Recipe : વર્કિંગ વુમન માટે વાનગીનો બેસ્ટ વિકલ્પ, ફક્ત 15 મિનિટમાં બનશે બાળકોના ફેવરિટ ટેસ્ટી ગાર્લિક પાસ્તા
શિયાળાની સાથે અત્યારે લગ્નની સિઝન પણ છે. લગ્નની સિઝનમાં બાળકોના ફેવરિટ પિઝા અને પાસ્તા ખાસ હોય છે. પરંતુ જંકફૂડ વધુ ખાવાથી હેલ્થ પર અસર થઈ શકે છે. તમે ઘરે જ બાળકોને બહાર જેવું ખાવાનું આપી શકો છો. સાંજના નાસ્તા માટે અથવા ડિનરમાં શું બનાવું તેને લઈને વર્કિંગ વુમન ખાસ મૂંઝવણમાં હોય છે. બાળકો માટે કંઈક ખાસ બનાવવાનો વિચાર હોય ત્યારે ચિઝવાળી આ વાનગી જરૂર બેસ્ટ ઓપ્શન છે. ગાર્લિક બટર પાસ્તા ઝડપી બનશે અને ઘરે પણ આ ટેસ્ટી વાનગી બનાવી શકો છો. નોંધી લો પાસ્તા બનાવવાની રીત.
ગાર્લિક બટર પાસ્તા માટે સામગ્રી :
- 200 ગ્રામ પાસ્તા
- 3 ચમચી માખણ
- 3-4 કળી લસણ, ઝીણું સમારેલું
- 1/2 કપ દૂધ
- 2 ચમચી ક્રીમ
- 1 કપ ચીઝ છીણેલું
- મીઠું – સ્વાદ મુજબ
- 1/2 કાળા મરી
- મફિન ટ્રે અથવા નાના કપ
ગાર્લિક બટર પાસ્તા બનાવવાની રીત
- આ પાસ્તા બનાવવા માટે પહેલા પાણીમાં થોડું મીઠું ઉમેરો અને પાસ્તાને 8 થી 10 મિનિટ સુધી ઉકાળો. ઉકળ્યા પછી, પાણી ગાળી લો અને પાસ્તાને બાજુ પર રાખો.
- એક પેનમાં માખણ ગરમ કરો. તેમાં બારીક સમારેલું લસણ ઉમેરો અને 1મિનિટ સુધી આછું સોનેરી થાય ત્યાં સુધી સાંતળો. હવે દૂધ અને ક્રીમ ઉમેરો અને સારી રીતે મિક્સ કરો. પછી મીઠું અને મરી ઉમેરી સારી રીતે હલાવી લો.
- બાફેલા પાસ્તાને ચટણીમાં ઉમેરો અને સારી રીતે મિક્સ કરો. પાસ્તાને નાના કપમાં ટ્રાન્સફર કરો. છીણેલું ચીઝ છાંટો.
- ઓવનમાં 180°C પર 5 થી 7 મિનિટ માટે અથવા ચીઝ ઓગળે ત્યાં સુધી બેક કરો. પછી તેને પાર્સલીથી ગાર્નિશ કરી શકો છો. જો બાળકોને તે પસંદના હોય તો ગાર્નિશ કર્યા વગર પાસ્તા આપી શકો છો.
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

