે કે નાના મૂલ્યના અનઓથોરાઇઝ્ડ ડિજિટલ ટ્રાન્ઝેક્શન (છેતરપિંડી) થાય તો ગ્રાહકોને ₹25,000 સુધીનું વળતર આપી શકાય છે.
આ માટે એક નવું માળખું તૈયાર કરવામાં આવી રહ્યું છે. એનો અર્થ એ છે કે જો તમારા ખાતામાંથી છેતરપિંડીથી પૈસા કપાય છે અને તમે સમયસર તેની જાણ કરો છો, તો બેંકે તમારા નુકસાનની ભરપાઈ કરવી પડશે.

RBI ગવર્નર સંજય મલ્હોત્રાએ મોનેટરી પોલિસી કમિટીની બેઠકમાં લેવાયેલા નિર્ણયો વિશે માહિતી આપી.
સીનિયર સિટીઝન માટે વધારાની સુરક્ષા
ઓનલાઈન ફ્રોડથી સૌથી વધુ વૃદ્ધો નિશાન બને છે. આને ધ્યાનમાં રાખીને RBI એક ડિસ્કશન પેપર લાવી રહ્યું છે, જેમાં ડિજિટલ પેમેન્ટની સુરક્ષા વધારવા માટેના સૂચનો મંગાવવામાં આવશે.
આમાં વૃદ્ધો અથવા ઓછા જાગૃત યુઝર્સ માટે ‘એડિશનલ ઓથેન્ટિકેશન’ અને ‘લેગ્ડ ક્રેડિટ’ (પૈસા ટ્રાન્સફર થવામાં થોડો વિલંબ) જેવા વિકલ્પો સામેલ હોઈ શકે છે, જેથી ફ્રોડ થાય તો તેને તરત રોકી શકાય.
વ્યાજ દરોમાં કોઈ ફેરફાર નહીં, રેપો રેટ 5.25% પર યથાવત
RBI એ આ વખતે પણ તેના મુખ્ય વ્યાજ દરમાં એટલે કે રેપો રેટમાં કોઈ ફેરફાર કર્યો નથી. તે 5.25% પર યથાવત છે. જોકે, ગવર્નરે સંકેત આપ્યો કે મોંઘવારીને કાબૂમાં રાખવી તેમની પ્રાથમિકતા છે. વ્યાજ દરો સ્થિર રહેવાનો અર્થ એ છે કે હાલમાં તમારી હોમ લોન કે કાર લોનની EMI વધશે નહીં.
આ સમાચાર પણ વાંચો…
રેપો રેટમાં કોઈ ફેરફાર નહીં, લોન મોંઘી નહીં થાય: RBI એ વ્યાજ દર 5.25% પર યથાવત રાખ્યો; 2025 માં ચાર વારમાં 1.25% નો ઘટાડો

આ વખતે રેપો રેટમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. એને 5.25% પર યથાવત્ રાખવામાં આવ્યો છે, એટલે કે લોન મોંઘી નહીં થાય અને તમારો EMI પણ વધશે નહીં. RBI ગવર્નર સંજય મલ્હોત્રાએ આજે 6 ફેબ્રુઆરીના રોજ મોનેટરી પોલિસી કમિટીની બેઠકમાં લેવાયેલા નિર્ણયોની જાણકારી આપી.
રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, એટલે કે RBIએ ડિસેમ્બરમાં વ્યાજદર 0.25% ઘટાડીને 5.25% કર્યા હતા. RBI જે દરે બેંકોને લોન આપે છે એને રેપો રેટ કહેવાય છે. જ્યારે RBI રેપો રેટ ઘટાડે છે, ત્યારે બેંકોને સસ્તી લોન મળે છે અને તેઓ આ લાભ ગ્રાહકો સુધી પહોંચાડે છે. સંપૂર્ણ સમાચાર વાંચો…
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

