Ruturaj Gaekwad Vijay Hazare Trophy LIVE Score Update; Shreyas Iyer Abhishek Sharma | KL Rahul | સરફરાઝ લિસ્ટ-Aમાં સૌથી ઝડપી ફિફ્ટી ફટકારનાર ભારતીય બેટર બન્યો: 20 બોલમાં 62 રન બનાવ્યા; VHTમાં સૌરાષ્ટ્ર આગળના રાઉન્ડ માટે ક્વોલિફાય થઈ, બરોડા થોડાક માટે ચૂકી ગઈ
સ્પોર્ટ્સ ડેસ્ક3 દિવસ પેહલા
- કૉપી લિંક
સરફરાઝ ખાને 15 બોલમાં ફિફ્ટી ફટકારી.
મુંબઈના બેટર સરફરાઝ ખાન લિસ્ટ-A ક્રિકેટમાં સૌથી ઝડપી ફિફ્ટી ફટકારનાર ભારતીય બેટર બની ગયો છે. તેણે ગુરુવારે વિજય હજારે ટ્રોફી (VHT)માં પંજાબ સામે માત્ર 15 બોલમાં અડધી સદી પૂરી કરી હતી. જોકે, તે પોતાની ટીમને જીત અપાવી શક્યો નહોતો.
જયપુરમાં રમાયેલી આ મેચમાં પંજાબે મુંબઈ પર એક રનથી રોમાંચક જીત મેળવી હતી. પંજાબે 45.1 ઓવરમાં તમામ વિકેટ ગુમાવીને 216 રન બનાવ્યા હતા. ત્યારબાદ મુંબઈની ટીમને 26.2 ઓવરમાં 215 રન પર ઓલઆઉટ કરી દીધી હતી. મયંક માર્કંડે અને ગુરનૂર બરારે 4-4 વિકેટ ઝડપી હતી.

ગાયકવાડે VHTમાં સૌથી વધુ સદીના રેકોર્ડની બરાબરી કરી જયપુરમાં મહારાષ્ટ્રના કેપ્ટન ઋતુરાજ ગાયકવાડે ગોવા સામે અણનમ 134 રનની જોરદાર ઇનિંગ રમી હતી. તેણે વિજય હજારે ટ્રોફીમાં પોતાની 15મી સદી ફટકારી છે. આ સાથે જ ગાયકવાડે સૌથી વધુ સદીના રેકોર્ડની બરાબરી કરી લીધી છે. મહારાષ્ટ્રના અંકિત બાવનેએ પણ 15 સદી ફટકારી છે. આ મેચમાં મહારાષ્ટ્રએ ગોવાને 5 રનથી હરાવ્યું હતું. જયપુરમાં રમાયેલી અન્ય મેચમાં હિમાચલ પ્રદેશે સિક્કિમને 9 વિકેટે હરાવ્યું હતું, જ્યારે છત્તીસગઢે ઉત્તરાખંડને 7 વિકેટે પરાજય આપ્યો હતો.

અન્ય મેચના પરિણામો
બેંગલુરુમાં રમાયેલી મેચ:
- સૌરાષ્ટ્રએ ગુજરાતને 145 રનથી હરાવ્યું.
- આંધ્રપ્રદેશે સર્વિસીસને 5 વિકેટે મ્હાત આપી.
- રેલવેએ ઓડિશાને 5 વિકેટે હરાવ્યું.
- દિલ્હીએ હરિયાણાને 9 વિકેટે પરાજય આપ્યો.
રાજકોટમાં રમાયેલી મેચ:
- ઉત્તર પ્રદેશે બંગાળને 5 વિકેટે હરાવ્યું.
- વિદર્ભે આસામને 160 રનથી કારમો પરાજય આપ્યો.
- જમ્મુ-કાશ્મીરે હૈદરાબાદને 3 વિકેટે હરાવ્યું.
- બરોડાએ ચંદીગઢને 149 રનથી હરાવ્યું.
અમદાવાદમાં રમાયેલી મેચ:
- તમિલનાડુએ કેરળને 77 રનથી હરાવ્યું.
- ત્રિપુરાએ ઝારખંડને 197 રનથી પરાજિત કર્યું.
- રાજસ્થાને પુડુચેરીને 132 રનથી હરાવ્યું.
- મધ્ય પ્રદેશે કર્ણાટક સામે 7 વિકેટે જીત મેળવી.
ગ્રૂપ-Aમાંથી કર્ણાટક અને મધ્ય પ્રદેશ ક્વોલિફાય થયા
ગ્રૂપ-Aમાંથી કર્ણાટક અને મધ્ય પ્રદેશ ક્વોલિફાઇંગ રાઉન્ડ માટે ક્વોલિફાય થયા છે. કર્ણાટકે 7 મેચમાં 6 જીત સાથે 24 પોઇન્ટ્સ મેળવ્યા છે. તો મધ્ય પ્રદેશે 7 મેચમાં ટોટલ 5 જીત સાથે 20 પોઇન્ટ્સ મેળવ્યા છે.
ગ્રૂપ-Bમાંથી ઉત્તર પ્રદેશ અને વિદર્ભ આગળના રાઉન્ડમાં પહોંચ્યા
ઉત્તર પ્રદેશ અને વિદર્ભ ગ્રૂપ-Bમાંથી આગળના રાઉન્ડમાં પહોંચ્યા છે. UPની ટીમ બધી જ 7 મેચ જીતીને 28 પોઇન્ટ્સ સાથે ગ્રૂપમાં ટૉપ પર રહીને ક્વોલિફાય થઈ. જ્યારે વિદર્ભ 5 જીત સાથે ક્વોલિફાય થઈ. તે ગ્રૂપમાં બરોડાના પણ 20 પોઇન્ટ્સ છે. પણ રનરેટમાં વિદર્ભ બાજી મારી ગઈ. જેના કારણે બરોડા એલિમિનેટ થઈ ગઈ.
ગ્રૂપ-Cમાંથી પંજાબ ટૉપ પર, મુંબઈ બીજા સ્થાને રહ્યું
પંજાબ અને મુંબઈની ટીમ ક્વોલિફાય થઈ છે. પંજાબે 6 જીત સાથે 24 પોઇન્ટ્સ મેળવીને ટોચ પર રહી. જ્યારે મુંબઈની ટીમ 5 જીત અને 2 હાર સાથે કુલ 20 પોઇન્ટ્સ મેળવીને બીજા સ્થાને રહી. આ સાથે જ આ બન્ને ટીમ આગળના રાઉન્ડ માટે ક્વોલિફાય થઈ.
ગ્રૂપ-Dમાંથી દિલ્હી અને સૌરાષ્ટ્રની ટીમ ક્વોલિફાય થઈ
ગ્રૂપ-Dમાંથી દિલ્હીની ટીમ 6 જીત સાથે 24 પોઇન્ટ્સ લઈને ટૉપ પર રહી. જ્યારે સૌરાષ્ટ્રની ટીમ બીજા સ્થાને રહી. સૌરાષ્ટ્રએ 5 જીત સાથે 20 પોઇન્ટ્સ મેળવ્યા. સૌરાષ્ટ્રએ આજે ગુજરાતને 145 રનથી હરાવ્યું. જ્યારે છઠ્ઠી મેચમાં સર્વિસિસને 111 રનથી પરાજય આપ્યો. આ કારણે તેમનો રનરેટ પણ વધ્યો.

મેચના અપડેટ્સ જોવા માટે નીચે બ્લોગ પર જાઓ…
અપડેટ્સ
12:22 PM8 જાન્યુઆરી 2026
- કૉપી લિંક
સરફરાઝ ખાનની 15 બોલમાં હાફ સેન્ચુરી
મુંબઈના સરફરાઝ ખાને જયપુરમાં પંજાબ સામે 15 બોલમાં ફિફ્ટી ફટકારી હતી. તે લિસ્ટ-Aમાં સૌથી ઝડપી ફિફ્ટી ફટકારનાર ભારતીય બેટર બન્યો છે.
સરફરાઝે અભિજીત કાલે અને અતિત શેઠના 16-16 બોલના સંયુક્ત રેકોર્ડને તોડ્યો છે. તેણે કુલ 20 બોલમાં 62 રન બનાવ્યા હતા. કેપ્ટન શ્રેયસ અય્યરે 45 રનનું યોગદાન આપ્યું હતું. આ મેચમાં પંજાબે એક રનના નજીવા અંતરથી જીત મેળવી હતી.
08:35 AM8 જાન્યુઆરી 2026
- કૉપી લિંક
ઋતુરાજ ગાયકવાડની સદી
ઋતુરાજ ગાયકવાડે ગોવા સામે કેપ્ટન ઇનિંગ્સ રમી છે અને સદી ફટકારી. તેની સદીથી મહારાષ્ટ્રે 50 ઓવરમાં 249 રન બનાવ્યા. ગાયકવાડ 134 રન બનાવીને અણનમ રહ્યો. અડધી ટીમ 25 રનમાં ગુમાવી દીધી અને 52 રનમાં 6 વિકેટ ગુમાવી દીધી, આ એક નોંધપાત્ર સ્કોર છે.
08:34 AM8 જાન્યુઆરી 2026
- કૉપી લિંક
હાર્દિક પંડ્યા 75 રન બનાવીને આઉટ થયો
હાર્દિક પંડ્યા 75 રન બનાવીને આઉટ થયો. તેણે 31 બોલમાં બે ચોગ્ગા અને નવ છગ્ગા ફટકાર્યા. તેનો સ્ટ્રાઇક રેટ 241.94 હતો.
08:31 AM8 જાન્યુઆરી 2026
- કૉપી લિંક
એન. જગદીસને સદી ફટકારી
એન. જગદીસને અમદાવાદમાં કેરળ સામે શાનદાર સદી ફટકારીને તમિલનાડુની ઇનિંગ્સને સ્થિર કરી. તમિલનાડુનો સ્કોર 200 ની નજીક પહોંચી ગયો છે.
08:31 AM8 જાન્યુઆરી 2026
- કૉપી લિંક
પંજાબ 216 રનમાં ઓલઆઉટ
મુંબઈ સામે પંજાબ 216 રનમાં ઓલઆઉટ થયું. પંજાબ તરફથી રમનદીપ સિંહે 72 રન બનાવ્યા, જ્યારે અનમોલપ્રીત સિંહે 57 રન બનાવ્યા. અન્ય કોઈ બેટર નોંધપાત્ર યોગદાન આપ્યું નહીં.
અભિષેક શર્મા 8 રન બનાવીને આઉટ થયો, જ્યારે પ્રભસિમરન સિંહે 11 રન બનાવ્યા. મુંબઈ તરફથી મુશીર ખાને ત્રણ વિકેટ લીધી.
08:30 AM8 જાન્યુઆરી 2026
- કૉપી લિંક
હરિયાણા 105 રનમાં ઓલઆઉટ થઈ ગયું
દિલ્હીના ઝડપી બોલરોએ શાનદાર પ્રદર્શન કર્યું, જેના કારણે હરિયાણા માત્ર 105 રનમાં ઓલઆઉટ થઈ ગયું.
દિલ્હી તરફથી ઇશાંત, પ્રિન્સ અને સૈનીએ ત્રણ-ત્રણ વિકેટ લીધી. વૈભવ કંડપાલ અને પ્રિયાંશ આર્ય હવે દિલ્હી તરફથી ઇનિંગ ઓપન કરવા માટે મેદાનમાં ઉતર્યા છે.
08:30 AM8 જાન્યુઆરી 2026
- કૉપી લિંક
અભિષેક શર્મા 8 રન બનાવીને આઉટ થયો
ઇનિંગમાં પંજાબની શરૂઆત ખરાબ રહી હતી. મુંબઈ સામે, પંજાબે કેપ્ટન અભિષેક શર્મા (8) સહિત ત્રણ વિકેટ માત્ર 25 રનમાં ગુમાવી દીધી હતી.
08:29 AM8 જાન્યુઆરી 2026
- કૉપી લિંક
ગ્રુપ D મેચ
ગ્રુપ Dમાં, આંધ્રનો સામનો સર્વિસિસ સામે, દિલ્હીનો સામનો હરિયાણા સામે, ગુજરાતનો સામનો સૌરાષ્ટ્ર સામે અને ઓડિશાનો સામનો રેલવે સામે થશે.
08:28 AM8 જાન્યુઆરી 2026
- કૉપી લિંક
ગ્રુપ C મેચ
ગ્રુપ-Cમાં, ગોવા મહારાષ્ટ્ર સામે, મુંબઈ પંજાબ સામે, છત્તીસગઢ ઉત્તરાખંડ સામે અને હિમાચલ પ્રદેશ સિક્કિમ સામે ટકરાશે.
08:28 AM8 જાન્યુઆરી 2026
- કૉપી લિંક
ગ્રુપ B મેચ
ગ્રુપ Bમાં, બરોડા ચંદીગઢ સામે, હૈદરાબાદ જમ્મુ અને કાશ્મીર સામે, આસામ વિદર્ભ સામે અને બંગાળ ઉત્તર પ્રદેશ સામે ટકરાશે.
08:27 AM8 જાન્યુઆરી 2026
- કૉપી લિંક
ગ્રુપ A મેચ
ગ્રુપ Aમાં, ઝારખંડનો મુકાબલો ત્રિપુરા સામે, કર્ણાટકનો મુકાબલો મધ્યપ્રદેશ સામે, કેરળનો મુકાબલો તમિલનાડુ સામે અને પુડુચેરીનો મુકાબલો રાજસ્થાન સામે થશે.
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

