Saif Kareena Kapoor Khan Visit Surat Airport for ISPL Match
ડાયમંડ સિટી તરીકે ઓળખાતા સુરતમાં આજે બોલિવૂડના ‘નવાબ’ સૈફ અલી ખાન અને ‘બેબો’ કરીના કપૂર ખાનના આગમનથી ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. મુંબઈથી પોતાના પરિવાર સાથે ખાસ સુરત પહોંચેલા આ સ્ટાર કપલનું સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.
.
દીકરા જેહ અને તૈમુર સાથે કરીના.

ગ્રાઉન્ડમાં પતિ સૈફ સાથે કરીના.
એરપોર્ટ પર મોટી સંખ્યામાં ચાહકોની ભીડ સૈફ અને કરીના જેવા દિગ્ગજ કલાકારો સુરત આવી રહ્યા હોવાની જાણ થતા જ એરપોર્ટ પર મોટી સંખ્યામાં ચાહકો ઉમટી પડ્યા હતા. ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત વચ્ચે આ સ્ટાર પરિવાર એરપોર્ટથી સીધો જ કાર્યક્રમ સ્થળ તરફ રવાના થયો હતો.

મોહમ્મદ કૈફ અને કરીના.
ટીમ ‘કોલકતા ટાઈગર’ ને સપોર્ટ કરવા પરિવાર સાથે હાજરી આપી સુરતના જાણીતા લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમ ખાતે આજે ઈન્ડિયન સ્ટ્રીટ પ્રીમિયર લીગ (ISPL) અંતર્ગત એક રોમાંચક મેચનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મેચ કોલકતા ટાઈગર્સ વિરુદ્ધ અમદાવાદ વચ્ચે રમાઈ રહી હતી. સૈફ અલી ખાન અને કરીના કપૂર તેમની ટીમ ‘કોલકતા ટાઈગર’ ને પ્રોત્સાહન આપવા માટે ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ મેચ દરમિયાન સૈફ અને કરીના સ્ટેન્ડમાં બેસીને મેચનો આનંદ માણતા અને ટીમનો ઉત્સાહ વધારતા જોવા મળ્યા હતા. તેમની સાથે તેમનો પરિવાર પણ હાજર રહ્યો હતો, જેણે પ્રેક્ષકોમાં ભારે આકર્ષણ જગાવ્યું હતું.

કરીનાની એક એક અદાઓ આકર્ષણનું કેન્દ્ર બની હતી.
સ્ટાર કપલની હાજરીથી ચાહકોનો જોશ બમણો થઈ ગયો સુરતમાં રમાઈ રહેલી ISPL મેચોને કારણે શહેરના રમતગમતના વાતાવરણમાં બોલિવૂડનો ગ્લેમર ઉમેરાયો છે. સૈફ-કરીનાની હાજરીથી સ્ટેડિયમમાં બેઠેલા હજારો ચાહકોનો જોશ બમણો થઈ ગયો હતો. મેચ દરમિયાન જ્યારે પણ કોલકતાની ટીમ ચોગ્ગા-છગ્ગા ફટકારતી ત્યારે આ સ્ટાર કપલ પણ ઉભા થઈને ટીમને ચીયર કરતું નજરે પડ્યું હતું. સુરત હવે માત્ર વેપાર માટે જ નહીં પરંતુ, આવા મોટા સ્પોર્ટ્સ અને બોલિવૂડ ઇવેન્ટ્સ માટે પણ મહત્વનું કેન્દ્ર બની રહ્યું છે.

સંતાનો સાથે એરપોર્ટ પર આવેલા સૈફ અને કરીના.

એરપોર્ટ પર ફેન્સે જોવા માટે પડાપડી કરી હતી.
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

