Rice Uttapam Recipe : વધેલા ભાતમાંથી બનાવો ટેસ્ટી અને હેલ્ધી બ્રેકફાસ્ટ, હોંશિયાર ગૃહિણી જરૂર ટ્રાય કરે

Last Updated: January 11, 2026By

ગૃહિણીઓ પરિવારના સ્વાસ્થ્યની કાળજી રાખે છે. લોકોને પૌષ્ટીક ભોજન મળે માટે હંમેશા તાજો અને હેલ્ધી ખોરાક આપવાનું પસંદ કરે છે. કયારેક ખાસ પ્રસંગો પર રસોઈ વધતા ખોરાકનો બગાડ થાય છે. તમે વધેલા ખોરાકમાંથી સ્વાદિષ્ટ વાનગી બનાવી શકો છો. આજે તમને બપોરના ભોજન બાદ વધેલા ભાતમાંથી ટેસ્ટી અને હેલ્ધી વાનગી બનાવવાની ટીપ્સ આપીશું. વધેલા ભાતમાંથી ટેસ્ટી અને મજેદાર ઉત્તપમનો બ્રેકફાસ્ટ બનાવી શકો છો. જે પરિવારના લોકોને પણ ખૂબ પસંદ આવશે. જાણી લો આ ઉત્તપમ બનાવવાની રીત.

ભાતના ઉત્તપમ બનાવવા માટે સામગ્રી :

  • લીલા મરચાં, કોથમીર, મીઠું અને પાણી જરૂયિતા મુજબ મસાલો લેવો
  • 1 કપ રાંધેલા ભાત
  • અડધો કપ સોજી
  • અડધો કપ – દહીં
  • અડધો કપ કેપ્સિકમ
  • 1 ડુંગળી બારીક સમારેલી
  • 1 ટામેટું બારીક સમારેલું
  • તેલ અથવા ઘી – તળવા માટે

ભાતમાંથી ઉત્તપમ બનાવવાની રીત :

વધેલા ભાતમાંથી ઉત્તપમ બનાવવા માટે પહેલા વધેલા ભાતને મિક્સર જારમાં નાખો તેમાં થોડું પાણી ઉમેરી સ્મૂધ પેસ્ટ બનાવો. પછી, એક મોટા બાઉલમાં સોજી, દહીં અને ચોખાની પેસ્ટ ભેગી કરી સારી રીતે ફેંટી લો. તેને 10 થી 15 મિનિટ સુધી રહેવા દો જેથી તેમાં આથો આવે.  હવે ડુંગળી, ટામેટાં, સિમલા મરચાં, લીલા મરચાંને ઝીણા સમારી આ મિશ્રણમાં નાખી લો. બેટર થોડું જાડું દેખાશે, તેથી જરૂર પડે તો થોડું પાણી ઉમેરી તેમાં મીઠું અને મનપસંદ મસાલા કરી બેટર હલાવી લો.  પછી નોનસ્ટીક તવાને ગરમ કરી તેમાં થોડું તેલ નાખી ખીરું ચમચીથી ફેલાવો. નાના ગોળ આકારના ઉત્તપમ નોન સ્ટીક પેનમાં બંને બાજુ શેકી લો. બંને બાજુ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી સાંતળવા. આ ભાત ઉત્તપમને તમે નારિયેળની ચટણી, ટામેટાની ચટણી અથવા ગરમાગરમ સાંભાર સાથે  ખાઈ શકો છો.

આ પણ વાંચો  :  Recipe : શિયાળામાં સાંજનો હેલ્ધી બ્રેકફાસ્ટ, ના કોઈ ઝંઝટ, ફક્ત 15 મિનિટમાં બનાવો સરસવની ભાજીની આ વાનગી