Shubman Gill; IND vs SL 2nd TEST 5th DAY LIVE Score Updates Manav Suthar Ravindra Jadeja

Last Updated: August 26, 2026By

  • Gujarati News
  • Sports
  • Cricket
  • Shubman Gill; IND Vs SL 2nd TEST 5th DAY LIVE Score Updates Manav Suthar Ravindra Jadeja | Sonal Dinusha

સ્પોર્ટ્સ ડેસ્ક17 મિનિટ પેહલા

  • કૉપી લિંક

કોલંબો ટેસ્ટના પાંચમા અને અંતિમ દિવસે તમામ નજરો ભારત અને શ્રીલંકા વચ્ચેના રોમાંચક આખરી જંગ પર ટકેલી રહેશે. સતત બીજા દિવસે વરસાદના વિઘ્ન વચ્ચે ચોથા દિવસની રમત વહેલી પૂરી જાહેર કરાઈ ત્યારે બીજી ઇનિંગ્સમાં ફોલોઓન રમી રહેલી શ્રીલંકાએ 229/6નો સ્કોર નોંધાવ્યો હતો. ભારતે પહેલી ઇનિંગ્સ 503/9 પર ડિકલેર કર્યા બાદ શ્રીલંકાને 290 રનમાં ઓલઆઉટ કરીને 213 રનની ભારી લીડ સાથે ફોલોઓન આપ્યું હતું, જેની સામે લંકા પાસે હાલ માત્ર 16 રનની સરસાઈ છે.

આજે મેચનો પાંચમો દિવસ સવારે 9:45 વાગ્યે શરૂ થશે.

શ્રીલંકા માટે બીજી ઇનિંગ્સમાં પસિન્દુ સૂરિયાબંડારાએ 92 રન અને કામિન્દુ મેન્ડિસે 55 રનની લડાયક ઇનિંગ્સ રમી હતી, પરંતુ માનવ સુથારની સ્પિન જાળ અને ભારતીય પેસ એટેક સામે ટૉપ ઓર્ડર ધ્વસ્ત થઈ ગયો હતો. માનવે સૂરિયાબંડારા અને કેપ્ટન ધનંજય ડી સિલ્વા (23)ની મહત્વપૂર્ણ વિકેટો ઝડપીને ભારતને મજબૂત સ્થિતિમાં લાવી દીધું હતું. આ સિવાય સિરાજ, જાડેજા, પ્રસિદ્ધ અને સારાંશ જૈને એક-એક શિકાર બનાવીને લંકન બેટિંગ લાઇન-અપની કમર તોડી નાખી હતી.

પસિન્દુ સૂરિયાબંડારા અને કામિન્દુ મેન્ડિસે બીજી ઇનિંગમાં ફિફ્ટી ફટકારી હતી. બન્ને વચ્ચે 115 રનની પાર્ટનરશીપ થઈ હતી

પસિન્દુ સૂરિયાબંડારા અને કામિન્દુ મેન્ડિસે બીજી ઇનિંગમાં ફિફ્ટી ફટકારી હતી. બન્ને વચ્ચે 115 રનની પાર્ટનરશીપ થઈ હતી

આજે મેચના આખરી દિવસે ક્રિઝ પર સોનલ દિનુષા (7) અને કેશરા નુવાંથા (3) રમત આગળ વધારશે. ઈન્ડિયન ટીમનો ટાર્ગેટ સવારના પ્રથમ સેશનમાં જ નીચલા ક્રમની બાકીની 4 વિકેટો ઝડપથી ઉખાડી ફેંકીને નાનો ટાર્ગેટ ચેઝ કરવાનો રહેશે. બીજી તરફ, શ્રીલંકા માટે મેચ બચાવવા દિવસભર રમીને ભારત સામે મજબૂત ટાર્ગેટ મૂકવો અથવા મેચ ડ્રો તરફ લઈ જવી એ જ એકમાત્ર વિકલ્પ છે, જેના કારણે છેલ્લા દિવસનો પ્રથમ કલાક અત્યંત નિર્ણાયક બની રહેશે.

માનવ સુથારે બીજી ઇનિંગમાં પણ સેટ બેટર્સને આઉટ કર્યા.

માનવ સુથારે બીજી ઇનિંગમાં પણ સેટ બેટર્સને આઉટ કર્યા.

બન્ને ટીમની પ્લેઇંગ-11

ભારત (IND): યશસ્વી જયસ્વાલ, કેએલ રાહુલ, દેવદત્ત પડિકલ, શુભમન ગિલ (કેપ્ટન), રિષભ પંત (વિકેટકીપર), રવીન્દ્ર જાડેજા, ધ્રુવ જુરેલ, સારાંશ જૈન, માનવ સુથાર, મોહમ્મદ સિરાજ અને પ્રસિદ્ધ ક્રિષ્ના.

શ્રીલંકા (SL): લાહિરુ ઉદારા, કામિલ મિશારા, પાસિન્દુ સૂરિયાબંદરા, કામિન્દુ મેન્ડિસ, ધનંજયા ડી સિલ્વા (કેપ્ટન), સોનલ દિનુષા, નિરોશન ડિકવેલા (વિકેટકીપર), કેશરા નુવંથા, પ્રબથ જયસૂર્યા, લાહિરુ કુમારા અને અસિથા ફર્નાન્ડો.