Share Market Panic Selling; All-Round Selloff | Nifty Futures Crucial Level | ઈન્વેસ્ટમેન્ટ પોઈન્ટ- નિફટી ફ્યુચર 26008 પોઈન્ટ અતિ મહત્વની સપાટી: શેરબજારમાં આજે પેનીક સેલિંગમાં ઓલ રાઉન્ડ વેચવાલી થઈ

Last Updated: January 13, 2026By

5 મિનિટ પેહલાલેખક: નિખિલ ભટ્ટ

  • કૉપી લિંક

અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના આકરાં તેવરને કારણે વિશ્વ અસાધારણ અનિશ્ચિતતાના દોરમાંથી પસાર થઈ રહ્યું હોઈ ઈરાન પર ગમે તે ઘડીએ અમેરિકી સૈન્યની એટેકની તૈયારી અને બીજી તરફ ગ્રીનલેન્ડ સહિતને કબજે કરવાના મક્કમ નિર્ધારને લઈ જીઓપોલિટીકલ ટેન્શન વધી રહ્યું છે. વૈશ્વિક બજારોની સાથે ભારતીય શેરબજારમાં આજે સાર્વત્રિક વેચવાલી જોવા મળી હતી.

સતત શેરોમાં વેચવાલી થવા સાથે લોકલ ફંડો, સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો પણ હવે અનેક શેરોમાં વેલ્યુએશન ડામાડોળ થવા લાગતાં રોકાણકારોનું રિડમ્પશન પ્રેશર આવવા લાગ્યું હોઈ કેશ હાથ પર રાખવાની કવાયતમાં આજે પેનીક સેલિંગ થયાની ચર્ચા હતી. ફંડોએ આજે પેનીક સેલિંગમાં ઓલ રાઉન્ડ વેચવાલી થઈ હતી.

કરન્સી માર્કેટની વાત કરીએ તો

મંગળવારે શરૂઆતના વેપારમાં ભારતીય રૂપિયો અમેરિકન ડોલર સામે નબળો પડ્યો, કારણ કે વિદેશી બજારોમાં તેના મુખ્ય સમકક્ષો સામે અમેરિકન ચલણ મજબૂત થયું હતું અને દિવસના અંતમાં યુએસ ફુગાવાના ડેટા જાહેર થયા હતા.

યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કટોકટીગ્રસ્ત ઈરાન સાથે વેપાર કરતા દેશો પર ૨૫%નો નવો ટેરિફ લાદવાની જાહેરાત કર્યા પછી સ્થાનિક શેરબજારમાં નબળાઈ અને ક્રૂડ ઓઇલના ઊંચા ભાવને કારણે રૂપિયો વધુ ઘટ્યો હતો. વધુમાં, ભારતીય મૂડી બજારમાંથી સતત વિદેશી ભંડોળના પ્રવાહે પણ રૂપિયાની ભાવનાને નબળી પાડી હતી.

સેક્ટર મુવમેન્ટ…

બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ 0.15% ઘટીને અને સ્મોલકેપ ઈન્ડેક્સ 0.45% વધીને બંધ રહ્યા હતા.કન્ઝયુમર ડયુરેબલ્સ,ઓટોમોબાઈલ,ઓઈલ-ગેસ,આઈટી-સોફ્ટવેર સર્વિસિઝ એન્ડ ટેકનોલોજી અને હેલ્થકેર-ફાર્માસ્યુટિકલ્સ શેરોમાં ફંડોની આજે મોટી વેચવાલી રહી હતી.

બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી 4338 સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા 2099 અને વધનારની સંખ્યા 2038 રહી હતી, 201 શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે 08 શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે 09 શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

નિફ્ટી ફ્યુચર ટેકનિકલ લેવલ…

નિફટી ફ્યુચર બંધ ભાવ @ 25790 પોઈન્ટ :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર 25880 પોઈન્ટના પ્રથમ અને 26008 પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સપોર્ટથી ટ્રેડીંગ સંદર્ભે 25707 પોઈન્ટ થી 25676 પોઈન્ટ આસપાસ અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચર 26008 પોઈન્ટ નજીક સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી જોઇએ….!!!

ફ્યુચર સ્ટોક સંદર્ભે સ્પેસિફિક ટેકનિકલ લેવલ

ઓરબિંદો ફાર્મા ( 1169 ) :- ફાર્મા સેક્ટરનો આ સ્ટોક ટ્રેડીંગલક્ષી રૂ.1183 થી રૂ.1190 ના ભાવ સપાટીની રેન્જ મુવમેન્ટ ધરાવે છે…!! અંદાજીત રૂ.1140 નો સ્ટ્રોંગ સપોર્ટ ધ્યાને લેવો…!!!

સ્ટેટ બેન્ક ( 1029 ) :- રૂ.01 ની ફેસવેલ્યુ ધરાવતા પબ્લિક બેન્ક સેક્ટરનો ફન્ડામેન્ટલ આ સ્ટોક રૂ.1008 નાં સ્ટ્રોંગ સપોર્ટને ધ્યાને લઈ તેજી તરફી રૂ.1037 થી રૂ.1045 આસપાસ ભાવ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!!!

ગોદરેજ કન્ઝ્યુમર ( 1235 ) :- પર્સનલ કેર સેક્ટરનો આ સ્ટોક રૂ.1253 આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.1217 થી રૂ.1208 ના ભાવ સપાટી આસપાસ ટ્રેડીંગ રેન્જ ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.1260 નો સપોર્ટ ધ્યાને લેવો…!!!

અદાણી એનર્જી ( 936 ) :- રૂ.953 આસપાસ ઓવરબોટ પોઝીશન સ્થિતિ નોંધાવતા આ સ્ટોક રૂ.960 ના સપોર્ટથી આ સ્ટોક રૂ.919 થી રૂ.909 નો ભાવ આસપાસ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.969 ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!

બજારની ભાવિ દિશા…

મિત્રો, જીઓપોલિટીકલ ટેન્શન ફરી વધતું જોવાઈ રહ્યું છે. અમેરિકાના વેનેઝુએલા પર હુમલા અને સત્તા પલટાની કવાયત અને બીજી તરફ ચાઈનાએ તાઈવાન પર કબજો જમાવવા શરૂ કરેલી કવાયતને લઈ ફરી જોખમી પરિબળો સર્જાયા છે. બીજી તરફ આર્થિક મોરચે એક પછી એક દેશો પોતાની રક્ષણાત્મક નીતિ અપનાવીને દેશના ઉદ્યોગોને સસ્તી આયાત સામે રક્ષણ આપવા ટેરિફ વધારાનો માર્ગ અપનાવી રહ્યા છે. જેમાં હવે ભારતે પણ સ્ટીલની આયાત મોંઘી બનાવી અને નિકાસોને અન્ય દેશોમાં પ્રોત્સાહનો માટેના પગલાં, પેકેજ જાહેર કરવાનું ચાલુ રાખ્યું છે. આ સાથે દેશમાં એમએસએમઈ ઉદ્યોગોને ધિરાણ પ્રોત્સાહનો આપીને દેશના મેઈક ઈન ઈન્ડિયા મિશનને આગળ વધારવા સરાહનીય પ્રયાસો થઈ રહ્યા છે.

ચાલુ નાણાકીય વર્ષમાં ભારતીય અર્થતંત્ર 7.4%ના દરથી વધવાનો અંદાજ છે એટલે કે 2025-26માં ભારતનો જીડીપી 7.4% રહેવાની આશા છે. અમેરિકાના ટેરિફ અને વૈશ્વિક અનિશ્ચિતતા છતાં ભારત સમગ્ર વિશ્વમાં સૌથી ઝડપથી વિકાસ પામતા અર્થતંત્રનું સ્ટેટ્સ જાળવી રાખશે. સ્ટેટિસ્ટિક્સ એન્ડ પ્રોગ્રામ ઇમ્પ્લિમેન્ટેશન મંત્રાલય દ્વારા જારી ફર્સ્ટ એડવાન્સ એસ્ટિમેટ મુજબ નાણાકીય વર્ષ 2025-26એટલે કે એપ્રિલ, 2025થી માર્ચ, 2026 દરમિયાન જીડીપી 7.4% રહેશે. આ અંદાજ આરબીઆઇના 7.3%ના અંદાજ અને સરકારના અગાઉના 6.3થી 6.8%ના અંદાજ કરતા વધારે છે. ઉલ્લેખનીય છે કે ગત નાણાકીય વર્ષમાં ભારતનો જીડીપી 6.5 % રહ્યો હતો. અમેરિકા દ્વારા ભારતીય વસ્તુઓ પર ૫૦% ટેરિફ, વેપાર તંગદિલી વધવા અને મહત્ત્વપૂર્ણ નિકાસ સેક્ટરોમાં અવરોધનો ખતરો જેવા પડકારો છતાં ભારતીય અર્થતંત્ર 7.4%નાં દરે વિકાસ કરી રહ્યું છે તે એક મહત્ત્વપૂર્ણ બાબત છે.