SHE-Mart for Women Entrepreneurs; Union Budget 2026 Allocations Explained
1 કલાક પેહલા
- કૉપી લિંક
નાણામંત્રી નિર્મલા સીતારમણે તેમના બજેટ ભાષણમાં ટેક્નોલોજી અને ઇનોવેશનને ‘વિકસિત ભારત’નું સૌથી મોટું એન્જિન ગણાવ્યું. બજેટમાં ગેમિંગ સેક્ટરમાં 10 લાખ લોકોને નોકરી આપવા અને યુવાનોને કન્ટેન્ટ ક્રિએશન શીખવવા માટે સ્કૂલ-કોલેજોમાં લેબ્સ ખોલવાની જાહેરાત કરવામાં આવી છે. સાથે જ મહિલાઓ માટે સમર્પિત SHE-Mart અને ખેડૂતો માટે PMKSની વાર્ષિક 6,000 રૂપિયાની સહાય યથાવત રાખી છે.
ચાલો જાણીએ અલગ-અલગ કેટેગરીના લોકો માટે બજેટમાં શું જાહેરાતો થઈ છે…
1. યુવાનો માટે
- ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ક્રિએટિવ ટેક્નોલોજી, મુંબઈની મદદથી 15,000 સેકન્ડરી શાળાઓ અને 500 કોલેજોમાં કન્ટેન્ટ ક્રિએટર લેબ્સ ખુલશે. જેમાં બાળકો અને યુવાનોને રીલ્સ, વીડિયો અને એનિમેશન બનાવતા શીખવવામાં આવશે.
- એનિમેશન, વિઝ્યુઅલ ઇફેક્ટ્સ, ગેમિંગ અને કોમિક (ABGC) સેક્ટરમાં 2030 સુધીમાં 20 લાખ યુવાનોને નોકરી મળશે.
- 5 નવી ટાઉનશિપ વિકસાવવામાં આવશે, જ્યાં ભણતરની સાથે કંપનીઓમાં કામ કરવાની તક મળશે. તેનાથી યુવાનોને ‘કોર્પોરેટ મિત્ર’ બનાવવામાં આવશે.
- ઈન્ટરનેટ કનેક્ટિવિટી અને ડિજિટલ નેટવર્ક મજબૂત કરવા માટે 12.2 લાખ કરોડ ખર્ચ કરવામાં આવશે.
- ગેમિંગ સ્ટાર્ટઅપ્સને લોન આપવા માટે ₹10,000 કરોડનું ફંડ બનાવવામાં આવશે. 10 લાખથી વધુ પ્રોફેશનલ્સની ભરતી કરવામાં આવશે.
- IITs અને IISc માં 10,000 નવી ટેક ફેલોશિપ શરૂ થશે, જેમાં AI અને ડીપ-ટેક રિસર્ચ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે.
- 3 નવી ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ આયુર્વેદની સ્થાપના કરવામાં આવશે.
- એસ્ટ્રોફિઝિક્સ અને એસ્ટ્રોલોજીને પ્રોત્સાહન આપવા માટે 4 ટેલિસ્કોપ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુવિધાઓ સ્થાપિત કરવામાં આવશે.
- નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ હોસ્પિટાલિટી બનાવવામાં આવશે જે વિદ્યાર્થીઓને સીધા સર્વિસ ઇન્ડસ્ટ્રીમાં કામ કરવા માટે તૈયાર કરશે.
- દેશના 20 મોટા પ્રવાસન સ્થળો પર 12 અઠવાડિયાનો હાઇબ્રિડ ટ્રેનિંગ કોર્સ ચલાવવામાં આવશે. તેનાથી 10,000 ટૂરિસ્ટ ગાઈડ્સને અપસ્કિલ કરવામાં આવશે.
- નેશનલ ડેસ્ટિનેશન ડિજિટલ નોલેજ ગ્રીડ સ્થાપિત કરવામાં આવશે, જેનાથી સ્થાનિક સંશોધકો, ઇતિહાસકારો અને કન્ટેન્ટ ક્રિએટર્સ માટે રોજગારીની તકો ઊભી થશે.
- દેશમાં 3 નવી ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ આયુર્વેદ (AIIA) ની સ્થાપના કરવામાં આવશે.
2. મહિલાઓ માટે
- મહિલા ઉદ્યોગ સાહસિકોને પ્રોત્સાહન આપવા માટે Self Help Entrepreneur એટલે કે SHE-માર્ટ સ્થાપિત કરવામાં આવશે. જેમાં પ્રાદેશિક સમુદાયની મહિલા દુકાનદારોની રીટેલ દુકાનો હશે.
- દેશના દરેક જિલ્લામાં એક ગર્લ્સ હોસ્ટેલ બનાવવામાં આવશે. તેનાથી અંતરિયાળ વિસ્તારોની વિદ્યાર્થીનીઓ લેબ અને રિસર્ચ માટે વધુ સમય આપી શકશે, જેનાથી ઉચ્ચ શિક્ષણમાં ભાગીદારી વધશે.
- સાયન્સ, ટેક્નોલોજી, એન્જિનિયરિંગ અને મેથેમેટિક્સ એટલે STEMમાં મહિલાઓને પ્રોત્સાહન આપવા માટે વિશેષ ફંડ બનાવવામાં આવશે.
- મહિલા સુરક્ષા માટેના માળખાગત સુવિધાઓ અને CCTV નેટવર્કને વધુ મજબૂત કરવા માટે બજેટમાં વધારો કરવામાં આવ્યો છે.
- મહિલાઓના સ્વાસ્થ્ય માટે વિશેષ આયુર્વેદિક સંભાળ કેન્દ્રો ખોલવામાં આવશે.
3. નોકરીયાત લોકો માટે
- ઈન્કમ ટેક્સ સ્લેબ અને દરોમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. વર્ષ 2025માં 12 લાખ સુધીની આવકને ટેક્સ-ફ્રી કરવામાં આવી હતી. નવી ટેક્સ રિજીમ હેઠળ સ્ટાન્ડર્ડ ડિડક્શન ₹75,000 પર જ યથાવત રાખવામાં આવ્યું છે.
- કર્મચારી ભવિષ્ય નિધિ (EPF) માટે અનિવાર્ય પગાર મર્યાદા ₹15,000 થી વધારીને ₹25,000 કરવામાં આવી છે.
- ‘એજ્યુકેશન ટુ એમ્પ્લોયમેન્ટ એન્ડ એન્ટરપ્રાઇઝીસ’ સમિતિ બનાવવામાં આવશે. આ સમિતિ AI સહિતની ઉભરતી ટેક્નોલોજીની રોજગાર પર પડતી અસરનું મૂલ્યાંકન કરીને ભલામણો આપશે.
- નાના ઉદ્યોગ સાહસિકો (SMEs) ની મદદ માટે ₹10,000 કરોડનું ફંડ બનાવવામાં આવશે.
4. ખેડૂતો માટે
- ખેતીને આધુનિક બનાવવા માટે મલ્ટીલેંગ્વેજ AI ટૂલ ‘ભારત વિસ્તાર’ લોન્ચ કરવામાં આવશે. આ ટૂલ ખેડૂતોને તેમની પોતાની ભાષામાં ખેતીની પદ્ધતિઓ, હવામાનની માહિતી અને પાકના સ્ટોક વિશે અપડેટ આપશે.
- આગામી એક વર્ષમાં 6 કરોડ ખેડૂતો અને તેમની જમીનની માહિતી ‘ડિજિટલ રજિસ્ટ્રી’ માં સામેલ કરવામાં આવશે.
- નારિયેળનું ઉત્પાદન વધારવા, ચંદનની વૈજ્ઞાનિક ખેતી અને પહાડી વિસ્તારોમાં બદામ, અખરોટ, કાજુ અને કોકોની ખેતી માટે વિશેષ ઇન્સેન્ટિવ આપવામાં આવશે.
- આગામી બે વર્ષમાં 1 કરોડ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અપનાવવા માટે તાલીમ અને પ્રમાણપત્ર આપવામાં આવશે. આ માટે દેશભરમાં 10,000 કેન્દ્રો સ્થાપવામાં આવશે.
- પાકનો બગાડ અટકાવવા માટે દેશભરમાં પાક સંગ્રહ ક્ષમતા વિકસાવવામાં આવશે.
- મત્સ્યપાલન માટેનું બજેટ વધારીને ₹2,352 કરોડ કરવામાં આવ્યું છે. ડેરી અને પશુપાલનમાં સ્ટાર્ટઅપ્સને પ્રોત્સાહન આપવા માટે ‘ક્રેડિટ-લિંક્ડ સબસિડી’ યોજના શરૂ કરવામાં આવશે.
- PM કિસાન સન્માન નિધિ યોજના હેઠળ મળતી ₹6,000 ની વાર્ષિક સહાય યથાવત રાખવામાં આવી છે, જેનાથી 11.8 કરોડ ખેડૂતોને લાભ મળતો રહેશે.
હવે જાણીએ બજેટ-2026માં અલગ-અલગ સેક્ટર્સ માટે શું જાહેરાતો કરવામાં આવી છે-
1. મેડિકલ અને હેલ્થ
- કેન્સરની 17 દવાઓ પરથી કસ્ટમ ડ્યુટી હટાવી દેવામાં આવી છે. હિમોફીલિયા જેવી 7 દુર્લભ બીમારીઓમાં વપરાતી દવાઓ પણ સસ્તી થશે.
- દેશમાં 3 નવી ઓલ ઇન્ડિયા આયુર્વેદિક ઇન્સ્ટિટ્યૂટ ખુલશે. ઝારખંડના રાંચી અને આસામના તેજપુરમાં નેશનલ મેન્ટલ હેલ્થ કેર સેન્ટરની શરૂઆત કરવામાં આવશે.
- ‘બાયોફાર્મા શક્તિ સ્કીમ’ માટે 10 હજાર કરોડ રૂપિયાની જાહેરાત કરવામાં આવી છે. તેના દ્વારા ભારતને આગામી 5 વર્ષમાં ‘બાયોફાર્મા હબ’ બનાવવામાં આવશે.
- 3 નવી નેશનલ ફાર્માસ્યુટિકલ એજ્યુકેશન અને રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ બનશે. જેમાં 1 લાખથી વધુ હેલ્થ વર્કર્સને તાલીમ આપવામાં આવશે.
- ભારતને મેડિકલ ટૂરિઝમ હબ બનાવવા માટે અલગ-અલગ રાજ્યોમાં 5 રિજનલ મેડિકલ હબ બનશે. આ માટે કેન્દ્ર સરકાર રાજ્યોને મદદ કરશે.
- દેશભરની જિલ્લા હોસ્પિટલોમાં ઇમરજન્સી અને ટ્રોમા સેન્ટરો ખોલીને હોસ્પિટલોની કેપેસિટી 50% થી વધુ વધારવામાં આવશે.
2. સેના માટે
- સેનાને કુલ 7.8 લાખ કરોડ રૂપિયા મળ્યા છે. એટલે કે ગયા વર્ષ કરતા લગભગ 1.04 લાખ કરોડ રૂપિયા વધુ. છેલ્લા 9 વર્ષમાં આ સૌથી વધુ વધારો છે.
- પગાર માટે 3.6 લાખ કરોડ અને પેન્શન માટે 1.71 લાખ કરોડ રૂપિયા મળ્યા છે. એટલે કે કુલ ડિફેન્સ બજેટના લગભગ 68% હિસ્સો પગાર-પેન્શન પર ખર્ચ થશે.
- પગાર માટે આર્મીને સૌથી વધુ 2.43 લાખ કરોડ, એરફોર્સને 63 હજાર કરોડ અને નેવીને લગભગ 47 હજાર કરોડ રૂપિયા મળ્યા છે.
- કેપિટલ બજેટ 2.19 લાખ કરોડ રૂપિયા છે, જે પાછલા બજેટ કરતા 21% વધુ છે. આ હિસ્સાનો મોટાભાગનો ઉપયોગ નવા હથિયારોની ખરીદી માટે થાય છે.
- કેપિટલ બજેટમાંથી લગભગ 64 હજાર કરોડ રૂપિયા એરક્રાફ્ટ અને એર એન્જિન બનાવવા માટે ખર્ચવામાં આવશે. 25 હજાર કરોડ નેવલ વોરશિપ માટે ફાળવવામાં આવ્યા છે.
3. રેલવે માટે
- આ વર્ષે રેલવેને કુલ 2.81 લાખ કરોડ રૂપિયા મળ્યા છે. ગયા વર્ષે આ બજેટ 2.55 લાખ કરોડ રૂપિયા હતું, એટલે કે રેલવે બજેટમાં આશરે 10% નો વધારો થયો છે.
- દેશમાં 7 નવા હાઈ સ્પીડ રેલવે કોરિડોર બનશે. મુંબઈથી પુણે, પુણેથી હૈદરાબાદ, હૈદરાબાદથી બેંગલુરુ, હૈદરાબાદથી ચેન્નાઈ, ચેન્નાઈથી બેંગલુરુ, દિલ્હીથી વારાણસી અને વારાણસીથી સિલિગુડી સુધી બનશે.
4. ઈન્ફ્રાસ્ટ્રક્ચર માટે
- ઈન્ફ્રાસ્ટ્રક્ચર માટે આ વખતે કુલ 12.2 લાખ કરોડ રૂપિયાનું કેપિટલ એક્સપેન્ડિચર નક્કી કરવામાં આવ્યું છે. જે ગયા વર્ષ કરતા આશરે 1 લાખ કરોડ વધુ છે.
- કેપિટલ એક્સપેન્ડિચર એટલે એવો ખર્ચ જેના દ્વારા લાંબા ગાળાની આવક ઉભી થાય છે. આ નાણાંનો ઉપયોગ રસ્તા, ઓવરબ્રિજ, શાળા અને હોસ્પિટલ બનાવવા જેવા કામોમાં કરવામાં આવે છે.
- માલસામાનની હેરફેર માટે દેશમાં 20 નવા વોટરવેઝ બનાવવામાં આવશે. પશ્ચિમ બંગાળના દાનકુનીને સુરત સાથે જોડવા માટે સરકાર નવો માલવાહક કોરિડોર બનાવશે.
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

