Rishabh Pant Injury Update; Rib Injury Vadodara Practice Session; Out New Zealand ODI Series PHOTOS | નેટ પ્રેક્ટિસ દરમિયાન પંત ઘાયલ: પાંસળીમાં બોલ વાગ્યો, દુખાવાના કારણે જમીન પર બેઠો; ન્યુઝીલેન્ડ સિરીઝમાંથી બહાર

Last Updated: January 10, 2026By

वडोदरा23 મિનિટ પેહલા

  • કૉપી લિંક

ટીમ ઈન્ડિયાના વિકેટકીપર-બેટર રિષભ પંતને વડોદરામાં નેટ પ્રેક્ટિસ દરમિયાન ઈજા થઈ હતી. શનિવારે સાંજે પ્રેક્ટિસ દરમિયાન તેઓ થ્રોડાઉન સ્પેશિયાલિસ્ટ સામે બેટિંગ કરી રહ્યા હતા. આ દરમિયાન તેમને પેટની જમણી બાજુએ બોલ વાગ્યો હતો.

ઈજા થતાં પંત દર્દથી કણસતા જમીન પર બેસી ગયો. ટીમના સપોર્ટ સ્ટાફ અને મેડિકલ સ્ટાફ તેમને ગ્રાઉન્ડની બહાર લઈ ગયા.

ન્યૂઝ એજન્સી IANS અનુસાર, ટીમના ડોક્ટરે તપાસ કરતાં જાણવા મળ્યું છે કે રિષભની જમણી પાંસળીમાં ઈજા થઈ છે. તેમાં ખેંચાણ આવ્યું છે.

મીડિયા રિપોર્ટ અનુસાર, તેઓ ન્યુઝીલેન્ડ સામેની વનડે સીરીઝમાંથી બહાર થઈ ગયા છે. તેમની જગ્યાએ ધ્રુવ જુરેલ અથવા ઈશાન કિશનને તક આપવામાં આવી શકે છે.

વડોદરાના કોટામ્બી સ્ટેડિયમમાં પ્રથમ વખત મેન્સ ઇન્ટરનેશનલ મેચ રમાઈ રહી છે. બીજી વનડે 14 જાન્યુઆરીએ રાજકોટમાં અને ત્રીજી મેચ 18 જાન્યુઆરીએ ઇન્દોરમાં રમાશે.

પંતની પ્રેક્ટિસ સેશનની તસવીરો…

ઓગસ્ટ 2024માં 50 ઓવરની મેચ રમી હતી

પંત છેલ્લા બે વર્ષથી ભારતની વનડે ટીમનો ભાગ છે, પરંતુ તેણે છેલ્લી વખત 50 ઓવરના ફોર્મેટની મેચ ઓગસ્ટ 2024માં શ્રીલંકા પ્રવાસ દરમિયાન રમી હતી. ન્યુઝીલેન્ડ સામેની વનડે શ્રેણી પહેલા પંતને ટીમમાંથી બહાર કરવામાં આવશે તેવી અટકળો તેજ હતી, પરંતુ અજીત અગરકરની આગેવાની હેઠળની પસંદગી સમિતિએ તેને ટીમમાં જાળવી રાખ્યો.

2025માં પણ ઈજાને કારણે ટીમમાંથી બહાર થયા

  • ભારત-ઈંગ્લેન્ડ ટેસ્ટ સિરીઝ: જુલાઈ 2025માં ઈંગ્લેન્ડ સામે માન્ચેસ્ટરમાં રમાયેલી ચોથી ટેસ્ટના પહેલા દિવસે પંતને ઈજા થઈ હતી. તેમના જમણા પગના અંગૂઠામાં ફ્રેક્ચર હતું. ડોકટરોએ પંતને ઓછામાં ઓછા છ અઠવાડિયા આરામ કરવાની સલાહ આપી હતી.
  • એશિયા કપ 2025: પગની ઈજાને કારણે સપ્ટેમ્બરમાં રમાયેલા એશિયા કપમાંથી પણ રિષભ પંત બહાર રહ્યા હતા. તેમને ટીમમાં પસંદ કરવામાં આવ્યા ન હતા. ઓક્ટોબરમાં વેસ્ટ ઈન્ડિઝ સામે રમાયેલી 2 ટેસ્ટ માટે પણ પંતને ટીમમાં રાખવામાં આવ્યા ન હતા.