Smriti Mandhana; RCB Vs MI WPL 2026 LIVE Score Update | Harmanpreet Kaur Richa Ghosh | છેલ્લા 4 બોલમાં 20 રન ફટકારીને ડી ક્લાર્કે મુંબઈને હરાવ્યું: RCB 3 વિકેટે જીતી; નદીન ક્લાર્કના ઓલરાઉન્ડ પરફોર્મન્સની મદદથી બેંગલુરુનો વિજય

Last Updated: January 9, 2026By

સ્પોર્ટ્સ ડેસ્ક8 કલાક પેહલા

  • કૉપી લિંક

રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ આ સીઝનની પહેલી મેચમાં ગયા વર્ષની ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સને 3 વિકેટથી હરાવ્યું છે. બેંગલુરુએ 155 રનનો ટાર્ગેટ 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને ચેઝ કરી લીધો હતો. નદીન ડી ક્લાર્કે છેલ્લા 4 બોલ પર સતત 4 બાઉન્ડરી ફટકારીને ટીમને જીત અપાવી હતી. આ બાઉન્ડરીમાં બે ચોગ્ગા અને બે છગ્ગાનો સમાવેશ થાય છે.

અગાઉ, ડી.વાય. પાટીલ સ્ટેડિયમમાં RCBએ ટૉસ જીતીને બોલિંગ પસંદ કરી હતી. મુંબઈએ 20 ઓવરમાં 6 વિકેટે 154 રન બનાવ્યા હતા. એસ. સજનાએ 45 રન બનાવીને ટીમને 150ની નજીક પહોંચાડી હતી. તેણે નિકોલા કેરી (40 રન) સાથે 49 બોલમાં 82 રનની ભાગીદારી કરી હતી. ઓપનર જી. કમલિનીએ 32 અને કેપ્ટન હરમનપ્રીત કૌરે 20 રન બનાવ્યા હતા. નદીન ડી ક્લાર્કે 4 વિકેટ ઝડપી હતી, જ્યારે લૌરેન બેલ અને શ્રેયંકા પાટીલને એક-એક વિકેટ મળી હતી.

નદીન ડી ક્લાર્કનું ઓલરાઉન્ડ પરફોર્મન્સ

ઓપનિંગ સેરેમનીમાં જેકલીન, હની સિંહે પર્ફોર્મ કર્યું મેચ પહેલાં ઓપનિંગ સેરેમનીમાં સિંગર હની સિંહ અને બોલિવૂડ અભિનેત્રી જેકલીન ફર્નાન્ડિસે પરફોર્મ કર્યું. આ દરમિયાન મિસ યુનિવર્સ હરનાઝ સંધુ પણ હાજર રહી.

ઓપનિંગ સેરેમનીમાં બોલિવૂડ અભિનેત્રી જેકલીન ફર્નાન્ડિઝે પરફોર્મ કર્યું. (ફોટો- BCCI)

ઓપનિંગ સેરેમનીમાં બોલિવૂડ અભિનેત્રી જેકલીન ફર્નાન્ડિઝે પરફોર્મ કર્યું. (ફોટો- BCCI)

જેકલીન સાથે મિસ યુનિવર્સ હરનાઝ સંધુ પણ હાજર રહી. (ફોટો- BCCI)

જેકલીન સાથે મિસ યુનિવર્સ હરનાઝ સંધુ પણ હાજર રહી. (ફોટો- BCCI)

જેકલીનના પરફોર્મન્સ દરમિયાન આતશબાજી પણ કરવામાં આવી. (ફોટો- BCCI)

જેકલીનના પરફોર્મન્સ દરમિયાન આતશબાજી પણ કરવામાં આવી. (ફોટો- BCCI)

હરમનપ્રીત કૌર અને સ્મૃતિ મંધાના સાથે સિંગર હની સિંહ. (ફોટો- BCCI)

હરમનપ્રીત કૌર અને સ્મૃતિ મંધાના સાથે સિંગર હની સિંહ. (ફોટો- BCCI)

બન્ને ટીમની પ્લેઇંગ-11

રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB): સ્મૃતિ મંધાના (કેપ્ટન), ગ્રેસ હેરિસ, ડી હેમલતા, રિચા ઘોષ (વિકેટકીપર), રાધા યાદવ, નદીન ડી ક્લાર્ક, અરુંધતિ રેડ્ડી, શ્રેયંકા પાટીલ, પ્રેમા રાવત, લેન્સી સ્મિથ અને લૌરેન બેલ.

મુંબઈ ઈન્ડિયન્સ (MI): હરમનપ્રીત કૌર (કેપ્ટન), જી કમલિની (વિકેટકીપર), નેટ સિવર-બ્રન્ટ, અમિલિયા કેર, નિકોલા કેરી, પૂનમ ખેમનર, શબનિમ ઈસ્માઈલ, સંસ્કૃતિ, એસ સજના અને સાયકા ઇશાક.

અપડેટ્સ

05:58 PM9 જાન્યુઆરી 2026

  • કૉપી લિંક

નદીન ડી ક્લાર્કે RCBને પ્રથમ જીત અપાવી

વુમન્સ પ્રીમિયર લીગની ચોથી સીઝનની શરૂઆત જોરદાર રહી છે. શુક્રવારે નવી મુંબઈના DY પાટીલ સ્ટેડિયમ પર રમાયેલા મેચમાં RCBએ ડિફેન્ડિંગ ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સને ત્રણ વિકેટથી હરાવીને પોતાના અભિયાનની શરૂઆત કરી છે.

ટોસ હારીને પહેલા બેટિંગ કરવા ઉતરેલી મુંબઈએ સજીવન સજના અને નિકોલા કેરીની 82 રનની ભાગીદારીના દમ પર 20 ઓવરમાં છ વિકેટે 154 રન બનાવ્યા હતા. જવાબમાં RCBએ નદીન ડી ક્લાર્કની 63 રનની અણનમ ઇનિંગની મદદથી સાત વિકેટે 157 રન બનાવીને મુકાબલો પોતાના નામે કરી લીધો હતો.

નદીન ડી ક્લાર્કે છેલ્લા 4 બોલ પર સતત 4 બાઉન્ડરી ફટકારીને ટીમને જીત અપાવી હતી. આ બાઉન્ડરીમાં બે ચોગ્ગા અને બે છગ્ગાનો સમાવેશ થાય છે.

05:49 PM9 જાન્યુઆરી 2026

  • કૉપી લિંક

નદીન ડી ક્લાર્કને એક બોલ પર બે લાઇફ લાઇન મળી

19મી ઓવરના ચોથા બોલ પર નદીન ડી ક્લાર્કને બે જીવનદાન મળ્યા હતા. તેણે શબનિમ ઇસ્માઇલના બોલ પર મિડ-વિકેટ તરફ શોટ રમ્યો હતો, જ્યાં અમીલિયા કેરથી કેચ છૂટી ગયો હતો.

આ જ બોલ પર તે રન આઉટ થતા પણ બચી ગઈ હતી. તે બીજો રન લેવા માટે દોડી હતી. સ્ટ્રાઈકર એન્ડ પર વિકેટકીપર જી. કમલિની પાસે તેને રનઆઉટ કરવાની તક હતી, પરંતુ તે ચૂકી ગઈ હતી.

05:29 PM9 જાન્યુઆરી 2026

  • કૉપી લિંક

નિકોલા કેરીને ઓવરમાં બે વિકેટ મળી, રેડ્ડી-પાટીલ આઉટ

17મી ઓવરમાં નિકોલા કેરીએ બે વિકેટ ઝડપી હતી. તેણે…

  • પહેલા બોલ પર અરુંધતી રેડ્ડીને (20 રન) અમીલિયા કેરના હાથે કેચ કરાવી.
  • છેલ્લા બોલ પર શ્રેયાંકા પાટીલને બોલ્ડ કરી દીધી. શ્રેયાંકા માત્ર એક જ રન બનાવી શકી હતી.

આ ઓવરમાંથી માત્ર 4 રન આવ્યા હતા.

05:07 PM9 જાન્યુઆરી 2026

  • કૉપી લિંક

ફોટોઝમાં ફેન્સનો ઉત્સાહ જુઓ…

05:06 PM9 જાન્યુઆરી 2026

  • કૉપી લિંક

DRS લઈને આઉટ થતા બચી રેડ્ડી

12મી ઓવરમાં અરુંધતી રેડ્ડી DRS લઈને આઉટ થતા બચી ગઈ હતી. અમીલિયા કેરનો પાંચમો બોલ તેના પેડ પર વાગ્યો હતો. ફિલ્ડ અમ્પાયરે તેને LBW આઉટ આપી દીધી હતી. એવામાં રેડ્ડીએ DRS લીધું. રિપ્લેમાં જાણવા મળ્યું કે બોલ સ્ટમ્પની ઉપરથી જઈ રહ્યો હતો.

04:50 PM9 જાન્યુઆરી 2026

  • કૉપી લિંક

અમીલિયા કેરે પ્રથમ ઓવરમાં બે વિકેટ ઝડપી

બેંગલુરુએ આઠમી ઓવરમાં બે વિકેટ ગુમાવી હતી. ઓવરના પ્રથમ બોલ પર અમીલિયા કેરે રાધા યાદવને (એક રન) બોલ્ડ કરી દીધી હતી. ત્યારબાદ, વિકેટકીપર રિચા ઘોષને નિકોલા કેરીના હાથે કેચ કરાવી હતી.

04:48 PM9 જાન્યુઆરી 2026

  • કૉપી લિંક

અમનજોત કૌરને પ્રથમ ઓવરમાં વિકેટ મળી

સાતમી ઓવર નાખવા આવેલી અમનજોત કૌરે પોતાની પ્રથમ ઓવરમાં જ મુંબઈને વિકેટ અપાવી દીધી. અહીં બેંગલુરુની ડી. હેમલતા 7 રન બનાવીને આઉટ થઈ હતી.

04:47 PM9 જાન્યુઆરી 2026

  • કૉપી લિંક

પાવરપ્લેમાં બેંગલુરુ 50 રનને પાર, ઓપનર્સની વિકેટ ગુમાવી

155 રનને ચેઝ કરી રહેલી બેંગલુરુની શરૂઆત મિક્સ્ડ રહી છે. ટીમે 6 ઓવરમાં 57 રન બનાવી લીધા છે. જોકે, ટીમને બે મોટા ઝટકા પણ લાગ્યા છે. ઓપનર ગ્રેસ હેરિસ 25 અને કેપ્ટન સ્મૃતિ મંધાના 18 રન બનાવીને આઉટ થઈ છે.

04:46 PM9 જાન્યુઆરી 2026

  • કૉપી લિંક

પાવરપ્લેમાં બેંગલુરુની બીજી વિકેટ પડી, હેરિસ આઉટ

પાંચમી ઓવરના છેલ્લા બોલ પર બેંગલુરુએ બીજી વિકેટ પણ ગુમાવી દીધી. અહીં ગ્રેસ હેરિસ 25 રન બનાવીને આઉટ થઈ હતી. તેને નેટ સીવર-બ્રન્ટે શબનિમ ઇસ્માઇલના હાથે કેચ કરાવી હતી.

04:46 PM9 જાન્યુઆરી 2026

  • કૉપી લિંક

સ્મૃતિ મંધાના 18 રન બનાવી આઉટ, ઇસ્માઇલે કેચ કરાવી

ચોથી ઓવરના પાંચમા બોલ પર બેંગલુરુએ પહેલી વિકેટ ગુમાવી હતી. અહીં કેપ્ટન સ્મૃતિ મંધાના 18 રન બનાવીને આઉટ થઈ હતી. તેને શબનિમ ઇસ્માઇલે પૂનમ ખેમનારના હાથે કેચ કરાવી હતી. મંધાનાએ ચાર ચોગ્ગા ફટકાર્યા હતા.

04:41 PM9 જાન્યુઆરી 2026

  • કૉપી લિંક

મંધાના-હેરિસે કેરીની ઓવરમાંથી 20 રન લીધા

બેંગલુરુની ઓપનર ગ્રેસ હેરિસ અને સ્મૃતિ મંધાનાએ ત્રીજી ઓવર નાખવા આવેલી નિકોલા કેરીની ઓવરમાંથી 20 રન લીધા. આ ઓવરમાંથી 3 ચોગ્ગા અને એક છગ્ગો આવ્યો.

04:40 PM9 જાન્યુઆરી 2026

  • કૉપી લિંક

બેંગલુરુની ઓપનર્સે પ્રથમ ઓવરમાં 11 રન બનાવ્યા

155 રનનો ટાર્ગેટ ચેઝ કરી રહેલી બેંગલુરુની ઓપનર્સે પહેલી જ ઓવરમાં 11 રન બનાવી દીધા. ગ્રેસ હેરિસે નેટ સીવર-બ્રન્ટના પ્રથમ બોલને બાઉન્ડ્રી લાઇન પાસ કરાવી હતી. ત્યારબાદ મંધાનાએ પાંચમા બોલ પર ચોગ્ગો ફટકાર્યો હતો.

04:01 PM9 જાન્યુઆરી 2026

  • કૉપી લિંક

ઇનિંગ્સ બ્રેક: બેંગલુરુને 155 રનનો ટાર્ગેટ

03:51 PM9 જાન્યુઆરી 2026

  • કૉપી લિંક

નદીન ડી ક્લાર્કે અંતિમ ઓવરમાં બે વિકેટ લીધી

મુંબઈની ઇનિંગની અંતિમ ઓવર ફેંકતા, નદીન ડી ક્લાર્કે બે વિકેટ લીધી. એસ. સજના અને નિકોલા કેરીને આઉટ કરી.

03:40 PM9 જાન્યુઆરી 2026

  • કૉપી લિંક

કેરી-સજના વચ્ચે 50 રનની પાર્ટનરશિપ

કેરી-સજનાએ મુંબઈને 100 રનનો આંકડો પાર કરાવ્યો.

કેરી-સજનાએ મુંબઈને 100 રનનો આંકડો પાર કરાવ્યો.

03:27 PM9 જાન્યુઆરી 2026

  • કૉપી લિંક

મુંબઈનો સ્કોર 100 ને પાર

મુંબઈએ 15મી ઓવરમાં 100 રનનો આંકડો પાર કર્યો. એસ. સજનાએ રાધા યાદવની બોલિંગમાં બે ચોગ્ગા અને એક છગ્ગો ફટકારીને સ્કોર 100 સુધી પહોંચાડ્યો. નિકોલા કેરીએ 16મી ઓવરના પહેલા બોલ પર એક સિંગલ લઈને સ્કોર 100 ને પાર કરાવ્યો.

03:25 PM9 જાન્યુઆરી 2026

  • કૉપી લિંક

કમલિની 32 રન બનાવીને આઉટ

મુંબઈએ 10મી ઓવરમાં પોતાની ત્રીજી વિકેટ ગુમાવી. જી કમલિની 32 રન બનાવીને આઉટ. શ્રેયંકા પાટીલે તેને બોલ્ડ કરી.

03:21 PM9 જાન્યુઆરી 2026

  • કૉપી લિંક

મુંબઈએ 50 રનનો સ્કોર પાર કર્યો, હરમનપ્રીત ક્રીઝ પર

મુંબઈએ 9મી ઓવરમાં 50 રનનો આંકડો પાર કર્યો. લોરેન બેલની વાઈડ ડિલિવરીએ ટીમનો 50મો રન પૂરો કર્યો. કેપ્ટન હરમનપ્રીત કૌર અણનમ.

03:20 PM9 જાન્યુઆરી 2026

  • કૉપી લિંક

મુંબઈએ બીજી વિકેટ ગુમાવી, નેટ સિવર-બ્રન્ટ આઉટ

મુંબઈએ 7મી ઓવરના બીજા બોલ પર બીજી વિકેટ ગુમાવી. નેટ સિવર-બ્રન્ટ 4 રન બનાવીને આઉટ થઈ. તેણે નદીન ડી ક્લાર્કના બોલ પર વિકેટકીપર રિચા ઘોષ દ્વારા સ્ટમ્પ આઉટ કરવામાં આવી.

02:38 PM9 જાન્યુઆરી 2026

  • કૉપી લિંક

મુંબઈની ખરાબ શરૂઆત, પાવરપ્લેનો સ્કોર 34/1

WPLની પહેલી મેચમાં પહેલા બેટિંગ કરતા મુંબઈ ઈન્ડિયન્સની બેટિંગ શરૂઆત ઠીકઠાક રહી હતી. ટીમમાંથી અમિલીયા કેરે પહેલી ઓવર મેડન રમી હતી. RCBની લૌરેન બેલે તેને જ આઉટ કરી હતી.ય પાવરપ્લેમાં મુંબઈનો સ્કોર 34/1 રહ્યો હતો. ટીમ તરફથી જી. કમિલીની અને નેટ સીવર બ્રન્ટ ક્રિઝ પર છે.

02:36 PM9 જાન્યુઆરી 2026

  • કૉપી લિંક

મુંબઈની પહેલી વિકેટ પડી, અમીલિયા કેર આઉટ

પાંચમી ઓવરમાં મુંબઈએ પ્રથમ વિકેટ ગુમાવી હતી. અહીં અમીલિયા કેર 15 બોલમાં માત્ર 4 રન બનાવીને આઉટ થઈ હતી. તેને લૌરેન બેલે અરુંધતી રેડ્ડીના હાથે કેચ કરાવી હતી.

02:27 PM9 જાન્યુઆરી 2026

  • કૉપી લિંક

કમલિનીએ બે ચોગ્ગા ફટકાર્યા

મુંબઈની ઇનિંગની બીજી ઓવરમાં જી. કમલિનીએ બે ચોગ્ગા ફટકાર્યા. તેણે પ્રથમ બોલ પર ચોગ્ગો ફટકારીને ટીમનું ખાતું ખોલાવ્યું હતું. ત્યારબાદ છેલ્લા બોલને પણ બાઉન્ડરીની બહાર પહોંચાડ્યો હતો. લેન્સી સ્મિથની આ ઓવરમાંથી 10 રન આવ્યા.

02:19 PM9 જાન્યુઆરી 2026

  • કૉપી લિંક

પહેલી ઓવર મેડન રહી

બેંગલુરુની કેપ્ટન સ્મૃતિ મંધાનાએ પ્રથમ ઓવર લૌરેન બેલને આપી છે. બેલે આ ઓવરમાં એક પણ રન આપ્યો નથી. મુંબઈની ઓપનર અમીલિયા કેરે તમામ બોલ ડોટ રમી હતી.

02:08 PM9 જાન્યુઆરી 2026

  • કૉપી લિંક

સિંગર હની સિંહે પરફોર્મ કર્યું

01:54 PM9 જાન્યુઆરી 2026

  • કૉપી લિંક

એક્ટ્રેસ જેકલીન ફર્નાન્ડીઝે ડાન્સ કર્યો

01:50 PM9 જાન્યુઆરી 2026

  • કૉપી લિંક

ઓપનિંગ સેરેમનીમાં મિસ યુનિવર્સ હરનાઝ સંધુ પણ હાજર રહી

01:45 PM9 જાન્યુઆરી 2026

  • કૉપી લિંક

બન્ને ટીમની પ્લેઇંગ-11

01:45 PM9 જાન્યુઆરી 2026

  • કૉપી લિંક

RCBએ ટૉસ જીતીને બોલિંગ લીધી

RCBએ ટૉસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. ટીમનું નેતૃત્વ સ્મૃતિ મંધાના કરી રહી છે, જ્યારે મુંબઈની કમાન ભારતીય કેપ્ટન હરમનપ્રીત કૌરના હાથમાં છે.

01:43 PM9 જાન્યુઆરી 2026

  • કૉપી લિંક

અત્યાર સુધીના ચેમ્પિયન્સ

WPLની અત્યાર સુધી 3 સીઝન થઈ ચૂકી છે. 2 વાર મુંબઈએ ખિતાબ જીત્યો. જ્યારે, એક વાર બેંગલુરુ પણ ચેમ્પિયન બની. દિલ્હી કેપિટલ્સ ત્રણેય સીઝનમાં ફાઈનલ સુધી પહોંચી, પરંતુ રનર-અપ જ રહી.

01:43 PM9 જાન્યુઆરી 2026

  • કૉપી લિંક

હેડ ટુ હેડ: મુંબઈ ઈન્ડિયન્સ એક મેચ વધુ જીતી

WPLમાં MI અને RCB વચ્ચે અત્યાર સુધી કુલ 7 મેચ રમાઈ છે. જેમાંથી 4 મેચ મુંબઈ ઈન્ડિયન્સે જીતી, જ્યારે 3 મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુને જીત મળી.

01:42 PM9 જાન્યુઆરી 2026

  • કૉપી લિંક

સિવર-બ્રન્ટ ટૉપ સ્કોરર, મેથ્યુઝના નામે સૌથી વધુ વિકેટ

મુંબઈની નેટ સિવર-બ્રન્ટે સૌથી વધુ રન બનાવ્યા છે. તેના નામે 29 મેચમાં 1027 રન છે. જ્યારે, હેલી મેથ્યુઝે સૌથી વધુ વિકેટ લીધી છે. તેના નામે 29 મેચમાં 41 વિકેટ છે.

01:42 PM9 જાન્યુઆરી 2026

  • કૉપી લિંક

બેંગલુરુ તરફથી સૌથી વધુ રન મંધાનાએ બનાવ્યા

બેંગલુરુ તરફથી સૌથી વધુ રન કેપ્ટન સ્મૃતિ મંધાનાએ બનાવ્યા છે. તેના નામે 26 મેચમાં 646 રન છે. મંધાના 128.68ના સ્ટ્રાઈક રેટથી રન બનાવે છે. જ્યારે, શ્રેયંકા પાટીલે RCB તરફથી સૌથી વધુ વિકેટ લીધી છે.

01:41 PM9 જાન્યુઆરી 2026

  • કૉપી લિંક

RCBને પેરીની ખોટ પડશે

મેગા ઓક્શન પહેલાં RCBએ રિટેન કરેલી એલિસ પેરી અંગત કારણોસર ટુર્નામેન્ટ રમી શકશે નહીં. પેરી ટીમની ટૉપ રન સ્કોરર અને ચોથી ટૉપ વિકેટ ટેકર છે. પેરીના રિપ્લેસમેન્ટ તરીકે ટીમે સયાલી સતઘરેને પસંદ કરી, પરંતુ તેનું પ્લેઇંગ-11માં સામેલ થવું પણ મુશ્કેલ લાગી રહ્યું છે.

01:41 PM9 જાન્યુઆરી 2026

  • કૉપી લિંક

પીચ રિપોર્ટ: ટૉસ જીતનારી ટીમ બોલિંગ પસંદ કરશે

ડીવાય પાટીલ સ્ટેડિયમની પીચ સામાન્ય રીતે બેટર્સને માટે મદદરૂપ માનવામાં આવે છે. અહીં ઝડપી બોલરોને શરૂઆતની ઓવરોમાં થોડી મદદ મળી શકે છે, પરંતુ બાદમાં રન બનાવવા સરળ બની જાય છે. આવી સ્થિતિમાં, ટૉસ જીતનારી ટીમ પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લઈ શકે છે.

01:41 PM9 જાન્યુઆરી 2026

  • કૉપી લિંક

વરસાદની કોઈ શક્યતા નથી

નવી મુંબઈના આકાશમાં હળવા વાદળો છવાયેલા રહેશે. જોકે, વરસાદની કોઈ શક્યતા નથી. અહીં શુક્રવારનું મહત્તમ તાપમાન 31 ડિગ્રી સેલ્સિયસ, જ્યારે લઘુત્તમ તાપમાન 17 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહી શકે છે.

01:39 PM9 જાન્યુઆરી 2026

  • કૉપી લિંક

મેચ ક્યાં જોઈ શકાશે?

WPLનું લાઇવ ટેલિકાસ્ટ સ્ટાર નેટવર્ક પર થશે. મુકાબલાઓની ઓનલાઈન સ્ટ્રીમિંગ જિયો હોટસ્ટાર એપ પર થશે.