SK Group Chey Tae-won Divorce Settlement; South Korea Business Controversy

Last Updated: July 27, 2026By

2 કલાક પેહલા

  • કૉપી લિંક

ઘરના ચાર ભીંત વચ્ચે સમાઈ જતી ગૃહિણીના ત્યાગ અને સમર્પણની કિંમત કેટલી? આ પ્રશ્નનો એક એવો જવાબ દક્ષિણ કોરિયાની કોર્ટે આપ્યો છે, જેણે આખા એશિયાના કોર્પોરેટ જગતમાં ભારે ખળભળાટ મચાવી દીધો છે.

દક્ષિણ કોરિયાના બીજા સૌથી મોટા બિઝનેસ સામ્રાજ્ય SK Groupના ચેરમેન અને અબજોપતિ ચે તાઈ-વોનને પોતાની પૂર્વ પત્ની રો સો-યોંગને આશરે ₹8,200 કરોડ ચુકવવાનો આદેશ મળ્યો છે. 36 વર્ષ જૂના આ લગ્નસંબંધ કોર્પોરેટ ઇતિહાસની સૌથી મોંઘી અને ચર્ચિત કાનૂની જંગ બની ગયો છે.

1988માં લગ્ન સેરેમની દરમિયાન ડાબેથી બીજા સ્થાને રહેલા એસકે ગ્રુપના ચેરમેન ચે તાઈ-વોન અને જમણેથી બીજા સ્થાને રહેલા તત્કાલીન પત્ની રો સો-યોંગ. તત્કાલીન રાષ્ટ્રપતિ રો તાઈ-વુ, જમણે, દુલ્હનના પિતા.

1988માં લગ્ન સેરેમની દરમિયાન ડાબેથી બીજા સ્થાને રહેલા એસકે ગ્રુપના ચેરમેન ચે તાઈ-વોન અને જમણેથી બીજા સ્થાને રહેલા તત્કાલીન પત્ની રો સો-યોંગ. તત્કાલીન રાષ્ટ્રપતિ રો તાઈ-વુ, જમણે, દુલ્હનના પિતા.

‘સદીના સૌથી મોંઘા ડિવોર્સ’ કેમ કહેવાય છે?

આ કેસ એશિયાના ઇતિહાસમાં સૌથી મોંઘા ડિવોર્સ સેટલમેન્ટ્સમાંથી એક માનવામાં આવે છે. બંનેના લગ્ન 1988માં થયા હતા અને તેમને ત્રણ બાળકો છે. પૂર્વ પત્ની રો સો-યોંગ દક્ષિણ કોરિયાના પૂર્વ રાષ્ટ્રપતિ રો તે-વૂના પુત્રી છે. 2017થી કોર્ટમાં આ વિવાદ ચાલી રહ્યો હતો. વર્ષ 2015માં ચે તાઈ-વોન અચાનક જાહેરમાં સ્વીકાર્યું કે તેમનું અન્ય મહિલા સાથે અફેર છે અને તેમને એક સંતાન પણ છે. આ ખુલાસાથી આખા દેશમાં આંચકો લાગ્યો. વર્ષ 2017થી શરૂ થયેલી ડિવોર્સની કાનૂની જંગ આખરે સીઓલ હાઈકોર્ટના ચુકાદા સુધી પહોંચી, જેને હવે ‘સેન્ચ્યુરી ઓફ ડિવોર્સ’ કહેવામાં આવે છે.

ચે તાઈ-વોન અને તેની પૂર્વ પત્ની રો સો-યોંગ

ચે તાઈ-વોન અને તેની પૂર્વ પત્ની રો સો-યોંગ

‘પતિએ કંપની સંભાળી તો પત્નીએ ગૃહસ્થિ તારવી’

કોર્ટે ચુકાદો આપતા ખૂબ જ મહત્વની ટિપ્પણી કરી: “બિઝનેસમેન પતિ આજે જે અબજોની સંપત્તિ પર બેઠા છે, તેના મૂળમાં પત્નીનો ત્યાગ, બાળકોનો ઉછેર અને સામાજિક જવાબદારીઓ છે. બિઝનેસની સફળતામાં પત્નીના આ પરોક્ષ યોગદાનને નકારી શકાય નહીં.”

જેફ બેઝોસ અને બિલ ગેટ્સ પછીનો સૌથી મોટો ચુકાદો

દુનિયામાં એમેઝોનના જેફ બેઝોસ અને માઇક્રોસોફ્ટના બિલ ગેટ્સના ડિવોર્સ સેટલમેન્ટ્સ બાદ, એશિયાના કોર્પોરેટ ઇતિહાસમાં આ સૌથી મોંઘું સેટલમેન્ટ માનવામાં આવે છે.

SK Group શું છે અને કેમ આ ચુકાદો મહત્ત્વનો છે?

સાઉથ કોરિયામાં સેમસંગ પછી જો કોઈ કંપનીનો ડંકો વાગતો હોય તો તે SK Group છે. સેમિકન્ડક્ટર, ટેલિકોમ અને એનર્જી ક્ષેત્રે આ ગ્રૂપ ગ્લોબલ લીડર છે. AI ટેક્નોલોજીમાં વપરાતી મેમરી ચિપ્સ બનાવવામાં તેમની કંપની ‘SK Hynix’ વિશ્વભરમાં પ્રખ્યાત છે. કોર્ટે તમામ રકમ રોકડમાં ચૂકવવાનો આદેશ આપ્યો હોવાથી, બિઝનેસમેન ચે તાઈ-વોન પોતાની કંપનીના શેર વેચ્યા વગર પત્નીને આ જંગી રકમ આપવી પડશે, જેથી તેમની કંપની પરની પકડ જળવાઈ રહે.