Salman Khans Next Movie SVC63 Muhurat Glimpse | Nayanthara Seen

Last Updated: April 24, 2026By

4 કલાક પેહલા

  • કૉપી લિંક

સલમાન ખાને શુક્રવારે તેની આગામી ફિલ્મ ‘SVC63’ના મુહૂર્તની કેટલીક ઝલક શેર કરી. સાથે જ જણાવ્યું કે, ‘ફિલ્મ ઈદ 2027’ પર રિલીઝ થશે. આ ફિલ્મનું ડિરેક્શન વામશી પેડિપલ્લી કરી રહ્યા છે.

સલમાન ખાને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો પોસ્ટ કર્યો, જેમાં તે અને સાઉથ સ્ટાર નયનતારા દેખાઈ રહ્યા છે. વીડિયોમાં એક ક્લેપબોર્ડ બતાવવામાં આવ્યું છે, જેના પર મુહૂર્ત લખેલું છે.

ફિલ્મની રિલીઝ અંગે ખુલાસો કર્યો

સલમાને કેપ્શનમાં લખ્યું કે, ‘થોડી દૂરની વિચારસરણી રાખવી જોઈએ, તેથી ઈદ 2027ની જાહેરાત કરવામાં આવી છે.’ તેણે એમ પણ કહ્યું કે, ‘બીજી ફિલ્મની જાણકારી પણ યોગ્ય સમયે આપવામાં આવશે’. તેણે ચાહકોને ધીરજ રાખવા જણાવ્યું.

સલમાન ખાને ફિલ્મની રિલીઝ અંગે ફોડ પાડ્યો.

સલમાન ખાને ફિલ્મની રિલીઝ અંગે ફોડ પાડ્યો.

આ ફિલ્મથી સલમાન પહેલીવાર ડિરેક્ટર વામશી પેડિપલ્લી અને પ્રોડ્યુસર દિલ રાજુ સાથે કામ કરી રહ્યો છે. આ ફિલ્મને અસ્થાયી રીતે ‘SVC63’ નામ આપવામાં આવ્યું છે. આ એક એક્શન થ્રિલર ફિલ્મ હશે.

જુઓ ‘SVC63’ના મુહૂર્તની ઝલક-

સલમાન ખાને હાઇ સિક્યોરિટી સાથે સેટ પર એન્ટ્રી મારી.

સલમાન ખાને હાઇ સિક્યોરિટી સાથે સેટ પર એન્ટ્રી મારી.

નયનતારા બ્લેક આઉટફિટ અને બ્લેક સનગ્લાસિસમાં એલિગન્ટ લુકમાં જોવા મળી હતી.

નયનતારા બ્લેક આઉટફિટ અને બ્લેક સનગ્લાસિસમાં એલિગન્ટ લુકમાં જોવા મળી હતી.

વામશી પેડિપલ્લી અને દિલ રાજુની જોડી છઠ્ઠી વખત સાથે કામ કરી રહી છે.

વામશી પેડિપલ્લી અને દિલ રાજુની જોડી છઠ્ઠી વખત સાથે કામ કરી રહી છે.

સલમાન વામશી પેડિપલ્લીને ગળે મળ્યો અને દિલ રાજુને પણ મળ્યો.

સલમાન વામશી પેડિપલ્લીને ગળે મળ્યો અને દિલ રાજુને પણ મળ્યો.

ફિલ્મ ‘SVC63’નું શૂટિંગ 18 એપ્રિલથી શરૂ થયું.

ફિલ્મ ‘SVC63’નું શૂટિંગ 18 એપ્રિલથી શરૂ થયું.

વામશીએ ફિલ્મ ‘મહર્ષિ’ માટે નેશનલ એવોર્ડ જીત્યો હતો

ફિલ્મના ડિરેક્ટર વામશી પેડિપલ્લી મોટા પાયે ફિલ્મો બનાવવા ઉપરાંત તેમાં મજબૂત ભાવનાત્મક વાર્તાઓ ગૂંથવા માટે જાણીતા છે.

વામશી આ પહેલા પ્રભાસ (મુન્ના), જુનિયર એનટીઆર (બૃંદાવનમ), મહેશ બાબુ (મહર્ષિ), રામ ચરણ (યેવડુ) અને વિજય (વારિસુ) જેવા સ્ટાર્સ સાથે કામ કરી ચૂક્યા છે.

આ ફિલ્મ શ્રી વેંકટેશ્વર ક્રિએશન્સના બેનર હેઠળ દિલ રાજુ દ્વારા નિર્મિત કરવામાં આવી રહી છે. વામશી પેડિપલ્લી અને દિલ રાજુની જોડીએ હવે 5 ફિલ્મો ‘મુન્ના’, ‘વૃંદાવનમ’, ‘યેવડુ’, ‘મહર્ષિ’ અને ‘વારિસુ’માં સાથે કામ કર્યું છે અને તેમનો ટ્રેક રેકોર્ડ બોક્સ ઓફિસ પર મજબૂત રહ્યો છે.

પ્રોડ્યુસર દિલ રાજુ 60થી વધુ ફિલ્મો બનાવી ચૂક્યા છે.

પ્રોડ્યુસર દિલ રાજુ 60થી વધુ ફિલ્મો બનાવી ચૂક્યા છે.