Salman Khan and Nayanthara Start Shooting for SVC63 in Mumbai; Action-Thriller Directed by Vamsi Paidipally
- Gujarati News
- Entertainment
- Salman Khan And Nayanthara Start Shooting For SVC63 In Mumbai; Action Thriller Directed By Vamsi Paidipally
8 કલાક પેહલા
- કૉપી લિંક
બોલિવૂડ એક્ટર સલમાન ખાન અને સાઉથ સ્ટાર નયનતારાની નવી ફિલ્મનું શૂટિંગ મુંબઈમાં સત્તાવાર રીતે શરૂ થઈ ગયું છે. આ પહેલીવાર છે જ્યારે આ બંને મોટા સિતારાઓ એકસાથે સ્ક્રીન શેર કરશે.
એક્શન થ્રિલર ફિલ્મનું શૂટિંગ શરૂ
સલમાન આ વખતે સાઉથના ફિલ્મમેકર વામશી પેડિપલ્લી અને પ્રોડ્યુસર દિલ રાજુ સાથે કામ કરી રહ્યો છે. આ ફિલ્મને અસ્થાયી નામ SVC63 આપવામાં આવ્યું છે. આ એક એક્શન થ્રિલર ફિલ્મ હશે.

સલમાન ખાન પહેલીવાર સાઉથ ફિલ્મમેકર વામશી પેડિપલ્લી અને દિલ રાજુ સાથે કામ કરી રહ્યો છે.
એક્શન અને ઇમોશનનું કોમ્બિનેશન
ફિલ્મનું ડિરેક્શન વામશી પેડિપલ્લી કરી રહ્યા છે. વામશી મોટા પાયે ફિલ્મો બનાવવાની સાથે-સાથે તેમાં મજબૂત ભાવનાત્મક વાર્તા ગૂંથવા માટે જાણીતા છે. આ ફિલ્મ દ્વારા તેઓ સલમાન અને નયનતારાની પોતાની-પોતાની વિશેષતાઓને એક મોટા વિઝન સાથે જોડવાનો પ્રયાસ કરશે.
ફિલ્મમાં હાઈ-લેવલ એક્શનની સાથે-સાથે પાત્રો વચ્ચેની ભાવનાત્મક યાત્રા પણ દર્શાવવામાં આવશે. સૂત્રોનું માનીએ તો ફિલ્મમાં હાઈ-ઓક્ટેન એક્શન સિક્વન્સ હશે, જે દર્શકોને એક નવો અનુભવ આપશે. ફિલ્મની વિઝ્યુઅલ ક્વોલિટી અને વાર્તાને નેશનલ લેવલના પ્રેક્ષકોને ધ્યાનમાં રાખીને ડિઝાઇન કરવામાં આવી છે.

સલમાન ખાન અને નયનતારા પહેલીવખત ફિલ્મમાં સાથે કામ કરશે. અગાઉ નયનતારાએ શાહરુખ ખાન સાથે ‘જવાન’ ફિલ્મમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી.
સલમાન ખાનની SVC63 ફિલ્મ શું છે?
SVC63 મોટા બજેટની એક્શન થ્રિલર છે, જેને મોટા પાયે બનાવવામાં આવી રહી છે. તેમાં હિન્દી અને દક્ષિણ ભારતીય ઇન્ડસ્ટ્રીના કલાકારો સામેલ હશે. જણાવવામાં આવ્યું છે કે, ‘આ ફિલ્મ સલમાન ખાનને પડદા પર એક એવા અવતારમાં રજૂ કરશે, જેવો તેના ચાહકોએ આ પહેલા ક્યારેય જોયો નહીં હોય.’
દિલ રાજુ કરી રહ્યા છે ગ્રાન્ડ પ્રોડક્શન
આ મેગા પ્રોજેક્ટનું નિર્માણ શ્રી વેંકટેશ્વર ક્રિએશન્સના બેનર હેઠળ દિલ રાજુ કરી રહ્યા છે. તેઓ ભારતીય ફિલ્મ ઇન્ડસ્ટ્રીના મોટા નિર્માતા છે અને 60થી વધુ ફિલ્મો બનાવી ચૂક્યા છે.

નિર્માતા દિલ રાજુ.
તેમને ‘મહર્ષિ’ અને ‘શતમાનમ ભવતિ’ માટે નેશનલ એવોર્ડ મળી ચૂક્યો છે. વામશી પેડિપલ્લી અને દિલ રાજુની જોડી અગાઉ 5 ફિલ્મોમાં સાથે કામ કરી ચૂકી છે અને તેમનો ટ્રેક રેકોર્ડ બોક્સ ઓફિસ પર મજબૂત રહ્યો છે.
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.


