Sports News Headlines Updates; FIFA World Cup – Women WC 2026
સ્પોર્ટ્સ ડેસ્ક12 કલાક પેહલા
- કૉપી લિંક
ભારતની સ્ટાર ટેબલ ટેનિસ ખેલાડી મણિકા બત્રાએ આગામી એશિયન ગેમ્સ માટે ભારતીય ટીમની પસંદગી પર સવાલ ઉઠાવ્યા છે. તેણે ટેબલ ટેનિસ ફેડરેશન ઓફ ઇન્ડિયા (TTFI) પર બંધારણનું ઉલ્લંઘન કરવાનો આરોપ લગાવ્યો છે.
મણિકાએ એક સોશિયલ પોસ્ટમાં કહ્યું કે તે આ વિવાદથી માનસિક રીતે થાકી ગઈ છે અને હાલમાં આ લડાઈને આગળ વધારવા માંગતી નથી. 31 વર્ષીય મણિકાને એશિયન ગેમ્સ (19 સપ્ટેમ્બરથી 4 ઓક્ટોબર, આઇચી-નાગોયા) માટે જાહેર કરાયેલા 10 સભ્યોના ભારતીય દળમાં રિઝર્વ ખેલાડી તરીકે રાખવામાં આવ્યા છે.
——————————-
સ્પોર્ટ્સ સાથે જોડાયેલા આ સમાચાર પણ વાંચો…
ભારતીય શટલર રોનક ચૌહાણ યુએસ ઓપનના ટૉપ-8માં પહોંચ્યા, શ્રીકાંત પણ જીત્યો

રૌનકે ચાઈનીઝ તાઈપેઈના ચાઉ ટિએન ચેનને સીધા ગેમમાં હરાવ્યો. (ફોટો BAI)
ભારતના યુવા શટલર રૌનક ચૌહાણે અમેરિકામાં મોટો અપસેટ સર્જતા વિશ્વના છઠ્ઠા નંબરના ખેલાડી અને ટોચના ક્રમાંકિત ચાઈનીઝ તાઈપેઈના ચાઉ ટિએન ચેનને સીધા ગેમમાં હરાવીને યુએસ ઓપન બેડમિન્ટન ટુર્નામેન્ટના ક્વાર્ટર ફાઇનલમાં સ્થાન મેળવી લીધું. જ્યારે, કિદામ્બી શ્રીકાંત, તાનવી શર્મા, રક્ષિતા શ્રી અને દેવિકા સિહાગે પણ અંતિમ-8માં પ્રવેશ કરીને ભારતનું શાનદાર પ્રદર્શન ચાલુ રાખ્યું.
——————————-
સ્પોર્ટ્સ સાથે જોડાયેલા આ સમાચાર પણ વાંચો…
સેરેના વિલિયમ્સને વિમ્બલ્ડન માટે વાઇલ્ડ કાર્ડ મળ્યો, બે કેટેગરીમાં ઉતરશે

લંડન | ટેનિસની મહાન ખેલાડી સેરેના વિલિયમ્સ લગભગ ચાર વર્ષ પછી પ્રોફેશનલ ટેનિસમાં કમબેક માટે તૈયાર છે. 44 વર્ષીય સેરેનાને વિમ્બલ્ડનના સિંગલ્સ અને ડબલ્સ બંને વર્ગોમાં વાઇલ્ડ કાર્ડ મળ્યો છે. તે ડબલ્સમાં તેની મોટી બહેન વીનસ વિલિયમ્સ સાથે કોર્ટ પર ઉતરશે.
સેરેનાએ કહ્યું કે તેના કમબેક પાછળ સૌથી મોટી પ્રેરણા તેની દીકરીઓ ઓલિમ્પિયા (8 વર્ષ) અને અદીરા (લગભગ 3 વર્ષ) છે. બંનેએ તેની તૈયારી અને સખત મહેનતને ખૂબ નજીકથી જોઈ છે. તાજેતરમાં સેરેનાએ સોશિયલ મીડિયા પર એક વીડિયો પણ શેર કર્યો હતો, જેમાં અદીરા ટ્રેનિંગ દરમિયાન રેઝિસ્ટન્સ બેન્ડ પકડીને તેની મદદ કરતી જોવા મળી હતી.
હર્ષિતે એશિયન જુનિયર જિમ્નાસ્ટિક્સમાં ગોલ્ડ જીત્યો, અક્ષત બજાજને સિલ્વર

ભારતીય જિમ્નાસ્ટિક્સને એશિયન સ્તરે મોટી સફળતા મળી છે. હર્ષિત દામોદરને એશિયન આર્ટિસ્ટિક જિમ્નાસ્ટિક્સ ચેમ્પિયનશિપની જુનિયર મેન્સ વૉલ્ટ ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ જીતીને ઇતિહાસ રચ્યો. અક્ષત બજાજે સિલ્વર મેડલ જીત્યો. ભારતને પહેલીવાર આ ઇવેન્ટમાં ગોલ્ડ અને સિલ્વર બંને મેડલ મળ્યા છે.
આ સિદ્ધિ ભારત માટે એટલા માટે પણ ખાસ છે, કારણ કે આ પહેલા ભારતીય ટીમે જુનિયર મેન્સ ટીમ ઇવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. સતત બે મેડલે ભારતીય જુનિયર જિમ્નાસ્ટિક્સની વધતી તાકાતનો સંકેત આપ્યો છે.
હર્ષિતે ફાઇનલમાં 13.649 અંક મેળવ્યા. પહેલા વોલ્ટ હેન્ડસ્પ્રિંગ ફ્રન્ટ ડબલ ટ્વિસ્ટ પર તેને 13.866 પોઇન્ટ મળ્યા, જ્યારે બીજા પ્રયાસમાં ત્સુકાહારા 720ના દમ પર તેણે ગોલ્ડ મેડલ જીત્યો. અક્ષત બજાજે ત્સુકાહારા 720 અને યુર્ચેન્કો 720 વોલ્ટ સાથે 13.433નો સરેરાશ સ્કોર બનાવીને બીજું સ્થાન મેળવ્યું. ઉઝબેકિસ્તાનના બેકઝાદ બખ્તિયારોવને બ્રોન્ઝ મેડલ મળ્યો.
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.


