Recipe : શિયાળામાં સ્વાદિષ્ટ અને મસાલેદાર શાકભાજીનો બેસ્ટ ઓપ્શન, નોંધી લો બંગાળની આ વાનગી બનાવવાની રીત
શિયાળામાં રીંગણનું શાક વધુ ખવાતી વાનગી છે. રીંગણ શિયામાં વધુ સ્વાદિષ્ટ લાગે છે. રીંગણને મેથી, બટાકા અને ફુલાવર સાથે ખાવાથી ભોજન વધુ સ્વાદિષ્ટ બને છે. શિયાળામાં રીંગણનું શાક ખાઈને કંટાળ્યા હોવ તો બંગાળની વાનગી બેંગન ભાજા ટ્રાય કરો. આ મસાલાથી ભરેલી વાનગી સ્વાદિષ્ટ અને ઝડપથી તૈયાર થાય છે. આ વાનગીની ખાસિયત એ છે કે તે ડુંગળી કે લસણ વિના પણ બનાવી શકાય છે. બપોરના લંચમાં દાળ-ભાત સાથે આ વાનગી સ્વાદિષ્ટ વાનગીનો બેસ્ટ ઓપ્શન છે.
બૈંગન ભાજા બનાવવા માટે સામગ્રી :
- રીંગણ – બે મધ્યમ કદના
- મીઠું – સ્વાદ મુજબ
- લાલ મરચું પાવડર – અડધી ચમચી
- હળદર – અડધી ચમચી
- કાળા મરી પાવડર – અડધી ચમચી
- ધાણા પાવડર – અડધી ચમચી
- આદુ લસણ લીલા મરચાંની પેસ્ટ – એક ચમચી
- તેલ – 4 ચમચી
- પાણી – એક ચમચી
બૈંગન ભાજા બનાવવા માટેની રીત
બૈંગણ ભાજા બનાવવા માટે, પહેલા રીંગણને ધોઈ લો અને તેને ગોળ અને પાતળા ટુકડાઓમાં કાપો. હવે, એક પ્લેટમાં ગરમ મસાલો, મીઠું, કાળા મરી પાવડર, ધાણા પાવડર, હળદર, આદુ, લસણ અને લીલા મરચાંની પેસ્ટ અને થોડું તેલ ભેગું કરો. થોડું પાણી ઉમેરો જેથી રીંગણમાં સારી રીતે શોષાઈ જાય. એ જ વાસણમાં, બધા સમારેલા રીંગણને મસાલામાં ઉમેરો, સારી રીતે મિક્સ કરો અને તેને થોડી વાર માટે સેટ થવા માટે બાજુ પર રાખો. નોન-સ્ટીક તવો ગરમ કરી તેમાં તેલ ઉમેરો અને થોડીવાર ગરમ થવા દો. રીંગણના ટુકડા એક પછી એક તવા પર મૂકો અને તેને મધ્યમ તાપ પર રાંધો. થોડા સમય પછી, બધી સ્લાઈસ ફેરવો અને ઉપર થોડું તેલ ઉમેરો અને બધા રીંગણના સ્લાઈસને શેલો ફ્રાય કરો. જ્યારે રીંગણ બંને બાજુથી શેકાઈ જાય અને થોડું સોનેરી અને ક્રિસ્પી થઈ જાય, ત્યારે તેને તવામાંથી બહાર કાઢો. હવે તૈયાર કરેલા બૈંગણ ભાજાને રોટલી કે દાળ-ભાત સાથે પીરસી શકાય છે.
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

