RCB IPL 2026: Home Matches in New Mumbai & Raipur, Not Bengaluru | IPL 2026માં ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં RCBની મેચ નહીં રમાય: નવી મુંબઈ અને રાયપુરમાં યોજાવાની શક્યતા; વિક્ટ્રી પરેડમાં નાસભાગ મચી હતી

Last Updated: January 13, 2026By

સ્પોર્ટ્સ ડેસ્ક2 કલાક પેહલા

  • કૉપી લિંક

બેંગલુરુનું એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમ 2008 થી RCBનું હોમ ગ્રાઉન્ડ રહ્યું છે.

IPL 2026માં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) તેની ઘરઆંગણાની મેચ નવી મુંબઈના ડીવાય પાટીલ સ્ટેડિયમ અને રાયપુરના શહીદ વીર નારાયણ સિંહ સ્ટેડિયમમાં રમી શકે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ સિઝનમાં RCB તેની હોમ મેચ બેંગલુરુના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં નહીં રમે.

રિપોર્ટ અનુસાર, RCBના અધિકારીઓએ IPL 2026 માટે આ બંને સ્ટેડિયમોને હોમ વેન્યુ બનાવવાની યોજના બનાવી છે. વર્તમાન યોજના હેઠળ ટીમ 5 મેચ નવી મુંબઈ અને 2 મેચ રાયપુરમાં રમી શકે છે.

હકીકતમાં, 4 જૂને બેંગલુરુમાં RCB ના IPL વિનિંગ સેલિબ્રેશન દરમિયાન થયેલી ભાગદોડમાં 11 લોકોના મોત થયા હતા. આ પછી રાજ્ય સરકારે આ સ્ટેડિયમમાં મોટા આયોજનો અંગે કડક વલણ અપનાવ્યું. આ જ કારણોસર BCCIને વિજય હઝારે ટ્રોફી અને વુમન્સ વર્લ્ડ કપની કેટલીક મેચ પણ બેંગલુરુની બહાર ખસેડવી પડી હતી.

4 જૂને ચિન્નાસ્વામી સ્ટેડિયમની બહાર RCBના IPL વિનિંગ સેલિબ્રેશનમાં 11 લોકોના મોત થયા હતા.

4 જૂને ચિન્નાસ્વામી સ્ટેડિયમની બહાર RCBના IPL વિનિંગ સેલિબ્રેશનમાં 11 લોકોના મોત થયા હતા.

RR પુણેમાં રમી શકે છે એવું પણ જણાવવામાં આવી રહ્યું છે કે RCBએ હજુ સુધી કર્ણાટક રાજ્ય ક્રિકેટ એસોસિયેશન (KSCA) સાથે ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં મેચ કરાવવા અંગે કોઈ સંપર્ક કર્યો નથી.

બીજી તરફ, રાજસ્થાન રોયલ્સ પણ તેની ઘરઆંગણાની મેચ આ વખતે પુણેના મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિયેશન સ્ટેડિયમમાં રમી શકે છે, જ્યારે ટીમનું હોમ ગ્રાઉન્ડ જયપુર છે. રાજસ્થાનનું હોમ ગ્રાઉન્ડ જયપુર છે.

શું હતો આખો મામલો IPL 2025નો ખિતાબ જીત્યા બાદ RCBએ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં ટ્રોફી સેલિબ્રેશન રાખ્યું હતું, પરંતુ ખરાબ આયોજન અને ભીડ નિયંત્રણના અભાવને કારણે પરિસ્થિતિ વણસી ગઈ. ભાગદોડમાં 11 લોકોના મોત થયા. મોટી સંખ્યામાં લોકો ઘાયલ થયા. આ ઘટનાએ માત્ર ટીમ મેનેજમેન્ટને જ નહીં, પરંતુ કર્ણાટક સરકારને પણ કઠેડામાં ઊભી કરી દીધી હતી.

જયપુર સ્ટેડિયમ સુરક્ષિત નથી રોયલ્સે પ્રાઈવેટ કંપની પાસેથી સરવે કરાવ્યો છે. તેમાં સ્ટેડિયમની હાલત ઘણી નાજુક જણાવવામાં આવી છે. સ્ટેડિયમને રિનોવેટ કરાવવાની વાત કહેવામાં આવી છે. કોઈ દુર્ઘટના ન થાય તે માટે રાજસ્થાન રોયલ્સ જયપુરથી મેચ શિફ્ટ કરવા માગે છે.