Reliance Industries Q3 Earnings ₹2.74 Lakh Crore; Income Up 10%

Last Updated: January 17, 2026By

  • Gujarati News
  • Business
  • Reliance Industries Q3 Earnings ₹2.74 Lakh Crore; Income Up 10% | Profit ₹18,645 Crore

મુંબઈ57 મિનિટ પેહલા

  • કૉપી લિંક

માર્કેટ વેલ્યુની દ્રષ્ટિએ દેશની સૌથી મોટી કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની નાણાકીય વર્ષ 2025-26ના ત્રીજા ક્વાર્ટરમાં કુલ કમાણી (ટોટલ ઇનકમ) 2.74 લાખ કરોડ રૂપિયા રહી. આ ગયા વર્ષની સરખામણીમાં લગભગ 1% વધુ છે. ગયા વર્ષના સમાન ક્વાર્ટરમાં કંપનીએ 2.48 લાખ કરોડ રૂપિયાની કમાણી કરી હતી.

કુલ આવકમાંથી કર્મચારીઓના પગાર, ટેક્સ, કાચા માલની કિંમત જેવા ખર્ચાઓ બાદ કરીએ તો કંપનીના માલિકો પાસે 18,645 કરોડ રૂપિયાનો ચોખ્ખો નફો (કન્સોલિડેટેડ નેટ પ્રોફિટ) બચ્યો. આ 2024-25ના ઓક્ટોબર-ડિસેમ્બર ક્વાર્ટર કરતાં 1% વધુ છે. ગયા વર્ષે કંપનીને 18,540 કરોડ રૂપિયાનો નફો થયો હતો.

રેવન્યુ 10.5% વધીને ₹2.94 લાખ કરોડ

ત્રીજા ક્વાર્ટરમાં રિલાયન્સે પ્રોડક્ટ અને સર્વિસિસમાંથી 2.94 લાખ કરોડ રૂપિયાની આવક એટલે કે રેવન્યુ જનરેટ કરી. વાર્ષિક ધોરણે આ 10.5% વધી છે. ઓક્ટોબર-ડિસેમ્બર ક્વાર્ટર 2024માં કંપનીએ 2.67 લાખ કરોડ રૂપિયાની રેવન્યુ જનરેટ કરી હતી.

કંપનીના પાંચ મુખ્ય સેગમેન્ટ છે-

રિલાયન્સ જિયો (જિયો પ્લેટફોર્મ), રિટેલ, ડિજિટલ, ઓઇલ ટુ કેમિકલ્સ (O2C) અને ઓઇલ એન્ડ ગેસ. અહીં અમે એક પછી એક બધાનું ત્રીજા ક્વાર્ટરનું પ્રદર્શન જણાવી રહ્યા છીએ…

રિલાયન્સ જિયો

વાર્ષિક ધોરણે (કન્સોલિડેટેડ)

  • નફો Q3FY25 ના ₹6,861 કરોડની સરખામણીમાં 11.2% વધીને Q3FY26 માં ₹7,629 કરોડ રહ્યો.
  • રેવન્યુ 12.7% વધીને ₹37,262 કરોડ રહી. ગયા વર્ષના સમાન ક્વાર્ટરમાં તે ₹33,074 કરોડ રહી હતી.
  • કંપનીનો ત્રીજા ક્વાર્ટરમાં એવરેજ રેવન્યુ પર યુઝર એટલે કે ARPU ₹211.4 થી 1.08% વધીને ₹213.7 રહ્યો.

ઓઇલ ટુ કેમિકલથી લઈને અન્ય બિઝનેસ

વાર્ષિક ધોરણે (કન્સોલિડેટેડ)

  • ઓઇલ-ટુ-કેમિકલ: રેવન્યુ ₹1.49 લાખ કરોડથી 8.7% વધીને ₹1.62 લાખ કરોડ
  • ઓઇલ & ગેસ: રેવન્યુ ₹6,370 કરોડથી 8.4% ઘટીને ₹5,833 કરોડ
  • રિટેલ: રેવન્યુ ₹90,351 કરોડથી 8.3% વધીને ₹97,912 કરોડ
  • ડિજિટલ: રેવન્યુ ₹39,733 કરોડથી 12.3% વધીને ₹44,653 કરોડ
  • અન્ય વ્યવસાય: રેવન્યુ ₹12,236 કરોડથી 46% વધીને ₹17,868 કરોડ

1 વર્ષમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનો શેર 15% વધ્યો

શુક્રવાર, 16 જાન્યુઆરીના રોજ FY26ના ત્રીજા ક્વાર્ટરના પરિણામો પહેલાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનો શેર 0.15% વધીને 1,461ના સ્તરે બંધ થયો. છેલ્લા 5 દિવસમાં કંપનીનો શેર 0.17% વધ્યો છે. એક મહિનામાં 5% અને 6 મહિનામાં 2% ઘટ્યો છે. આ વર્ષે એટલે કે 1 જાન્યુઆરીથી અત્યાર સુધીમાં 7% ઘટ્યો છે. જ્યારે કંપનીના શેરમાં એક વર્ષમાં 15%નો ઉછાળો જોવા મળ્યો. રિલાયન્સનું માર્કેટ કેપ 19.72 લાખ કરોડ રૂપિયા છે.

ભારતની સૌથી મોટી પ્રાઇવેટ સેક્ટર કંપની છે રિલાયન્સ

રિલાયન્સ ભારતની સૌથી મોટી પ્રાઇવેટ સેક્ટર કંપની છે. તે હાલમાં હાઇડ્રોકાર્બન એક્સપ્લોરેશન અને પ્રોડક્શન, પેટ્રોલિયમ રિફાઇનિંગ અને માર્કેટિંગ, પેટ્રોકેમિકલ્સ, એડવાન્સ મટિરિયલ અને કમ્પોઝિટ, રિન્યુએબલ એનર્જી, ડિજિટલ સર્વિસ અને રિટેલ સેક્ટરમાં કામ કરે છે.