Sonakshi Sinha Praises GenZ After Dharmendra Pradhan Resignation Video
15 કલાક પેહલા
- કૉપી લિંક
કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પછી સોનાક્ષી સિન્હાએ ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કરીને Gen Zના વખાણ કર્યા.
વીડિયોમાં સોનાક્ષીએ કહ્યું કે તેણે પહેલા GenZને હળવાશથી લીધા હતી, પરંતુ હવે તેની વિચારસરણી બદલાઈ ગઈ છે. તેણે કેમેરા સામે કાન પકડીને દંડ-બેઠક પણ કરી અને કહ્યું કે હવે તે પણ GenZ જેવી બનવા માગે છે.
સોનાક્ષીએ વીડિયોમાં કહ્યું, ‘ભાઈ, તમે જાણતા નથી, તમે આજે શું કર્યું છે. બ્રો, હું તો આર્ટિસ્ટ છું, પરંતુ GenZ આર્ટ છે. ખબર છે, હું જનરલ Z ને બહુ હળવાશથી લેતી હતી.’

સોનાક્ષી સિન્હાએ Gen Z ને સલામ કર્યું.
ઇન્સ્ટાગ્રામ પર કરેલી ઘણી પોસ્ટ્સ
આ પહેલા સોનાક્ષી સિન્હાએ ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ સતત ઇન્સ્ટાગ્રામ પર ઘણી પોસ્ટ શેર કરી હતી. એક પોસ્ટમાં લખ્યું હતું કે, ‘ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું આપી દીધું છે.’
અન્ય એક ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં તેણે પ્રદર્શન કરી રહેલા વિદ્યાર્થીઓની તસવીર શેર કરી હતી. તેના બેકગ્રાઉન્ડમાં ફિલ્મ ધુરંધરનું ગીત “આરી આરી” વાગતું સંભળાઈ રહ્યું હતું. આ ઉપરાંત તેણે CJP નેતા અભિજીત દિપકેનો એક વીડિયો પણ શેર કર્યો અને લખ્યું, ‘ભાઈ, શું કહી દીધું?’ સાથે જ તેણે સોનમ વાંગચુકનો આભાર માન્યો.
વિદ્યાર્થીઓના સમર્થનમાં અભિપ્રાય વ્યક્ત કર્યો હતો
સોનાક્ષી સિન્હા આ પહેલા પણ વિદ્યાર્થીઓના સમર્થનમાં સોશિયલ મીડિયા પર પોતાનો અભિપ્રાય આપી ચૂકી છે. તેણે વિદ્યાર્થીઓ માટે ન્યાયની માંગ કરી હતી. આ ઉપરાંત તેણે ભૂખ હડતાળ પર બેઠેલા સોનમ વાંગચુકને સમર્થન આપતા સરકારને સવાલો પણ કર્યા હતા.
પારુલે ઉજવણીનો વીડિયો શેર કર્યો
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પછી એક્ટ્રેસ અને એન્ટરપ્રેન્યોર પારુલ ગુલાટીની સોશિયલ મીડિયા પોસ્ટ ચર્ચામાં છે. પારુલે તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો, જેમાં તે ઉજવણી કરતી જોવા મળી રહી છે. વીડિયો પર લખેલું છે, ‘અમે માલકિન હોસ્ટેલમાં ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું આ રીતે ઉજવી રહ્યા છીએ.’

પારુલ ગુલાટીએ ઇન્સ્ટાગ્રામ પર આ વીડિયો શેર કર્યો.
કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ આલિયા ભટ્ટ, પ્રિયંકા ચોપરા, શબાના આઝમી, પ્રકાશ રાજ, સ્વરા ભાસ્કર અને ભૂમિ પેડનેકર સહિત અનેક સેલેબ્સે પ્રતિક્રિયા આપી. સંપૂર્ણ સમાચાર અહીં વાંચો….
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.


