Sai Pallavi May Replace Deepika Padukone in Kalki 2898 AD Sequel

Last Updated: February 3, 2026By

14 કલાક પેહલા

  • કૉપી લિંક

ફિલ્મ ‘કલ્કિ 2898 AD’ની મોટી સફળતા પછી તેના સિક્વલને લઈને ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ફરી એકવાર જોરશોરથી ચર્ચા ચાલી રહી છે. મૂળ ફિલ્મમાં દીપિકા પાદુકોણે SUM-80 (સુમતિ) તરીકે મહત્વની ભૂમિકા ભજવી હતી અને ફિલ્મે વિશ્વભરમાં શાનદાર કમાણી કરી હતી. તેવામાં ફિલ્મના સિક્વલમાંથી દીપિકા પાદુકોણની હકાલપટ્ટી થઈ શકે તેવું ચર્ચાઈ રહ્યું છે.

'કલ્કિ 2898 AD' ફિલ્મમાં દીપિકાએ અમિતાભ બચ્ચન અને પ્રભાસ સાથે સ્ક્રીન શેર કરી હતી.

‘કલ્કિ 2898 AD’ ફિલ્મમાં દીપિકાએ અમિતાભ બચ્ચન અને પ્રભાસ સાથે સ્ક્રીન શેર કરી હતી.

સાઉથ સ્ટાર સાઇ પલ્લવી દીપિકાને રિપ્લેસ કરે તેવી શક્યતા

‘હિન્દુસ્તાન ટાઈમ્સ’ના સમાચાર મુજબ દીપિકા પાદુકોણ હવે સિક્વલનો ભાગ નહીં હોય. તેની જગ્યાએ સાઉથ સિનેમાની લોકપ્રિય એક્ટ્રેસ સાઈ પલ્લવીને આ રોલ માટે વિચારવામાં આવી રહી છે. જોકે, આ હજુ સુધી સત્તાવાર રીતે પુષ્ટિ થઈ નથી, પરંતુ મેકર્સના પ્રતિનિધિએ સંકેત આપ્યો છે કે ટીમની નજર સાઈ પલ્લવી પર છે.

સાઇ પલ્લવી આ વર્ષે દિવાળી પર રિલીઝ થનારી રણબીર કપૂરની ફિલ્મ 'રામાયણ'થી બોલિવૂડમાં ડેબ્યૂ કરશે.

સાઇ પલ્લવી આ વર્ષે દિવાળી પર રિલીઝ થનારી રણબીર કપૂરની ફિલ્મ ‘રામાયણ’થી બોલિવૂડમાં ડેબ્યૂ કરશે.

હજુ સુધી સાર્વજનિક નિવેદનમાં ક્યાંય એવું કહેવામાં આવ્યું નથી કે, સાઈ પલ્લવીએ ભૂમિકા સ્વીકારી લીધી છે, પરંતુ સૂત્રો જણાવે છે કે દીપિકાના સિક્વલમાંથી હટ્યા પછી નિર્માતાઓ આ ભૂમિકામાં સાઈ પલ્લવીને શ્રેષ્ઠ પસંદગી માની રહ્યા છે. મેકર્સે કહ્યું છે કે, કંઈપણ ફાઇનલ થયું નથી. તેઓ ટૂંક સમયમાં સત્તાવાર જાહેરાત કરશે.

‘કલ્કિ 2898 AD’માં દીપિકા પાદુકોણે SUM-80 (સુમતિ)ની ભૂમિકા ભજવી હતી.

‘કલ્કિ 2898 AD’માં દીપિકા પાદુકોણે SUM-80 (સુમતિ)ની ભૂમિકા ભજવી હતી.

‘કલ્કિ 2898 AD’માં SUM-80નું પાત્ર વાર્તામાં અત્યંત મહત્વપૂર્ણ હતું. પ્રથમ ફિલ્મના અંતે આ પાત્ર વાર્તાના આગલા ભાગ માટે ખૂબ મોટી ભૂમિકા છોડી ગયું હતું, તેથી તેના વિના સિક્વલને લઈને ચાહકોમાં ઘણી ઉત્સુકતા જળવાઈ રહી છે. સાઈ પલ્લવીની વિશાળ અભિનય શ્રેણી અને મજબૂત સ્ક્રીન પ્રેઝન્સને જોતાં, આ કાસ્ટિંગ ચર્ચા ફિલ્મ પ્રેમીઓ વચ્ચે ચર્ચાનો વિષય બની રહી છે.

દીપિકા પાદુકોણને સંદીપ રેડ્ડી વાંગાની ફિલ્મ 'સ્પિરિટ'માંથી પણ કાઢી મૂકવામાં આવી હતી.

દીપિકા પાદુકોણને સંદીપ રેડ્ડી વાંગાની ફિલ્મ ‘સ્પિરિટ’માંથી પણ કાઢી મૂકવામાં આવી હતી.

દીપિકાના સિક્વલમાંથી હટી જવાના કારણો અંગે અલગ-અલગ રિપોર્ટ્સ આવ્યા છે. કેટલાક મીડિયા રિપોર્ટ્સમાં કહેવામાં આવ્યું છે કે, તેની ભૂમિકા ઓછી થવાને કારણે અથવા રચનાત્મક મતભેદને કારણે તેણે પોતે આ પ્રોજેક્ટથી અંતર રાખ્યું. જોકે, આનાથી સંબંધિત ઘણા પાસાઓ હજુ સુધી સત્તાવાર રીતે સ્પષ્ટ કરવામાં આવ્યા નથી.

હાલમાં ‘કલ્કિ 2898 AD’નો બીજો ભાગ તૈયારીઓના અંતિમ તબક્કામાં છે અને જ્યાં સુધી ટીમ તરફથી કાસ્ટિંગ અંગે સત્તાવાર નિવેદન ન આવે ત્યાં સુધી આવી ચર્ચાઓ ચાલુ રહેશે.