Recipe : બ્રેકફાસ્ટમાં બનાવો મસાલેદાર સ્વાદિષ્ટ વાનગી, ટ્રાય કરોક્રિસ્પી કોબીજ-મટર ટિક્કી

Last Updated: February 16, 2026By

શિયાળો વિદાય લઈ રહ્યો છે. ઠંડી ઘટી છે પરંતુ સાંજ પડતા જ ભૂખ લાગવા લાગે છે. ત્યારે સાંજના બ્રેકફાસ્ટમાં લાઈટ વસ્તુ બનાવામાં આ વાનગી બેસ્ટ છે.સાંજ પડતાંની સાથે જ આપણને ઘણીવાર મસાલેદાર નાસ્તાની ઇચ્છા થાય છે. સૌથી પહેલા સમોસા, પકોડા અને મોમોઝ યાદ આવે છે, પરંતુ આ સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. કોબીજ અને વટાણા મિક્સ કરીને ઘરે સરળતાથી ક્રિસ્પી ટિક્કી બનાવી શકો છો. કોબીજમાંથી બનેલી કટલેટ સ્વાદિષ્ટ હોય છે. તે ફક્ત બનાવવામાં સરળ જ નથી પણ ઝડપથી બની પણ જાય છે. ચાલો રેસીપી જાણીએ અને ફટાફટા બનાવીએ.

કોબીજ મટર ટિક્કી માટે સામગ્રી:

  • આદુ, આમલી, લાલ મરચું, હળદર, ધાણા પાવડર, જીરું પાવડર, કોથમીર, તેલ, મીઠું જરૂરિયાત મુજબ
  • 1 – કોબીજ
  • 1 કપ બાફેલા વટાણા
  • 1 કપ નારિયેળ
  • 1 ડુંગળી
  • 1 /2 કપ ચોખાનો લોટ
  • સોજી/રવો/સુજી

કોબીજ મટર ટિક્કી બનાવવાની રીત :

  • એક તાજી કોબી લઈ તેને બારીક કાપી પાણીથી સારી રીતે ધોઈ લો. વધારાનું પાણી કાઢી નાખો અને તેને એક મોટા મિક્સિંગ બાઉલમાં મૂકો. થોડું મીઠું છાંટીને તેને થોડીવાર રહેવા દો. હવે, વધારાનું પાણી નિચોવી લો. પછી, તમારા હાથમાં કોબીનો એક નાનો ભાગ લો અને શક્ય તેટલું પાણી નિચોવી લો. નિચોવીને બનાવેલી કોબીને બાજુ પર રાખો. 
  • બીજી બાજુ 1 કપ સમારેલું તાજુ નારિયેળ, 1 નાનું છોલેલું આદુ, એક નાનો આમલીનો ટુકડો, 2 ચમચી લાલ મરચું પાવડર, 1 ચમચી હળદર પાવડર, 1 ચમચી ધાણા પાવડર અને 1/2 ચમચી જીરું પાવડર ઉમેરો. પાણી ઉમેર્યા વિના બધું એકસાથે પીસીને બરછટ પેસ્ટ બનાવો. ત્યારપછી એક બાઉલમાં કોબીજ ઉમેરો તેમાં 1 બારીક સમારેલી ડુંગળી, બાફેલા વટાણા, તૈયાર કરેલા મસાલાની પેસ્ટ અને મુઠ્ઠીભર તાજા સમારેલા કોથમીરના પાન સાથે મિક્સ કરો. પછી, ચોખાનો લોટ ઉમેરો.
  • તૈયાર કરેલા મિશ્રણમાં સ્વાદ મુજબ મીઠું ઉમેરો. પછી બધું બરાબર મિક્સ કરો. મિશ્રણને નરમ કણક જેવું બને ત્યાં સુધી ભેળવો. મિશ્રણના નાના નાના ભાગ લો અને તેને તમારા હથેળીઓ વચ્ચે હળવેથી દબાવી કટલેટ અથવા ટિક્કીનો આકાર આપો. એક પ્લેટમાં થોડી સોજી મૂકો. દરેક કટલેટને સોજીમાં પાથરી દો. આનાથી વધારાનો ક્રિસ્પ પોપડો બનાવવામાં મદદ મળશે.
  • એક પેનમાં તેલ ગરમ કરો. તૈયાર કરેલા કટલેટને તેલમાં ધીમે ધીમે ઉમેરો. ક્યારેક ક્યારેક ગોલ્ડન બ્રાઉન અને બંને બાજુ ક્રિસ્પી થાય ત્યાં સુધી ફેરવો. તમારા સ્વાદિષ્ટ અને ક્રિસ્પી કોબી કટલેટ તૈયાર છે.