Shraddha Kapoor Marriage Rumors: Siddhant Kapoors Reaction | સગા ભાઈને કીધા વગર શ્રદ્ધા કપૂર લગ્ન કરશે?: એક્ટ્રેસના મેરેજની ચર્ચાઓ વચ્ચે સિદ્ધાંત કપૂરની મજાક, કહ્યું- મારા માટે પણ આ તો ન્યૂઝ છે

Last Updated: January 14, 2026By

16 મિનિટ પેહલા

  • કૉપી લિંક

બોલિવૂડ એક્ટ્રેસ શ્રદ્ધા કપૂરના લગ્નની ચર્ચાઓ સોશિયલ મીડિયા પર જોરશોરથી ચાલી રહી છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે શ્રદ્ધા તેના કથિત બોયફ્રેન્ડ રાહુલ મોદી સાથે ટૂંક સમયમાં લગ્નના બંધનમાં બંધાઈ શકે છે. જોકે, આ અંગે શ્રદ્ધા તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી.

એક પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે શ્રદ્ધા અને રાહુલના લગ્ન રાજસ્થાનના ઉદયપુરમાં થઈ શકે છે. ત્યારબાદ આ દાવાઓ પર શ્રદ્ધાના ભાઈ અને એક્ટર સિદ્ધાંત કપૂરે મજેદાર અંદાજમાં પ્રતિક્રિયા આપી.

સિદ્ધાંતે ઇન્સ્ટાગ્રામ પર વાઈરલ થઈ રહેલી એક પોસ્ટના કમેન્ટ સેક્શનમાં આશ્ચર્ય અને હાસ્યવાળા ઇમોજી સાથે લખ્યું, “આ તો મારા માટે પણ ન્યૂઝ છે.”

શ્રદ્ધા અને સિદ્ધાંત, બંને અભિનેતા શક્તિ કપૂરના બાળકો છે. ગયા અઠવાડિયે શ્રદ્ધાએ પણ પોતાના લગ્નને લઈને ચર્ચા ત્યારે વધારી દીધી હતી, જ્યારે તેમણે ઇન્સ્ટાગ્રામ પર એક ફેનના સવાલનો જવાબ આપ્યો હતો. ફેને પૂછ્યું હતું, “શ્રદ્ધાજી લગ્ન ક્યારે કરશો?” આના પર શ્રદ્ધાએ મજાકિયા અંદાજમાં લખ્યું હતું, “હું લગ્ન કરીશ.” તેમના આ જવાબને ફેન્સે લગ્ન તરફનો ઇશારો માન્યો.

શ્રદ્ધા અને રાહુલના સંબંધોની ચર્ચા પહેલીવાર 2024ની શરૂઆતમાં ત્યારે થઈ, જ્યારે બંનેને મુંબઈમાં એક ડિનર ડેટ પછી સાથે જોવામાં આવ્યા હતા. જોકે બંનેએ પોતાના સંબંધોને જાહેરમાં ક્યારેય સ્વીકાર્યા નથી, પરંતુ તેમને અવારનવાર સાથે સ્પોટ કરવામાં આવ્યા છે.