Shah Rukh Khans Jawan 2 Prep; Villain Hunt Begins

Last Updated: April 28, 2026By

8 કલાક પેહલા

  • કૉપી લિંક

શાહરુખ ખાન પોતાની ફિલ્મ ‘કિંગ’નું શૂટિંગ પૂરું કર્યા પછી ‘જવાન’ની સિક્વલ પર કામ શરૂ કરશે. ‘જવાન 2’ની શરૂઆતનું કામ પૂરું થઈ ગયું છે. ફિલ્મની સ્ક્રિપ્ટ છેલ્લા ઘણા મહિનાઓથી લખાઈ રહી હતી, જેને હવે ફાઇનલ કરી દેવામાં આવી છે.

શાહરુખ ખાનની જવાન બોક્સઓફિસ પર હીટ રહી હતી

શાહરુખ ખાનની જવાન બોક્સઓફિસ પર હીટ રહી હતી

સ્ક્રિપ્ટ તૈયાર, હવે વિલનની શોધ ‘જવાન 2’નો આઈડિયા ઘણા સમયથી પાઇપલાઇનમાં હતો. ઇન્ડિયા ટુડેના રિપોર્ટ અનુસાર, ફિલ્મની સ્ક્રિપ્ટ હવે સંપૂર્ણપણે તૈયાર છે. ‘જવાન’માં વિજય સેતુપતિએ વિલનનો દમદાર રોલ ભજવ્યો હતો, જેને દર્શકોએ ખૂબ પસંદ કર્યો હતો. હવે સિક્વલ માટે મેકર્સ કોઈ મોટા સાઉથ સુપરસ્ટારને વિલન તરીકે સાઇન કરવાની યોજના બનાવી રહ્યા છે. ફિલ્મની કાસ્ટિંગને લઈને ટૂંક સમયમાં મોટા ખુલાસા થઈ શકે છે.

ડિરેક્ટર એટલી સાથે શાહરુખ ખાન.

ડિરેક્ટર એટલી સાથે શાહરુખ ખાન.

ફરી એકવાર એટલી સાથે કામ કરશે આ સિક્વલ દ્વારા શાહરુખ ખાન અને ડિરેક્ટર એટલી ફરી એકવાર સાથે કામ કરશે. ‘જવાન’ સાથે એટલીએ હિન્દી સિનેમામાં પોતાની એક અલગ ઓળખ બનાવી હતી. માહિતી અનુસાર, ફિલ્મનું શૂટિંગ આવતા વર્ષે એટલે કે 2027માં શરૂ થઈ શકે છે. શાહરુખ આ વખતે ‘જવાન’ના યુનિવર્સને વધુ મોટું બનાવવા માંગે છે. તેઓ ઈચ્છે છે કે ફિલ્મનો સ્કેલ અને માસ અપીલ પહેલા કરતા ક્યાંય વધારે હોય. જોકે, મેકર્સ તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.

શાહરુખ આ દિવસોમાં તેની ફિલ્મ 'કિંગ'ના શૂટિંગમાં વ્યસ્ત છે.

શાહરુખ આ દિવસોમાં તેની ફિલ્મ ‘કિંગ’ના શૂટિંગમાં વ્યસ્ત છે.

1100 કરોડ કમાઈ ચૂકી છે ‘જવાન’ વર્ષ 2023માં રિલીઝ થયેલી ‘જવાન’એ બોક્સ ઓફિસ પર કમાણીના ઘણા રેકોર્ડ તોડી નાખ્યા હતા. ફિલ્મે દુનિયાભરમાં 1,100 કરોડ રૂપિયાથી વધુનું ગ્રોસ કલેક્શન કર્યું હતું. આ ભારતની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મોમાંની એક છે. ફિલ્મમાં નયનતારા અને વિજય સેતુપતિ લીડ રોલમાં હતા, જ્યારે દીપિકા પાદુકોણે એક ખાસ ભૂમિકા ભજવી હતી. ફિલ્મના એક્શન અને ગીતોએ દેશભરના સિનેમાઘરોમાં જબરદસ્ત માહોલ બનાવી દીધો હતો.