Ryan ten Doeschate Resigns; Leaves India Coaching Staff for KKR Return
નવી દિલ્હી2 કલાક પેહલા
- કૉપી લિંક
ભારતીય ક્રિકેટ ટીમના આસિસ્ટન્ટ કોચ રાયન ટેન ડોશેટે રાજીનામું આપી દીધું છે. તેમણે ઇંગ્લેન્ડ પ્રવાસ દરમિયાન જ BCCIને પોતાના નિર્ણયની જાણકારી આપી દીધી હતી.
ESPN અનુસાર, હવે ટેન ડોશેટ IPL ફ્રેન્ચાઇઝી કોલકાતા નાઇટ રાઇડર્સ (KKR)ના કોચિંગ સ્ટાફ સાથે ફરી જોડાશે.
ઇંગ્લેન્ડ સિરીઝમાં ભારતીય ટીમ T20 અને વનડે સિરીઝ હારી ગઈ હતી. આ પહેલા ટીમને આયર્લેન્ડે પહેલીવાર 2-0થી હરાવી હતી.
ગૌતમ ગંભીર સાથે ટીમ ઈન્ડિયામાં આવ્યા હતા
નેધરલેન્ડના પૂર્વ કેપ્ટન ટેન ડોશેટ 2024 T20 વર્લ્ડ કપ પછી ગૌતમ ગંભીરના હેડ કોચ બનવા પર સપોર્ટ સ્ટાફમાં સામેલ થયા હતા. ગંભીરે જ તેમને આસિસ્ટન્ટ કોચ તરીકે પસંદ કર્યા હતા. ટીમમાં તેઓ બેટિંગ અને ફિલ્ડિંગ, બંને વિભાગોમાં જવાબદારી નિભાવી રહ્યા હતા.

હેડ કોચ ગૌતમ ગંભીર સાથે ટેન ડોશેટ.
ભારત સાથે બે ICC ખિતાબ જીત્યા
ટેન ડોશેટના કાર્યકાળમાં ભારતે 2025 એશિયા કપ અને 2026 T20 વર્લ્ડ કપ જીત્યો. જોકે ટેસ્ટ ક્રિકેટમાં ટીમનું પ્રદર્શન નિરાશાજનક રહ્યું. ભારત ઓસ્ટ્રેલિયામાં બોર્ડર-ગાવસ્કર ટ્રોફી હારી ગયું, જ્યારે ઘરઆંગણે ન્યૂઝીલેન્ડ (3-0) અને સાઉથ આફ્રિકા (2-0) સામે ટેસ્ટ સિરીઝ ગુમાવી.

T20 વર્લ્ડ કપ ટ્રોફી સાથે કોચિંગ સ્ટાફ.
KKR સાથે જૂનો સંબંધ રહ્યો છે
ટેન ડોશેટનો KKR સાથે લાંબો સંબંધ રહ્યો છે. ખેલાડી તરીકે તેમણે 2012 અને 2014માં ટીમને IPL ખિતાબ જીતાડવામાં યોગદાન આપ્યું. ત્યારબાદ 2022માં તેઓ ફ્રેન્ચાઇઝીના ફિલ્ડિંગ કોચ બન્યા અને 2024 સુધી કોચિંગ સ્ટાફનો ભાગ રહ્યા. હવે તેઓ ફરી એકવાર KKRમાં પરત ફરશે, જ્યાં તેમની જોડી અભિષેક નાયર સાથે ફરી બનશે.

ટેન ડોશચેટ કોલકાતા માટે 201થી 2015 સુધી રમ્યા હતા.
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.


