Recipe : સાંજની ભૂખમાં ટેસ્ટી અને ચટપટી વસ્તુ ખાવાની ઇચ્છા થાય તો આ વાનગી છે બેસ્ટ
સાંજના બ્રેકફાસ્ટને મજેદાર બનાવો. રાત્રિના ડિનર પહેલા જયારે સાંજના સમયે તમને ભૂખ લાગે ત્યારે ટેસ્ટી અને ચટપટી વસ્તુ ખાવાની ઇચ્છા થાયછે. કેટલાક ઘરોમાં ખાખરા, મમરા અને પોપકોર્ન નાસ્તા હંમેશા હોય છે. પરિવારના સભ્યો દરરોજ એક જ પ્રકારનો નાસ્તો ખાઈને કંટાળે છે. ત્યારે ઓછી મહેનતમાં ઝટપટ કયો નાસ્તો બનાવો તે તમારી મૂંઝવણ દૂર થશે. તમે સાંજની ચા સાથે ટેસ્ટી અને ચટપટું કંઈક ખાવા માગો છો તો સોયા ચંક્સ બેસ્ટ છે.
સોયા પોપકોર્ન બનાવવા માટે સામગ્રી :
- લીલું મરચું, કોથમીર, લાલ મરચું , ધાણાજીરું, પાણી, મીઠું જરૂરિયાત મુજબ
- 1 – બાફેલો બટાકો
- 1 – ડુંગળી ઝીણી સમારેલી
- 2 ચમચી – મકાઈનો લોટ (કોર્ન ફલોર)
- 1 કપ – બ્રેડક્રમ્સ
- તેલ (તળવા માટે)
સોયા પોપકોર્ન બનાવવાની રીત :
સોયા પોપકોર્ન બનાવવા માટે, સૌપ્રથમ બાફેલા સોયા ચંક્સને ક્રશ કરી લો. ત્યારબાદ એક મોટા બાઉલમાં ક્રશ કરેલા સોયા ચંક મૂકો. પછી તેમાં બાફેલા બટાકા, ઝીણી સમારેલી ડુંગળી, લીલા મરચાં અને ધાણાજીરું ઉમેરો. પછી, મીઠું, મરચું પાવડર, કરી પાવડર અને કોર્નફ્લોર ઉમેરો. થોડું પાણી ઉમેરો અને સારી રીતે મિક્સ કરો. મિશ્રણમાંથી નાના ગોળા બનાવો. હવે, એક બાઉલમાં કોર્નફ્લોર, મીઠું અને મરચું પાવડર ભેળવીને થોડું પાણી ઉમેરીને પાતળું બેટર બનાવો. દરેક ગોળાને બેટરમાં ડુબાડો અને પછી બ્રેડક્રમ્સમાં સારી રીતે કોટ કરો. એક પેનમાં તેલ ગરમ કરો અને ગોળાઓને સોનેરી અને ક્રિસ્પી થાય ત્યાં સુધી તળો. તૈયાર સોયા બોલ્સને ગરમા ગરમ પીરસો.
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

