Sabarkantha : હિંમતનગરમાં મુખ્યમંત્રીના હસ્તે 20થી વધુ કોંગ્રેસી કાર્યકરોએ ધારણ કર્યો કેસરીયો

Last Updated: April 17, 2026By

સાબરકાંઠા જિલ્લામાં કોંગ્રેસમાં આંતરિક કલેહ અને નેતૃત્વના અભાવે કાર્યકરોનો મોહભંગ થઈ રહ્યો હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. હિંમતનગર નગરપાલિકાના વોર્ડ નંબર-1 માં કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. છેલ્લા કેટલાય વર્ષોથી કોંગ્રેસની વિચારધારા સાથે જોડાયેલા 20 થી વધુ સક્રિય કાર્યકરોએ પક્ષનો સાથ છોડી ભાજપમાં જોડાવાનો નિર્ણય લીધો છે.

મુખ્યમંત્રીના હસ્તે કેસરિયો

હિંમતનગર ખાતે આયોજિત એક કાર્યક્રમમાં રાજ્યના મુખ્યમંત્રીના હસ્તે આ તમામ કાર્યકરોએ વિધિવત રીતે કેસરીયો ખેસ ધારણ કરી ભાજપમાં પ્રવેશ કર્યો હતો. વર્ષો જૂના કાર્યકરો પક્ષ છોડીને જતા હિંમતનગર કોંગ્રેસમાં હડકંપ મચી ગયો છે. ભાજપમાં જોડાયેલા કાર્યકરોનું માનવું છે કે, વિકાસની રાજનીતિ અને વડાપ્રધાનના નેતૃત્વથી પ્રભાવિત થઈને તેઓએ આ કદમ ઉઠાવ્યું છે.

ચૂંટણી પૂર્વે કોંગ્રેસમાં ભંગાણ

નગરપાલિકાના વોર્ડ નંબર-1 માં આટલી મોટી સંખ્યામાં કાર્યકરોનું ભાજપમાં ભળવું એ આગામી સ્થાનિક ચૂંટણીઓ માટે કોંગ્રેસ માટે ચિંતાનો વિષય છે. હિંમતનગરમાં કોંગ્રેસનું સંગઠન વધુ નબળું પડતા હવે ભાજપ આ વિસ્તારમાં વધુ મજબૂત બની રહ્યું છે. પક્ષ પલટાની આ ઘટના બાદ સાબરકાંઠાના રાજકારણમાં ભારે ચર્ચાઓ જાગી છે.

આ પણ વાંચો—  

Leave A Comment