Salim Khan on Ventilator; Mumbai Health Bulletin Today

Last Updated: February 18, 2026By

2 કલાક પેહલા

  • કૉપી લિંક

મંગળવારે સવારે તબિયત બગડતાં સ્ક્રીનપ્લે રાઈટર સલીમ ખાનને લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમને હેમરેજ થતાં હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ મુજબ, “તેમની હાલત સ્થિર છે.”

ડૉ. જલીલ પારકરે સલીમ ખાનના સ્વાસ્થ્ય અંગે અપડેટ આપ્યું-

1. કોઈ સર્જરી નથી કરવામાં આવી.

2. જ્યારે તેમને હોસ્પિટલમાં લાવવામાં આવ્યા ત્યારે તેમનું બ્લડ પ્રેશર ખૂબ જ ઊંચું હતું જે હવે કંટ્રોલમાં છે.

3. તેમને મિનિમલ બ્રેન હેમરેજ હતું, જેના માટે એક પ્રક્રિયા કરવામાં આવી હતી અને તેઓ હાલમાં સ્વસ્થ થઈ રહ્યા છે.

4. જો બધું બરાબર રહેશે, તો કાલે વેન્ટિલેટર હટાવવામાં આવશે.

5. કોઈ સર્જરી કરવામાં આવી ન હતી અને તે DSA (ડિજિટલ સબસ્ટ્રેક્શન એન્જીયોગ્રાફી) નામની એક નાની પ્રક્રિયા હતી.

6. તેઓ સ્થિર છે અને હાલ સ્વસ્થ છે.

7. હાલ ડિસ્ચાર્જ અંગે કોઈ ખ્યાલ નથી, જરૂર પડે તેમ તેના પર નિર્ણય લઈશું.

લીલાવતી હોસ્પિટલના ડૉ. જલીલ પાર્કરે મીડિયાને જણાવ્યું હતું કે-

QuoteImage

સલીમ ખાનની ડિજિટલ સબટ્રેક્શન એન્જીયોગ્રાફી (DSA) થઈ હતી. આ મગજની સર્જરી નથી. DSA એ હાઈ-ક્વોલિટી એક્સ-રે છે, જે શરીરની નસોના બ્લોકેજને વધુ સ્પષ્ટ રીતે જોવે છે. તેને સેરેબ્રલ એન્જીયોગ્રાફી પણ કહેવામાં આવે છે.

QuoteImage

હોસ્પિટલ પહોંચ્યા પરિવારના સભ્યો, જુઓ તસવીરો

ભારે સુરક્ષા વચ્ચે સલમાન ખાન પિતાને મળવા હોસ્પિટલ પહોંચ્યા.

ભારે સુરક્ષા વચ્ચે સલમાન ખાન પિતાને મળવા હોસ્પિટલ પહોંચ્યા.

મંગળવારે મોડીરાત્રે સલમાન ખાન હોસ્પિટલમાંથી નીકળ્યા.

મંગળવારે મોડીરાત્રે સલમાન ખાન હોસ્પિટલમાંથી નીકળ્યા.

સ્વર્ગસ્થ NCP નેતા બાબા સિદ્દીકીના દીકરા ઝીશાન સિદ્દીકી લીલાવતી હોસ્પિટલમાં પહોંચ્યા.

સ્વર્ગસ્થ NCP નેતા બાબા સિદ્દીકીના દીકરા ઝીશાન સિદ્દીકી લીલાવતી હોસ્પિટલમાં પહોંચ્યા.

તેમના સાથી જાવેદ અખ્તર આજે સવારે લગભગ 10:30 વાગ્યે લીલાવતી હોસ્પિટલ પહોંચ્યા.

તેમના સાથી જાવેદ અખ્તર આજે સવારે લગભગ 10:30 વાગ્યે લીલાવતી હોસ્પિટલ પહોંચ્યા.

સલીમ ખાનનો દીકરો અરબાઝ ખાન બુધવારે સવારે લગભગ 9:30 વાગ્યે લીલાવતી હોસ્પિટલ પહોંચ્યો.

સલીમ ખાનનો દીકરો અરબાઝ ખાન બુધવારે સવારે લગભગ 9:30 વાગ્યે લીલાવતી હોસ્પિટલ પહોંચ્યો.

અર્પિતા પોતે ડ્રાઇવ કરીને હોસ્પિટલમાંથી નીકળી.

અર્પિતા પોતે ડ્રાઇવ કરીને હોસ્પિટલમાંથી નીકળી.

દીકરી અલવીરા ખાન દોડતા હોસ્પિટલ પહોંચી.

દીકરી અલવીરા ખાન દોડતા હોસ્પિટલ પહોંચી.

સલમાન ખાનની માતા અને સલીમ ખાનની પત્ની સલમા ખાન હોસ્પિટલ પહોંચ્યાં.

સલમાન ખાનની માતા અને સલીમ ખાનની પત્ની સલમા ખાન હોસ્પિટલ પહોંચ્યાં.

સલીમ ખાનના જમાઈ અતુલ અગ્નિહોત્રી પણ હોસ્પિટલ પહોંચ્યા.

સલીમ ખાનના જમાઈ અતુલ અગ્નિહોત્રી પણ હોસ્પિટલ પહોંચ્યા.

સલીમ ખાનની દીકરી અર્પિતાના પતિ અને એક્ટર આયુષ શર્મા પણ હોસ્પિટલ પહોંચ્યા.

સલીમ ખાનની દીકરી અર્પિતાના પતિ અને એક્ટર આયુષ શર્મા પણ હોસ્પિટલ પહોંચ્યા.

અલવીરા અને અતુલના પુત્ર અયાન પણ હોસ્પિટલ પહોંચ્યા.

અલવીરા અને અતુલના પુત્ર અયાન પણ હોસ્પિટલ પહોંચ્યા.

અલવીરા અને અતુલની પુત્રી અલીઝેહ પણ હોસ્પિટલ પહોંચી.

અલવીરા અને અતુલની પુત્રી અલીઝેહ પણ હોસ્પિટલ પહોંચી.

સલીમ ખાનના પૌત્રો અરહાન અને નિર્વાણ હોસ્પિટલ જતા જોવા મળ્યા.

સલીમ ખાનના પૌત્રો અરહાન અને નિર્વાણ હોસ્પિટલ જતા જોવા મળ્યા.

સલીમ ખાન સાથે ઘણી ફિલ્મો લખનાર જાવેદ અખ્તર તેમનો હાલચાલ પૂછવા હોસ્પિટલ પહોંચ્યા.

સલીમ ખાન સાથે ઘણી ફિલ્મો લખનાર જાવેદ અખ્તર તેમનો હાલચાલ પૂછવા હોસ્પિટલ પહોંચ્યા.

સંજય દત્ત હોસ્પિટલમાંથી બહાર નીકળતી વખતે ગંભીર દેખાયા.

સંજય દત્ત હોસ્પિટલમાંથી બહાર નીકળતી વખતે ગંભીર દેખાયા.

સલીમ ખાનની તબિયત બગડ્યા બાદ મંગળવારે સલમાન ખાન શૂટિંગ છોડીને હોસ્પિટલ પહોંચ્યા. એ જ સમયે સંજય દત્ત અને જાવેદ અખ્તર પણ હોસ્પિટલ પહોંચ્યા.

મંગળવારે સવારે ઇમર્જન્સીમાં લાવવામાં આવ્યા હતા

હોસ્પિટલ પ્રશાસને જણાવ્યું હતું કે સલીમ ખાનને મંગળવારે સવારે 8:30 વાગ્યે ઇમર્જન્સીમાં લાવવામાં આવ્યા હતા. તેમની સારવાર માટે ડોકટરોની એક ટીમ બનાવવામાં આવી છે. તેમાં ન્યુરોલોજિસ્ટ ડો. વિનય ચવ્હાણ, કાર્ડિયોલોજિસ્ટ ડો. અજિત મેનન, ન્યુરોસર્જન ડો. નીતિન ડાંગે અને ડો. બિનિત અહલુવાલિયાનો સમાવેશ થાય છે.

1960ના દાયકામાં થઈ હતી કરિયરની શરૂઆત

સલીમ ખાનનો જન્મ 24 નવેમ્બર, 1935ના રોજ થયો હતો અને તેઓ હાલ 90 વર્ષના છે. તેમને હિન્દી સિનેમાના સૌથી પ્રખ્યાત પટકથા લેખકોમાંના એક ગણવામાં આવે છે.

સલીમ ખાને તેમની કારકિર્દીની શરૂઆત એક્ટર તરીકે કરી હતી. તેમણે 1960ના દાયકામાં ફિલ્મ ‘બારાત’થી શરૂઆત કરી, પરંતુ તેમને મર્યાદિત અને નાની ભૂમિકાઓ મળી હતી. લગભગ બે ડઝન ફિલ્મોમાં કામ કર્યા પછી તેમને સમજાયું કે એક્ટિંગ તેમની સાચી શક્તિ નથી. ત્યાર બાદ તેઓ લેખન તરફ વળ્યા અને પટકથા લેખનમાં પ્રવેશ કર્યો.

અભિનયના શરૂઆતના દિવસોમાં સલીમ ખાન 'પ્રિન્સ સલીમ' નામનો ઉપયોગ કરતા હતા.

અભિનયના શરૂઆતના દિવસોમાં સલીમ ખાન ‘પ્રિન્સ સલીમ’ નામનો ઉપયોગ કરતા હતા.

‘સલીમ-જાવેદ’ની જોડી પ્રખ્યાત થઈ

સલીમ ખાન અને જાવેદ અખ્તરની જોડી ‘સલીમ-જાવેદ’ના નામથી જાણીતી રહી છે. બંનેએ મળીને હિન્દી સિનેમાને ઘણી સુપરહિટ અને યાદગાર ફિલ્મો આપી, જેમ કે ઝંઝીર, દીવાર, શોલે, ડોન અને સીતા ઔર ગીતા. આ ફિલ્મોની દમદાર વાર્તાઓ અને ડાયલોગ લોકોના દિલમાં વસી ગયા.

તેમણે લખેલી સ્ક્રિપ્ટે ફિલ્મોનો અંદાજ બદલી નાખ્યો. તેમણે મજબૂત પાત્રો, ડાયલોગ અને સામાજિક મુદ્દાઓને વાર્તાનો ભાગ બનાવ્યા. સલીમ-જાવેદની સફળતાથી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં લેખકોને નવી ઓળખ અને સન્માન મળ્યું અને તેમને પણ સ્ટાર્સની જેમ મહત્વ મળવા લાગ્યું.

સલીમ-જાવેદ ભારતીય સિનેમાના પ્રથમ લેખક માનવામાં આવે છે, જેમને ‘સ્ટાર સ્ટેટસ’ મળ્યું. તેમણે અમિતાભ બચ્ચનની ‘એંગ્રી યંગ મેન’ ઇમેજ સ્થાપિત કરવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી.

સલીમ ખાન અને સલમાનાં લગ્ન 1964માં થયાં હતાં

સલમાનના પિતા અને સ્ક્રિપ્ટ રાઈટર સલીમ ખાને 1964માં સુશીલા ચરક સાથે લગ્ન કર્યા હતા. સુશીલાનો જન્મ એક મરાઠી હિન્દુ પરિવારમાં થયો હતો. સલીમ ખાન સાથે લગ્ન કરવા માટે તેણે ઇસ્લામ ધર્મ અપનાવ્યો અને પોતાનું નામ બદલીને સલમા રાખ્યું. સલીમના બીજા લગ્ન એક્ટ્રેસ હેલન સાથે થયા હતા, જે એક ખ્રિસ્તી છે. ફક્ત સલમાનના પિતા જ નહીં, તેનાં ભાઈ-બહેનો પણ અલગ-અલગ ધર્મોમાં લગ્ન કરેલાં છે. તેમને ચાર બાળકો છે: સલમાન ખાન, અરબાઝ ખાન, સોહેલ ખાન અને અલવીરા ખાન. બાદમાં 1981માં સલીમ ખાને એક્ટ્રેસ હેલન રિચાર્ડસન સાથે લગ્ન કર્યા. થોડાં વર્ષો પછી સલીમ ખાન અને હેલેને અર્પિતાને દત્તક લીધી.

પરિવાર સાથે સલીમ ખાનની જૂની તસવીર.

પરિવાર સાથે સલીમ ખાનની જૂની તસવીર.

તેમનો મોટો દીકરો સલમાન ખાન હિન્દી સિનેમાના ટોચના એક્ટરોમાંનો એક ગણવામાં આવે છે, જ્યારે અરબાઝ અને સોહેલ પણ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એક્ટિવ છે. તેમની દીકરીઓમાં અલવીરાએ અતુલ અગ્નિહોત્રી સાથે લગ્ન કર્યા અને અર્પિતાએ આયુષ શર્મા સાથે લગ્ન કર્યા છે.