Shah Rukh Khan London Vacation Video Viral; SRK Spotted With Gauri Aryan AbRam Aishwarya Abhishek In NYC
- Gujarati News
- Entertainment
- Shah Rukh Khan London Vacation Video Viral; SRK Spotted With Gauri Aryan AbRam Aishwarya Abhishek In NYC
1 કલાક પેહલા
- કૉપી લિંક
વિદ્યાર્થીઓના વિરોધ પ્રદર્શન પર નકલી પોસ્ટ વાયરલ થવા વચ્ચે શાહરુખ ખાન પોતાના પરિવાર સાથે લંડનમાં વેકેશન મનાવી રહ્યો છે. લંડન સ્થિત ઘરની બહારથી એક્ટરનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં તે પત્ની ગૌરી અને દીકરાઓ આર્યન-અબરામ સાથે રસ્તા પર ફરતો જોવા મળ્યો છે.
સામે આવેલા વીડિયોમાં શાહરુખ ખાનની દીકરી સુહાના ખાન જોવા મળી રહી નથી.

શાહરુખ ખાન દીકરા અબરામ અને આર્યન સાથે.
શાહરુખ ખાન હુડી પહેરીને ચહેરો છુપાવેલો જોવા મળ્યો, જ્યારે અબરામ અને આર્યન તેની પાછળ ચાલી રહ્યા હતા.


ઐશ્વર્યા રાય પણ ન્યૂયોર્ક વેકેશન પર
ઐશ્વર્યા રાય અને અભિષેક બચ્ચનને પણ ન્યૂયોર્ક વેકેશનમાં સ્પોટ કરવામાં આવ્યા છે. ફેન પેજ પરથી વાયરલ થયેલી તસવીરમાં ઐશ્વર્યા-અભિષેક કેઝ્યુઅલી ન્યૂયોર્કના રસ્તા પર ફરતા જોવા મળ્યા છે.

શાહરુખ ખાનના નામથી વાયરલ થઈ હતી વિરોધ પ્રદર્શન સંબંધિત નકલી પોસ્ટ
સલમાન ખાને થોડા સમય પહેલા જ વિદ્યાર્થીઓના વિરોધ પ્રદર્શન સંબંધિત એક પોસ્ટ શેર કરી હતી. તેના થોડા સમય પછી જ શાહરુખ ખાનની પોસ્ટનો સ્ક્રીનશોટ સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો.

પોસ્ટમાં લખવામાં આવ્યું હતું કે, ‘પ્રિય વિદ્યાર્થીઓ, તમે લોકોએ બતાવી દીધું છે કે, સાચી તાકાત ક્યાં હોય છે, પુસ્તકોમાં, કલમમાં અને તમારા અવાજમાં. તમારો આ વિરોધ માત્ર એક પરીક્ષા વિરુદ્ધ નથી, પરંતુ એક સારી, પારદર્શક અને નિષ્પક્ષ વ્યવસ્થા માટે છે. દરેક વિદ્યાર્થી આ વાતનો હકદાર છે કે તેની મહેનતનું મૂલ્યાંકન તેની મહેનતના આધારે થાય, ન કે કોઈ પેપર લીક કે કૌભાંડને કારણે. આ લડાઈ સાચી પણ છે અને જરૂરી પણ. દેશનું ભવિષ્ય યુવાનોના હાથમાં છે.’
ફૅક્ટ ચેક કરતાં સામે આવ્યું કે, શાહરુખ ખાને પોતાના કોઈ પણ સત્તાવાર સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી આવી કોઈ પોસ્ટ શેર કરી નથી. તેને ફેનપેજ દ્વારા એડિટ કરીને બનાવવામાં આવી હતી.
ઘણા ચાહકો દેશના મોટા મુદ્દા પર શાહરુખ ખાનના મૌન પર નિરાશા વ્યક્ત કરી રહ્યા છે. જ્યારે કેટલાક સેલેબ્સ એવા પણ છે, જેઓ આ મુદ્દા પર ખુલ્લેઆમ પોતાનો અભિપ્રાય આપી રહ્યા છે. સલમાન ખાન આ વિરોધ પ્રદર્શન પર બોલનારા પહેલા સૌથી મોટા સ્ટાર રહ્યા. આગળ કરીના કપૂર, વરુણ ધવન, સારા અલી ખાન, પ્રીતિ ઝિન્ટા, દિયા મિર્ઝા જેવા ઘણા સેલેબ્સે આ અંગે પોસ્ટ શેર કરી.

સલમાન ખાનની પોસ્ટ.
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.


