Sanjay Dutt Birthday: Boarding School, Drugs, Mumbai Jail & Untold Secrets

Last Updated: July 28, 2026By

3 કલાક પેહલા

  • કૉપી લિંક

વર્ષ હતું 1994. મુંબઈની ઠાણે સેન્ટ્રલ જેલની સૌથી કડક સુરક્ષાવાળી અંડા બેરેકમાં બંધ એક આરોપી રક્ષાબંધનના દિવસે પોતાની બહેનોની રાહ જોઈ રહ્યો હતો. લોખંડના સળિયા પાછળ બંને બહેનોએ તેના હાથ પર રાખડી બાંધી, પરંતુ એ ભાઈના ખિસ્સાં પૂરેપૂરાં ખાલી હતા. આપવા માટે ન તો કોઈ ભેટ હતી, કે ન તો પૈસા.

કેટલીક ક્ષણો સુધી તે ચૂપ રહ્યો. પછી જેલની કેન્ટીનમાંથી મળેલા બબ્બે રૂપિયાના ચા-નાસ્તાના કૂપન બહેનોના હાથમાં મૂકી દીધા અને બોલ્યો, ‘મારી પાસે હાલમાં બસ આ જ છે.’

આ એ જ વ્યક્તિ હતો, જેના નામે ક્યારેક સિનેમાઘરોની બહાર ભીડ ઉમટતી હતી, જેની ફિલ્મોના પોસ્ટરો શહેરોમાં છવાયેલા રહેતા હતા અને જે કરોડો લોકોનો સુપરસ્ટાર હતો. પરંતુ સમયે એવી પલટી મારી કે એ જ એક્ટર જેલની ચાર દીવાલોની અંદર પોતાની બહેનોને માત્ર બે રૂપિયાના કૂપન જ આપી શક્યો.

જી હા… આપણે વાત કરી રહ્યા છીએ બોલિવૂડના ‘સંજુ બાબા’ એટલે કે સંજય દત્તની. આજે તેના 67મા જન્મદિવસે જાણીએ તેના કેટલાક વણકહ્યા કિસ્સાઓ…

ઈન્દિરા ગાંધીની સલાહ પર બોર્ડિંગ સ્કૂલ મોકલવામાં આવ્યો

સંજય દત્તના જન્મ પછી દિગ્ગજ એક્ટર્સ સુનીલ દત્ત અને નરગિસે પોતાના દીકરાના નામ માટે ફિલ્મ પત્રિકા ‘શમા’ના વાચકો પાસેથી સૂચનો માંગ્યા હતા. જે બાદ દેશભરમાંથી લગભગ 15,000થી વધુ નામો આવ્યા હતા. ત્યારબાદ ‘સંજય’ નામ આગ્રાના રહેવાસી પુષ્પા અગ્રવાલે સૂચવ્યું હતું.

સંજય બાળપણથી જ પરિવારના સૌથી લાડકા હતા. માતા-પિતા, નાની અને સગા-સંબંધીઓ તેની દરેક ઈચ્છા પૂરી કરી દેતા હતા. આ જ કારણે તે ખૂબ જ જીદ્દી પણ બની રહ્યો હતો. સ્કૂલ હોય કે ઘર, દરેક જગ્યાએ તેને વિશેષ મહત્વ મળતું હતું. જોકે, સંજય માત્ર જીદ્દી જ નહોતો, તેનું દિલ પણ ખૂબ મોટું હતું. એકવાર દિલ્હીમાં એક લગ્ન દરમિયાન તેણે ઠંડીથી ધ્રૂજી રહેલા એક ગરીબ બાળકને પોતાનો સૂટ ઉતારીને આપી દીધો હતો.

પિતા સુનીલ દત્ત સાથે સંજય.

પિતા સુનીલ દત્ત સાથે સંજય.

પરંતુ તેની મસ્તીઓ પરિવારની ચિંતા પણ વધારી રહી હતી. પત્રકાર યાસિર ઉસ્માન દ્વારા સંજય દત્ત પર લખાયેલા પુસ્તક મુજબ, છ વર્ષની ઉંમરે તેણે પિતા સુનીલ દત્તને સિગારેટ પીતા જોયા અને પોતે પણ સિગારેટ પીવાની જીદ કરવા લાગ્યો.

સુનીલ દત્તને લાગ્યું કે, એકવાર સિગારેટ પીધા પછી દીકરાનો શોખ પૂરો થઈ જશે, પરંતુ સંજયે આખી સિગારેટ પી લીધી. થોડા વર્ષો પછી તે ઘરે આવેલા મહેમાનોની ફેંકેલી સિગારેટના ઓલવાયેલા ટુકડા (બટ) બગીચામાં સંતાઈને પીતો પણ પકડાયો હતો. જેના પર પિતાએ તેને માર માર્યો હતો.

તત્કાલીન વડાંપ્રધાન ઇન્દિરા ગાંધી સાથે દત્ત પરિવાર.

તત્કાલીન વડાંપ્રધાન ઇન્દિરા ગાંધી સાથે દત્ત પરિવાર.

આવા સંજોગોમાં સુનીલ દત્તને અહેસાસ થયો કે, જરૂરિયાત કરતાં વધુ લાડ-પ્યાર અને ફિલ્મી વાતાવરણની સંજય પર ખોટી અસર પડી રહી છે. ત્યારે જ એ નિર્ણય લેવાયો કે, સંજયને કોઈ બોર્ડિંગ સ્કૂલમાં મોકલી દેવામાં આવે. ત્યારબાદ પરિવારના નજીકના મિત્ર અને તત્કાલીન વડાંપ્રધાન ઈન્દિરા ગાંધીએ સલાહ આપી કે, સંજયને મિલિટ્રી શિસ્ત માટે હિમાચલ પ્રદેશના સનાવર સ્થિત લોરેન્સ સ્કૂલમાં મોકલવામાં આવે.

સંજય બૂટમાં હેરોઈન સંતાડીને ન્યૂયોર્ક ગયો હતો

1980માં સંજય દત્ત પોતાની પહેલી ફિલ્મ ‘રોકી’ના શૂટિંગમાં વ્યસ્ત હતો. આ દરમિયાન તેના માતા નરગિસની તબિયત લથડી અને તેમને મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં. નરગિસને પેન્ક્રિયાટિક કેન્સર (સ્વાદુપિંડનું કેન્સર) હતું અને તેમને સારવાર માટે ન્યૂયોર્કના મેમોરિયલ સ્લોન કેટરિંગ કેન્સર સેન્ટર લઈ જવાના હતા.

સુનીલ દત્તે ધ્રૂજતા અવાજે પોતાના ત્રણેય બાળકો સંજય, નમ્રતા અને પ્રિયાને જણાવ્યું કે, તેમના માતાને કેન્સર છે. આ પછી ‘રોકી’નું શૂટિંગ રોકી દેવામાં આવ્યું અને 21 ઓગસ્ટ 1980ના રોજ સુનીલ દત્ત નરગિસને લઈને અમેરિકા રવાના થઈ ગયા.

માતા અને બહેનો સાથે સંજય દત્ત.

માતા અને બહેનો સાથે સંજય દત્ત.

ન્યૂયોર્કમાં સારવાર દરમિયાન નરગિસની ઘણી સર્જરીઓ થઈ, પરંતુ ઓપરેશન પછી સતત લોહી વહેવાને કારણે તેઓ કોમામાં જતાં રહ્યાં. આ દરમિયાન સંજય દત્ત પોતે પણ નશાની ટેવ સામે ઝઝૂમી રહ્યો હતો. માતાની ગંભીર હાલત હોવા છતાં તે ડ્રગ્સ છોડી શકતો નહોતો.

ન્યૂયોર્ક જતી વખતે તે પોતાના બૂટમાં આશરે 30 ગ્રામ હેરોઈન (ડ્રગ) સંતાડીને લઈ ગયો હતો. પાછળથી તેણે સ્વીકાર્યું હતું કે, એ ઘટનાને યાદ કરીને તેને શરમ આવે છે. ત્યાં સુધી કે નશાના કારણે તેને પોતાની માતા માટે રક્તદાન કરવાની પણ મંજૂરી મળી નહોતી.

‘રોકી’ના પ્રીમિયરમાં નરગિસની યાદમાં ખુરશી ખાલી રખાઈ હતી

ન્યૂયોર્કમાં લગભગ ત્રણ મહિના સુધી કોમામાં રહ્યાં પછી નરગિસને ભાન આવ્યું હતું. તેમની સૌથી મોટી ઈચ્છા હતી કે, તેઓ જલ્દી ભારત પાછા ફરે અને પોતાના દીકરાની પહેલી ફિલ્મ ‘રોકી’ જુએ.

6 માર્ચ 1981ના રોજ ભારત પાછા ફર્યા પછી 9 માર્ચ 1981ના રોજ સુનીલ દત્ત તેમને ફિલ્મ ‘રોકી’ બતાવવા ઘરના પ્રીવ્યૂ થિયેટર સુધી લઈ ગયા. નબળાઈના કારણે તેઓ આખી ફિલ્મ જોઈ ન શક્યા અને માત્ર સાત રીલ જોયા પછી તેમને પાછા રૂમમાં લઈ જવાં પડ્યાં, પરંતુ જેટલું જોયું, તેનાથી તેઓ ખૂબ ખુશ હતા. તેમને વિશ્વાસ હતો કે, તેમનો દીકરો સંજુ મોટો સ્ટાર બનશે.

સંજય દત્તે 'રોકી' ફિલ્મથી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું.

સંજય દત્તે ‘રોકી’ ફિલ્મથી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું.

બીજી તરફ, સંજયની ડેબ્યૂ ફિલ્મ ‘રોકી’નું પ્રીમિયર 7 મે 1981ના રોજ નક્કી કરવામાં આવ્યું હતું. પ્રીમિયરના બરાબર ચાર દિવસ પહેલાં, 3 મે 1981ના રોજ નરગિસનું નિધન થઈ ગયું. આ પછી ફિલ્મના પ્રીમિયર દરમિયાન સુનીલ દત્તે થિયેટરમાં સંજય દત્તની બાજુવાળી ખુરશી નરગિસની યાદમાં ખાલી રાખી હતી.

રિશી કપૂર-રાજેશ ખન્નાને મારવા પહોંચી ગયો હતો

ફિલ્મ ‘રોકી’ના શૂટિંગ દરમિયાન સંજય દત્ત અને એક્ટ્રેસ ટીના મુનીમ (ટીના અંબાણી) વચ્ચે પ્રેમ થયો. આ સંબંધમાં સંજય ખૂબ જ પઝેસિવ બોયફ્રેન્ડ હતો. બંનેનું અફેર લગભગ 2 વર્ષ સુધી ચાલ્યું હતું.

ટીના મુનીમ અને સંજય દત્ત.

ટીના મુનીમ અને સંજય દત્ત.

યાસિર ઉસ્માનના પુસ્તક મુજબ, ફિલ્મ ‘કર્ઝ’માં ટીના મુનીમ રિશી કપૂર સાથે કામ કરી રહી હતી. ત્યારે બંને વચ્ચે પ્રેમ સંબંધ હોવાની અફવાઓ ફેલાઈ ગઈ હતી. આનાથી સંજય એટલા ગુસ્સામાં આવી ગયો કે તે રિશી કપૂરને મારવાના ઈરાદાથી તેના ઘરે પહોંચી ગયો હતો.

રિશી કપૂરના દીકરા રણબીરે સંજય દત્તની બાયોપિક 'સંજુ'માં મુખ્ય ભૂમિકા ભજવી હતી.

રિશી કપૂરના દીકરા રણબીરે સંજય દત્તની બાયોપિક ‘સંજુ’માં મુખ્ય ભૂમિકા ભજવી હતી.

સંજયે એક્ટર ગુલશન ગ્રોવરને પણ પોતાની સાથે ચાલવા કહ્યું. ગુલશને પાછળથી જણાવ્યું હતું કે,

QuoteImage

સંજય અને હું ભાઈઓ જેવા હતા. એક દિવસ તેણે મને કહ્યું, ‘ચાલ ચિંટૂ (રિશી કપૂર)ના ઘરે જઈએ, તેને મારવો છે.’ અમે ત્યાં ગયા પણ ખરા, પરંતુ તેમની મંગેતર નીતુજીએ (નીતુ સિંહ) અમને સમજાવ્યા કે, ચિંટૂનું કોઈ અફેર નથી. આ પછી અમે ત્યાંથી પાછા ફરી ગયા.

QuoteImage

પાછળથી ફિલ્મ ‘સૌતન’ના શૂટિંગ પછી ટીના મુનીમ અને રાજેશ ખન્નાની નિકટતાની વાતો ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ફેલાવા લાગી. પાછળથી સંજયે સ્વીકાર્યું કે, તેને એ સહન નહોતું થતું કે, ટીના તેને છોડીને કોઈ બીજાની નજીક જતી રહે. આ પછી ગુસ્સામાં તે સીધો મહેબૂબ સ્ટુડિયો પહોંચી ગયો, જ્યાં રાજેશ ખન્ના શૂટિંગ કરી રહ્યા હતા.

રાજેશ ખન્ના અને ટીના મુનીમ.

રાજેશ ખન્ના અને ટીના મુનીમ.

સંજયે રાજેશ ખન્નાની બરાબર સામે ખુરશી ખેંચીને મૂકી દીધી અને તેમને સતત ઘૂરતો રહ્યો. પાછળથી ખુદ સંજયે સ્વીકાર્યું કે, જો એ દિવસે રાજેશ ખન્નાએ કંઈ પણ કહ્યું હોત, તો તે તેમના પર હુમલો કરી દેત, પરંતુ રાજેશ ખન્ના શાંત બેસી રહ્યા અને કોઈ પ્રતિક્રિયા ન આપી. આખરે સંજય ત્યાંથી પાછો ફરી ગયો.

સંજય દત્ત અને રેખાના ચોરીછૂપે લગ્નની અફવા ઊડી હતી

વર્ષ 1982માં અફવા ફેલાઈ ગઈ કે, સંજય દત્તે એક્ટ્રેસ રેખા સાથે છૂપી રીતે લગ્ન કરી લીધા છે. વાસ્તવમાં, પ્રખ્યાત ફિલ્મ મેગેઝીન ‘સિનેબ્લિટ્ઝ’એ પોતાની કોલમ ‘રિપ ઓફ’માં લખ્યું હતું,

QuoteImage

અમને અમારા ખૂબ જ વિશ્વસનીય સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે, જેઓ હોટેલ સી રોક આસપાસ હાજર હતા, કે સંજય અને રેખાએ પોતાના કથિત લગ્નના શરૂઆતના કેટલાક દિવસો ત્યાં જ સાથે વિતાવ્યા. જો તમે વિચારી રહ્યા હોવ કે હોટેલમાં કોઈએ તેમને કેમ ન જોયા, તો યાદ રાખો કે ત્યાં ‘રૂમ સર્વિસ’ જેવી સુવિધા પણ હોય છે.

QuoteImage

મેગેઝીને આગળ લખ્યું હતું,

QuoteImage

સંજય દત્ત આ દિવસોમાં ખુશીથી ફૂલ્યા નથી સમાઈ રહ્યા. તેમની પોતાની ‘કવિયિત્રી’ રેખા તેમના માટે નાની-નાની પ્રેમ કવિતાઓ લખી રહી છે, ‘તમે મારી તાકાત છો, મારો સહારો છો, મારૂં વહાલું એવું ફૂલ છો.

QuoteImage

યાસિર ઉસ્માનના પુસ્તક મુજબ, આ સમાચારોથી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં સનસનાટી મચી ગઈ. જોકે, સંજય દત્ત અને રેખા, બંનેએ આ દાવો સંપૂર્ણપણે ફગાવી દીધો. એક ઈન્ટરવ્યુમાં સંજયે સ્પષ્ટ કહ્યું હતું કે, ‘રેખા સાથે મારો કોઈ સંબંધ નથી. મારા લગ્નના સમાચાર સંપૂર્ણપણે કાવતરું અને જૂઠાણું છે. અહીં સુધી કે મારા કથિત ગુપ્ત લગ્નની વાર્તા પણ ઘડી કાઢવામાં આવી.’

સંજયે કહ્યું હતું કે, કેટલાક રિપોર્ટમાં તો ત્યાં સુધી લખવામાં આવ્યું કે, લગ્નના 15 દિવસ પછી તે રેખાને પિતા સુનીલ દત્ત પાસે આશીર્વાદ લેવા લઈ ગયો, પરંતુ સુનીલ દત્તે તેમને ઘરની બહાર કાઢી મૂક્યા.

રેખા અને સંજય દત્તનો ફિલ્મ ‘જમીન આસમાન’નો ફોટો.

રેખા અને સંજય દત્તનો ફિલ્મ ‘જમીન આસમાન’નો ફોટો.

સંજયે આ તમામ દાવાઓને કાલ્પનિક ગણાવતા કહ્યું હતું કે, તેણે ક્યારેય રેખા સાથે લગ્ન નથી કર્યા. તેણે એવું પણ કહ્યું કે, તેને સમજાતું નથી કે તેનું નામ રેખા સાથે કેમ જોડવામાં આવી રહ્યું છે, જ્યારે તે જાણે છે કે રેખાનો સંબંધ ફિલ્મ ઈન્ડસ્ટ્રીની એક મોટી વ્યક્તિ સાથે છે.

સંજયનું માનવું હતું કે, આ અફવા એટલા માટે પણ ફેલાઈ કારણ કે, તે એ સમયે હૉસ્પિટલમાં દાખલ અમિતાભ બચ્ચનને મળવા જઈ શક્યો નહોતો.

જેલમાં બહેનોને બબ્બે રૂપિયાના કૂપન આપ્યા હતા

વર્ષ હતું 1994 અને મહિનો હતો જુલાઈ. ગેરકાયદેસર રીતે હથિયાર રાખવાના કેસમાં સંજય દત્તના વચગાળાના જામીન અદાલતે રદ કરી દીધા અને તેને ઠાણે સેન્ટ્રલ જેલ મોકલી દેવામાં આવ્યો. તેને જેલની સૌથી કડક સુરક્ષાવાળી અંડા બેરેકમાં રાખવામાં આવ્યો. આ એ જ જગ્યા હતી, જ્યાં ખતરનાક ગુનેગારો અને ટાડા (આતંકવાદી અને વિઘટનકારી પ્રવૃત્તિઓ (પ્રતિબંધ) કાયદો)ના આરોપીઓને રાખવામાં આવતા હતા.

લગભગ 10×10 ફૂટની એ નાની સરખી ઓરડીમાં ન તો તડકો આવતો હતો કે ન તો બહારની દુનિયા દેખાતી હતી. એક નાનો એવો બલ્બ, એક ગાદલું અને ખૂણામાં ફ્લશ વગરનું શૌચાલય.

સંજય દત્તે પાછળથી જણાવ્યું હતું કે, શરૂઆતના દોઢ મહિના સુધી તેને બીજા કેદીઓને મળવાની પણ પરવાનગી નહોતી. એકલતા એટલી વધી ગઈ કે તેણે સમય પસાર કરવા માટે કીડીઓને કલાકો સુધી ચાલતી જોવાનું શરૂ કરી દીધું હતું.

બહાર પિતા સુનીલ દત્ત સતત દીકરાના જામીન માટે નેતાઓ, વકીલો અને અધિકારીઓના ચક્કર લગાવી રહ્યા હતા. બહેનો પ્રિયા અને નમ્રતા પણ નિયમિતપણે જેલ જતી હતી, પરંતુ અવારનવાર માત્ર દૂરથી જ સંજયને જોઈ શકતી હતી.

પિતા અને બહેનો સાથે સંજય દત્ત.

પિતા અને બહેનો સાથે સંજય દત્ત.

બીજી તરફ, રક્ષાબંધન પર બહેનોએ જેલમાં તેને રાખડી બાંધી. એ સમયે સંજય પાસે આપવા માટે કોઈ ગિફ્ટ નહોતી. તેણે પોતાની બહેનોને માત્ર જેલની કેન્ટીનના બબ્બે રૂપિયાવાળા ચા-નાસ્તાના કૂપન આપ્યા અને કહ્યું હતું, ‘મારી પાસે હાલમાં બસ આ જ છે.’

દીકરીના એક્ટિંગ કરવા પર બોલ્યો હતો- ‘ટાંટિયા ભાંગી નાખીશ’

સંજય દત્તની પહેલી પત્ની રિચા શર્માએ 1988માં દીકરી ત્રિશાલાને જન્મ આપ્યો. જ્યારે ત્રિશાલા માત્ર 8 વર્ષની હતી, ત્યારે બ્રેન ટ્યુમરના કારણે તેની માતાનું નિધન થઈ ગયું. આ પછી તેનો ઉછેર ન્યૂયોર્કમાં તેના નાના-નાનીએ કર્યો. ત્રિશાલા એક સમયે બોલિવૂડમાં એક્ટ્રેસ બનવા માગતી હતી, પરંતુ સંજય દત્ત આની સખત વિરુદ્ધમાં હતો.

સંજય દત્ત દીકરી ત્રિશાલા સાથે.

સંજય દત્ત દીકરી ત્રિશાલા સાથે.

2016માં ફિલ્મ ‘ભૂમિ’ના પ્રોમોશન દરમિયાન તેણે કહ્યું હતું કે, ‘ત્રિશાલા એક્ટ્રેસ બનવા માગતી હતી અને હું તેના ટાંટિયા ભાંગી નાખવા માગતો હતો.’

સંજય દત્તે એવું પણ કહ્યું હતું કે, ‘મેં તેને એક સારી કોલેજમાં મોકલવા માટે મારો ઘણો સમય અને એનર્જી લગાવી છે. તેણે ફોરેન્સિક સાયન્સમાં સ્પેશિયલાઈઝેશન કર્યું છે અને મને લાગે છે કે આ એક ઉત્તમ કરિયર છે.’

સલમાનની BMWની ચાવી સમુદ્રમાં ફેંકી દીધી હતી

સંજય દત્ત અને સલમાન ખાનની મિત્રતા બોલિવૂડમાં મિસાલ માનવામાં આવે છે. જોકે, એકવાર એવું પણ બન્યું હતું, જ્યારે સંજય દત્ત સલમાનથી નારાજ થઈ ગયો હતો. આ કિસ્સાનો ખુલાસો ખુદ સલમાને રજત શર્માના શોમાં કર્યો હતો.

સલમાને જણાવ્યું હતું કે, સોહેલ ખાનની ફિલ્મ ‘મેંને દિલ તુજકો દિયા’માં સંજય દત્તે મિત્રતા ખાતર ગેસ્ટ અપીયરન્સ (મહેમાન કલાકાર) તરીકે કામ કર્યું હતું. શૂટિંગ પૂરું થયા પછી સંજય દત્ત સલમાનના ઘરે પહોંચ્યો, જ્યાં પાર્ટી ચાલી રહી હતી. એ જ દરમિયાન સલમાન પાસે નવી BMW M5 આવી હતી. તે સંજય દત્તને બહાર લઈ ગયો અને બોલ્યો, ‘બાબા, આ દેશની પહેલી BMW M5 છે અને હું ઇચ્છું છું કે આ તમારી પાસે હોય.’

આટલું સાંભળતા જ સંજય દત્તે સલમાનનો આભાર માન્યો, પરંતુ બીજી જ ક્ષણે કારની ચાવી ઉપાડીને સીધી સમુદ્રમાં ફેંકી દીધી. ચાવી દરિયામાં જતી રહી અને કારણ કે કારની માત્ર એક જ ચાવી હતી, તેથી તે ઘણા દિવસો સુધી ઘરની બહાર જ પડી રહી. સલમાને જણાવ્યું હતું કે, એ ચાવી શોધીને બહાર કાઢવામાં આખા ચાર દિવસ લાગ્યા હતા.

Leave A Comment