Shahid Kapoor’s ‘O Romeo’ Teaser Out: Cowboy Avatar, Action, and Star-Studded Cast | ‘ઓ રોમિયો’માં ચોકલેટી બોય શાહિદનો ડરામણો લુક: તૃપ્તિની સાદગી અને દિશાનું ગ્લેમર, ટીઝરમાં ફરીદા જલાલનો બોલ્ડ અંદાજ જોઈ દર્શકો આશ્ચર્યમાં મૂકાયા
7 કલાક પેહલા
- કૉપી લિંક
શાહિદ કપૂરની આગામી ફિલ્મ ‘ઓ રેમિયો’નું ટીઝર રિલીઝ થઈ ગયું છે. લગભગ દોઢ મિનિટના એક્શન ડ્રામાથી ભરપૂર ટીઝરમાં શાહિદ ઉપરાંત, નાના પાટેકર, વિક્રાંત મેસી, અવિનાશ તિવારી, ફરીદા જલાલ, તૃપ્તિ ડિમરી, દિશા પટની અને તમન્ના ભાટિયાની ઝલક જોવા મળે છે.
ટેટુથી ઢંકાયેલું શરીર ને સતત ગોળીઓનો વરસાદ
ટીઝરની શરૂઆત શાહિદના અવાજથી થાય છે. શાહિદનું પાત્ર એક જહાજ પર છે, જે છોટુ નામ પોકારતા પોતાનો કાબૂ ગુમાવી બેસે છે. ‘ઓ રેમિયો’માં શાહિદ તેના અત્યાર સુધીના પાત્રોથી સાવ અલગ અને ખતરનાક અંદાજમાં જોવા મળી રહ્યો છે.

‘ઓ રોમિયો’માં શાહિદનો બિલકુલ અલગ અંદાજ જોવા મળશે.
તેના પાત્રે કાઉબોય હેટ સાથે જ્વેલરી પહેરી છે. આખી બોડી પર ટેટૂ બનેલા જોવા મળે છે. સાથે જ, આખા ટીઝરમાં શાહિદને ગુંડાઓ સાથે લડતા અને બંદૂક ચલાવતા બતાવવામાં આવ્યા છે. સાથે જ તે કેટલાક ડાન્સ મૂવ્સ કરતો પણ જોવા મળી રહ્યો છે.

ટિઝરમાં તૃપ્તિ ડિમરીનો સાદગીભર્યો અંદાજ જોવા મળી રહ્યો છે.
ગ્લેમરસ એક્ટ્રેસિસની સાથે નાના પાટેકર, વિક્રાંત મેસ્સી અને અવિનાશ તિવારીનો તડકો
શાહિદની એન્ટ્રી પછી ટીઝરમાં એક પછી એક નાના પાટેકર, દિશા પટની, વિક્રાંત મેસી, તમન્ના ભાટિયા, અવિનાશ તિવારી અને બાકીના પાત્રોની એન્ટ્રી થાય છે.

ફિલ્મમાં નાના પાટેકર, દિશા પટની અને વિક્રાંત મેસ્સી પણ મહત્વની ભૂમિકામાં છે.
પીઢ એક્ટ્રેસ ફરીદા જલાલના ડાયલોગે સૌને આશ્ચર્યમાં મૂકી દીધાં
ટીઝરમાં ફરીદા જલાલની એન્ટ્રી આશ્ચર્યજનક રહી. તેમનું પાત્ર એમ કહેતા બતાવવામાં આવ્યું છે- ‘ઇશ્કમાં આશિક તરી જાય તો રોમિયો હોય. મરી જાય તો…! ફરીદા જલાલનો આ ડાયલોગ ચાહકોને આશ્ચર્યચકિત કરી રહ્યો છે.

ટીઝરમાં ફરીદા જલાલે એક જ ડાયલોગથી લાઇમલાઇટ લૂંટી લીધી છે.
‘ઓ રોમિયો’નું ટીઝર ચાહકોને ખૂબ પસંદ આવી રહ્યું છે. શાહિદના ચાહકોને ટીઝરથી ‘કમીને’ ફિલ્મની વાઇબ મળી રહી છે.
2026નું વર્ષ ખતરનાક સાબિત થશે!
કેટલાક ચાહકો તેને શાહિદનું શાનદાર કમબેક કહી રહ્યા છે, તો કેટલાકનું કહેવું છે કે વર્ષ 2026 ખતરનાક થવાનું છે કારણ કે ‘ધુરંધર 2’, ‘ઓ રોમિયો’, ‘કિંગ’, ‘લવ એન્ડ વોર’, ‘રામાયણ’ જેવી ફિલ્મો રિલીઝ થશે.
વિશાલ ભારદ્વાજની આ ફિલ્મ 13 ફેબ્રુઆરીએ રિલીઝ થશે. આ ફિલ્મને સાજિદ નડિયાદવાલાએ પ્રોડ્યુસ કરી છે. આ પહેલીવાર બનશે જ્યારે વિશાલ અને સાજિદ સાથે કામ કરી રહ્યા છે.

‘ઓ રોમિયો’ વેલેન્ટાઇન ડેના એક દિવસ પહેલાં રિલીઝ થશે.
બીજી તરફ, શાહિદ આઠ વર્ષ પછી વિશાલ ભારદ્વાજના નિર્દેશનમાં કામ કરી રહ્યો છે. આ પહેલા બંને ‘કમીને’, ‘રંગૂન’ અને ‘હૈદર’માં સાથે કામ કરી ચૂક્યા છે. ‘ઓ રેમિયો’માં શાહિદ અને તૃપ્તિ ડિમરીની જોડી પણ ફ્રેશ છે. બંને પહેલીવાર સ્ક્રીન શેર કરશે.
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

