Salim Khan Brain Hemorrhage Update; Doctors Say Improving

Last Updated: February 18, 2026By

3 મિનિટ પેહલા

  • કૉપી લિંક

સલમાન ખાનના પિતા અને દિગ્ગજ સ્ક્રિપ્ટ રાઇટર સલીમ ખાન મુંબઈની લીલાવતી હોસ્પિટલમાં દાખલ છે. તેમને બ્રેઈન હેમરેજ થયું છે, જેના પછી બુધવારે તેમની એક નાની સર્જિકલ પ્રોસિજર કરવામાં આવી હતી. લીલાવતી હોસ્પિટલના ડોક્ટર જલીલ પાર્કરે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું કે સલીમ ખાનની ડિજિટલ સબસ્ટ્રેક્શન એન્જીયોગ્રાફી (DSA) કરવામાં આવી હતી. આ કોઈ બ્રેઈન સર્જરી નથી.

DSA એક હાઈક્વોલિટીનો એક્સ-રે હોય છે. આમાં શરીરની નસોમાં થયેલા બ્લોકેજને વધુ સ્પષ્ટ રીતે જોઈ શકાય છે. આને સેરેબ્રલ એન્જીયોગ્રાફી પણ કહેવાય છે.

થોડા સમય સુધી ડોકટરોની દેખરેખ હેઠળ રહેશે સલીમ ખાન

ડોક્ટર પાર્કરના મતે, હાલમાં સલીમ ખાનને ડિસ્ચાર્જ કરવામાં આવશે નહીં. તેમને થોડા દિવસો સુધી ડોકટરોની દેખરેખ હેઠળ રાખવામાં આવશે. તેમની હાલત સ્થિર છે અને તેઓ રિકવરી કરી રહ્યા છે. જો બધું બરાબર રહ્યું તો તેમને આજે વેન્ટિલેટર સપોર્ટ પરથી હટાવાશે, પરંતુ ડિસ્ચાર્જ અંગે હજુ કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી.

ડો. જલીલ પાર્કર મુંબઈમાં એક જાણીતા પલ્મોનોલોજિસ્ટ, એટલે કે શ્વાસની બીમારીના સ્પેશિયાલિસ્ટ છે, જે લીલાવતી હોસ્પિટલ અને રિસર્ચ સેન્ટર સાથે સંકળાયેલા છે.

ડો. જલીલ પાર્કર મુંબઈમાં એક જાણીતા પલ્મોનોલોજિસ્ટ, એટલે કે શ્વાસની બીમારીના સ્પેશિયાલિસ્ટ છે, જે લીલાવતી હોસ્પિટલ અને રિસર્ચ સેન્ટર સાથે સંકળાયેલા છે.

હોસ્પિટલ પહોંચેલા પરિવારના સભ્યો, જુઓ તસવીરો

લીલાવતી હોસ્પિટલમાંથી નીકળતા સલમાન ખાન.

લીલાવતી હોસ્પિટલમાંથી નીકળતા સલમાન ખાન.

મંગળવારે મોડી રાત સુધી સલમાન ખાન હોસ્પિટલમાં જ રહ્યો.

મંગળવારે મોડી રાત સુધી સલમાન ખાન હોસ્પિટલમાં જ રહ્યો.

અર્પિતા પોતે ડ્રાઇવ કરીને પિતાને મળવા હોસ્પિટલ પહોંચી.

અર્પિતા પોતે ડ્રાઇવ કરીને પિતાને મળવા હોસ્પિટલ પહોંચી.

પુત્રી અલવીરા ખાન દોડતી હોસ્પિટલમાં જતી જોવા મળી.

પુત્રી અલવીરા ખાન દોડતી હોસ્પિટલમાં જતી જોવા મળી.

સલમાન ખાનની માતા અને સલીમ ખાનની પત્ની સલમા ખાન પણ હોસ્પિટલ પહોંચ્યા.

સલમાન ખાનની માતા અને સલીમ ખાનની પત્ની સલમા ખાન પણ હોસ્પિટલ પહોંચ્યા.

સલીમ ખાનની પુત્રી અર્પિતાના પતિ અભિનેતા આયુષ શર્મા પણ હોસ્પિટલ પહોંચ્યો.

સલીમ ખાનની પુત્રી અર્પિતાના પતિ અભિનેતા આયુષ શર્મા પણ હોસ્પિટલ પહોંચ્યો.

મંગળવારે અલવીરા અને અતુલ અગ્નિહોત્રીના પુત્ર અયાન પણ હોસ્પિટલ પહોંચ્યો.

મંગળવારે અલવીરા અને અતુલ અગ્નિહોત્રીના પુત્ર અયાન પણ હોસ્પિટલ પહોંચ્યો.

અલવીરા અને અતુલની દીકરી અલીઝેહ પણ હોસ્પિટલ પહોંચી.

અલવીરા અને અતુલની દીકરી અલીઝેહ પણ હોસ્પિટલ પહોંચી.

સલીમ ખાનના પૌત્રો અરહાન અને નિર્વાણ હોસ્પિટલ જતા જોવા મળ્યા.

સલીમ ખાનના પૌત્રો અરહાન અને નિર્વાણ હોસ્પિટલ જતા જોવા મળ્યા.

બાબા સિદ્દીકીના દીકરા ઝીશાન સિદ્દીકી બુધવારે સવારે હોસ્પિટલ પહોંચ્યા.

બાબા સિદ્દીકીના દીકરા ઝીશાન સિદ્દીકી બુધવારે સવારે હોસ્પિટલ પહોંચ્યા.

સલીમ ખાન સાથે ઘણી ફિલ્મો લખનાર જાવેદ અખ્તર બુધવારે પણ તેમનો હાલચાલ પૂછવા હોસ્પિટલ પહોંચ્યા.

સલીમ ખાન સાથે ઘણી ફિલ્મો લખનાર જાવેદ અખ્તર બુધવારે પણ તેમનો હાલચાલ પૂછવા હોસ્પિટલ પહોંચ્યા.

સંજય દત્ત હોસ્પિટલમાંથી બહાર નીકળતી વખતે ગંભીર દેખાયા.

સંજય દત્ત હોસ્પિટલમાંથી બહાર નીકળતી વખતે ગંભીર દેખાયા.

સલીમ ખાનના જમાઈ અતુલ અગ્નિહોત્રી પણ હોસ્પિટલ પહોંચ્યા.

સલીમ ખાનના જમાઈ અતુલ અગ્નિહોત્રી પણ હોસ્પિટલ પહોંચ્યા.

એરપોર્ટ પર સ્પોટ થયા અરબાઝ

મંગળવારે અરબાઝ ખાન તેની પત્ની શૂરા સાથે પિતાને મળવા હોસ્પિટલ પહોંચ્યો હતો. જ્યારે, બુધવારે સવારે તેને મુંબઈ એરપોર્ટ પર સ્પોટ કરવામાં આવ્યો હતો.

મંગળવારે સવારે ઇમર્જન્સીમાં લાવવામાં આવ્યા હતા

હોસ્પિટલ પ્રશાસને જણાવ્યું હતું કે સલીમ ખાનને મંગળવારે સવારે 8:30 વાગ્યે ઇમર્જન્સીમાં લાવવામાં આવ્યા હતા. તેમની સારવાર માટે ડોકટરોની એક ટીમ બનાવવામાં આવી છે. તેમાં ન્યુરોલોજિસ્ટ ડો. વિનય ચવ્હાણ, કાર્ડિયોલોજિસ્ટ ડો. અજિત મેનન, ન્યુરોસર્જન ડો. નીતિન ડાંગે અને ડો. બિનિત અહલુવાલિયાનો સમાવેશ થાય છે.

1960ના દાયકામાં થઈ હતી કરિયરની શરૂઆત

સલીમ ખાનનો જન્મ 24 નવેમ્બર, 1935ના રોજ થયો હતો અને તેઓ હાલ 90 વર્ષના છે. તેમને હિન્દી સિનેમાના સૌથી પ્રખ્યાત પટકથા લેખકોમાંના એક ગણવામાં આવે છે.

સલીમ ખાને તેમની કારકિર્દીની શરૂઆત એક્ટર તરીકે કરી હતી. તેમણે 1960ના દાયકામાં ફિલ્મ ‘બારાત’થી શરૂઆત કરી, પરંતુ તેમને મર્યાદિત અને નાની ભૂમિકાઓ મળી હતી. લગભગ બે ડઝન ફિલ્મોમાં કામ કર્યા પછી તેમને સમજાયું કે એક્ટિંગ તેમની સાચી શક્તિ નથી. ત્યાર બાદ તેઓ લેખન તરફ વળ્યા અને પટકથા લેખનમાં પ્રવેશ કર્યો.

અભિનયના શરૂઆતના દિવસોમાં સલીમ ખાન 'પ્રિન્સ સલીમ' નામનો ઉપયોગ કરતા હતા.

અભિનયના શરૂઆતના દિવસોમાં સલીમ ખાન ‘પ્રિન્સ સલીમ’ નામનો ઉપયોગ કરતા હતા.

‘સલીમ-જાવેદ’ની જોડી પ્રખ્યાત થઈ

સલીમ ખાન અને જાવેદ અખ્તરની જોડી ‘સલીમ-જાવેદ’ના નામથી જાણીતી રહી છે. બંનેએ મળીને હિન્દી સિનેમાને ઘણી સુપરહિટ અને યાદગાર ફિલ્મો આપી, જેમ કે ઝંઝીર, દીવાર, શોલે, ડોન અને સીતા ઔર ગીતા. આ ફિલ્મોની દમદાર વાર્તાઓ અને ડાયલોગ લોકોના દિલમાં વસી ગયા.

તેમણે લખેલી સ્ક્રિપ્ટે ફિલ્મોનો અંદાજ બદલી નાખ્યો. તેમણે મજબૂત પાત્રો, ડાયલોગ અને સામાજિક મુદ્દાઓને વાર્તાનો ભાગ બનાવ્યા. સલીમ-જાવેદની સફળતાથી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં લેખકોને નવી ઓળખ અને સન્માન મળ્યું અને તેમને પણ સ્ટાર્સની જેમ મહત્વ મળવા લાગ્યું.

સલીમ-જાવેદ ભારતીય સિનેમાના પ્રથમ લેખક માનવામાં આવે છે, જેમને ‘સ્ટાર સ્ટેટસ’ મળ્યું. તેમણે અમિતાભ બચ્ચનની ‘એંગ્રી યંગ મેન’ ઇમેજ સ્થાપિત કરવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી.

સલીમ ખાન અને સલમાનાં લગ્ન 1964માં થયાં હતાં

સલમાનના પિતા અને સ્ક્રિપ્ટ રાઈટર સલીમ ખાને 1964માં સુશીલા ચરક સાથે લગ્ન કર્યા હતા. સુશીલાનો જન્મ એક મરાઠી હિન્દુ પરિવારમાં થયો હતો. સલીમ ખાન સાથે લગ્ન કરવા માટે તેણે ઇસ્લામ ધર્મ અપનાવ્યો અને પોતાનું નામ બદલીને સલમા રાખ્યું. સલીમના બીજા લગ્ન એક્ટ્રેસ હેલન સાથે થયા હતા, જે એક ખ્રિસ્તી છે. ફક્ત સલમાનના પિતા જ નહીં, તેનાં ભાઈ-બહેનો પણ અલગ-અલગ ધર્મોમાં લગ્ન કરેલાં છે. તેમને ચાર બાળકો છે: સલમાન ખાન, અરબાઝ ખાન, સોહેલ ખાન અને અલવીરા ખાન. બાદમાં 1981માં સલીમ ખાને એક્ટ્રેસ હેલન રિચાર્ડસન સાથે લગ્ન કર્યા. થોડાં વર્ષો પછી સલીમ ખાન અને હેલેને અર્પિતાને દત્તક લીધી.

પરિવાર સાથે સલીમ ખાનની જૂની તસવીર.

પરિવાર સાથે સલીમ ખાનની જૂની તસવીર.

તેમનો મોટો દીકરો સલમાન ખાન હિન્દી સિનેમાના ટોચના એક્ટરોમાંનો એક ગણવામાં આવે છે, જ્યારે અરબાઝ અને સોહેલ પણ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એક્ટિવ છે. તેમની દીકરીઓમાં અલવીરાએ અતુલ અગ્નિહોત્રી સાથે લગ્ન કર્યા અને અર્પિતાએ આયુષ શર્મા સાથે લગ્ન કર્યા છે.