Smartphoneનો યુગ ખતમ? એલોન મસ્ક લાવી રહ્યા છે સેટેલાઇટથી ચાલતુX 'મિસ્ટ્રી' ડિવાઇસ!

Last Updated: February 8, 2026By

ટેક જાયન્ટ એલોન મસ્કની કંપની SpaceX હવે સ્માર્ટફોન ઇન્ડસ્ટ્રીમાં મોટો ઉલટફેર કરવા જઈ રહી છે. તાજેતરના અહેવાલો મુજબ, કંપની એક એવું ખાસ ડિવાઇસ તૈયાર કરી રહી છે જે સીધું સ્માર્ટફોનને ટક્કર આપશે. જોકે, રસપ્રદ વાત એ છે કે મસ્ક પોતે કહી ચૂક્યા છે કે તેઓ કોઈ ‘પરંપરાગત સ્માર્ટફોન’ નથી બનાવી રહ્યા, પરંતુ કંઈક એવું જે આજની ટેકનોલોજી કરતા ઘણું આગળ હશે.

સેટેલાઇટ કનેક્ટિવિટીની તાકાત

આ નવા ડિવાઇસની સૌથી મોટી ખાસિયત તેની કનેક્ટિવિટી હશે. તે સીધું મસ્કના Starlink સેટેલાઇટ નેટવર્ક સાથે જોડાશે. આનો અર્થ એ થયો કે દુનિયાના ખૂણે ખૂણે, જ્યાં મોબાઈલ ટાવર નથી હોતા, ત્યાં પણ આ ડિવાઇસ અવિરત નેટવર્ક પૂરું પાડશે. હાલમાં સ્પેસએક્સે અમેરિકામાં T-Mobile સાથે ભાગીદારી કરીને કેટલીક સેવાઓ શરૂ કરી છે, પરંતુ આ નવું ડિવાઇસ આખું માળખું બદલી શકે છે.

સ્માર્ટફોન નહીં, તો શું હશે?

નિષ્ણાતોના મતે, આ કોઈ સામાન્ય ફોન નહીં પણ On-Device AI ડિવાઇસ હોઈ શકે છે. મસ્કની પોતાની AI કંપની xAI પાસે પહેલેથી જ ‘Grok’ જેવો પાવરફુલ ચેટબોટ છે. શક્ય છે કે આ નવું ગેજેટ સંપૂર્ણપણે AI આધારિત હોય અને યુઝર્સના કામને સ્માર્ટફોન કરતા વધુ સરળ અને ઝડપી બનાવે.

દિગ્ગજ કંપનીઓ સામે પડકાર

હાલમાં Apple, Samsung અને Google જેવી કંપનીઓનું માર્કેટમાં પ્રભુત્વ છે. જો મસ્કનું આ ડિવાઇસ સેટેલાઇટ ઈન્ટરનેટ અને AI ના જોડાણ સાથે માર્કેટમાં આવશે, તો તે સ્માર્ટફોનના અસ્તિત્વ સામે મોટો સવાલ ઊભો કરી શકે છે. સ્માર્ટફોનના બદલે લોકો એક એવું હેન્ડી ડિવાઇસ પસંદ કરી શકે છે જે ક્યારેય રેન્જની બહાર ન જાય. આ પ્રોજેક્ટ હજુ ડેવલપમેન્ટના શરૂઆતના તબક્કામાં છે, પરંતુ મસ્કની દરેક જાહેરાતની જેમ આખી દુનિયાની નજર આ ‘ગેમ ચેન્જર’ ડિવાઇસ પર ટકેલી છે.