Smart buyerની પહેલી પસંદ, જાણો કેમ ઉનાળા કરતા શિયાળામાં AC ખરીદવું છે નફાનો સોદો?
શિયાળામાં એર કન્ડીશનર ખરીદવાની બાબત બહુ ઓછા લોકો વિચારે છે. પરંતુ જો તમે વિન્ટર સીઝનમાં AC ખરીદો તો તે તમારા માટે ફાયદાનો સોદો બની શકે છે. એક નહીં, પરંતુ 5થી વધુ કારણો અહીં જણાવવામાં આવ્યા છે, જેના પરથી તમને સમજાશે કે AC ખરીદવાનો સાચો સમય કયો છે.
શિયાળામાં AC ખરીદવું કેમ છે સૌથી સ્માર્ટ નિર્ણય?
ભારતમાં એર કન્ડીશનર (AC) એટલે ઉનાળાની જરૂરિયાત, એવું આપણે માનીએ છીએ. પરંતુ, જો તમે નાણાકીય બચત અને શ્રેષ્ઠ સર્વિસ ઈચ્છતા હોવ, તો શિયાળામાં AC ખરીદવું એ સૌથી બુદ્ધિશાળી નિર્ણય સાબિત થઈ શકે છે. અહીં તેના મુખ્ય પાંચ કારણો છે:
અધધ ડિસ્કાઉન્ટ અને કેશબેક ઓફર્સ
ઉનાળામાં AC ની માંગ આસમાને હોય છે, જેથી કિંમતોમાં ભાગ્યે જ ઘટાડો જોવા મળે છે. તેનાથી વિપરીત, શિયાળામાં માંગ ઘટતા રિટેલર્સ પાસે જૂનો સ્ટોક ક્લિયર કરવાનું દબાણ હોય છે. આ સમયે તમને આકર્ષક ડિસ્કાઉન્ટ, ઝીરો કોસ્ટ EMI, એક્સચેન્જ બોનસ અને સ્પેશિયલ કેશબેક ઓફર્સ મળે છે, જે તમારા હજારો રૂપિયા બચાવી શકે છે.
શ્રેષ્ઠ ઇન્સ્ટોલેશન અને ટેકનિકલ સપોર્ટ:
ઉનાળામાં ટેકનિશિયન પર કામનું ભારણ એટલું હોય છે કે તેઓ ઉતાવળમાં ફિટિંગ કરી દેતા હોય છે, જેનાથી ભવિષ્યમાં ગેસ લીકેજ કે ડ્રેનેજની સમસ્યા ઉભી થાય છે. શિયાળામાં ટેકનિશિયન પાસે પૂરતો સમય હોય છે, જેથી તેઓ તમારા રૂમની જરૂરિયાત મુજબ પાઇપિંગ અને ઇન્સ્ટોલેશનમાં ચોકસાઈ રાખી શકે છે.
ઓલ-વેધર ઉપયોગ (હીટ પંપ ટેકનોલોજી):
આધુનિક ઇન્વર્ટર AC માત્ર ઠંડક માટે જ નથી. ઘણા મોડલ્સ ‘હોટ એન્ડ કોલ્ડ’ ફીચર સાથે આવે છે. શિયાળાની કડકડતી ઠંડીમાં આ AC હીટર તરીકે કામ કરીને રૂમને ગરમ રાખી શકે છે. આમ, એક જ મશીન તમને બારેમાસ સુવિધા આપે છે.
ભેજ અને પ્રદૂષણથી મુક્તિ:
શિયાળામાં ઘરો બંધ રહેવાથી ભેજ (Humidity) અને સીલનની ગંધ વધે છે. AC માં રહેલું ‘ડ્રાય મોડ’ હવામાંથી વધારાનો ભેજ દૂર કરે છે. આ ઉપરાંત, આજના AC એડવાન્સ્ડ ફિલ્ટર્સ સાથે આવે છે જે ઘરમાં હવાનું સર્ક્યુલેશન જાળવી રાખે છે અને PM 2.5 જેવા પ્રદૂષકોને ઘટાડવામાં મદદ કરે છે, જે શિયાળામાં સ્વાસ્થ્ય માટે ખૂબ જરૂરી છે.
ઉતાવળમાં ભૂલોથી બચાવ:
જ્યારે હીટવેવ શરૂ થાય ત્યારે ઉતાવળમાં આપણે ઘણીવાર ખોટા સ્ટાર રેટિંગ કે ખોટી ટન ક્ષમતાનું AC ખરીદી લઈએ છીએ. ઓફ-સીઝનમાં તમારી પાસે પૂરતો સમય હોય છે. તમે રૂમની સાઇઝ, એનર્જી એફિશિયન્સી (3 Star vs 5 Star) અને ફીચર્સની શાંતિથી તુલના કરીને યોગ્ય નિર્ણય લઈ શકો છો. શિયાળામાં AC ખરીદવું એ માત્ર પૈસાની બચત નથી, પણ માનસિક શાંતિનો સોદો પણ છે. જ્યારે ઉનાળાની પહેલી ગરમી પડશે, ત્યારે તમારું ઘર પહેલેથી જ ઠંડક માટે સજ્જ હશે અને તમારે ઇન્સ્ટોલેશન માટે લાંબી લાઈનોમાં ઊભા રહેવું નહીં પડે.
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

