SRIT India IPO Launch; Vishal Nirmiti Investment Opportunity
30 મિનિટ પેહલા
- કૉપી લિંક
આ અઠવાડિયે શેરબજારમાં 4 મેઇનબોર્ડ IPO ખુલશે. તેમાં SRIT ઇન્ડિયા, વિશાલ નિર્મિતિ, નિત્યાસ જેમ્સ એન્ડ જ્વેલરી અને શાહ ઇન્વેસ્ટર્સ હોમનો સમાવેશ થાય છે. આ ચારેય કંપનીઓ IPO દ્વારા કુલ મળીને આશરે 500 કરોડ રૂપિયા એકત્ર કરવા માંગે છે.
આ ચારેયમાં બેંગલુરુ સ્થિત IT કંપની SRIT ઇન્ડિયાનો IPO મેઇનબોર્ડ કેટેગરીમાં સૌથી મોટો ઇશ્યૂ હશે, જે 218 કરોડ રૂપિયાનો છે. રિટેલ રોકાણકારોને આ IPOમાં દાવ લગાવવા માટે ઓછામાં ઓછા 14,195 રૂપિયાથી લઈને 15,000 રૂપિયા સુધીની રકમની જરૂર પડશે.
SRIT ઇન્ડિયાનો ₹218 કરોડનો IPO 28 સપ્ટેમ્બરથી ખુલશે
SRIT ઇન્ડિયાનો ઇશ્યૂ 28 સપ્ટેમ્બરે સબ્સ્ક્રિપ્શન માટે ખુલશે અને 30 સપ્ટેમ્બરે બંધ થશે. કંપની આ IPOમાં 1.68 કરોડ નવા શેર જારી કરશે.
કંપનીએ આ માટે પ્રતિ શેર 123 રૂપિયાથી 130 રૂપિયાનો પ્રાઇસ બેન્ડ નક્કી કર્યો છે. રોકાણકારોએ ઓછામાં ઓછા 115 શેરના એક લોટ માટે બોલી લગાવવી પડશે. આ મુજબ અપર પ્રાઇસ બેન્ડ પર રિટેલ રોકાણકારોએ ઓછામાં ઓછું 14,950 રૂપિયાનું રોકાણ કરવું પડશે.
SRIT ઇન્ડિયા ડિજિટલ સોલ્યુશન, કસ્ટમ એપ્લિકેશન ડેવલપમેન્ટ અને સિસ્ટમ ઇન્ટિગ્રેશન સેવાઓ પૂરી પાડે છે. કંપની મુખ્યત્વે હેલ્થકેર, ઈ-ગવર્નન્સ અને ટેલિકમ્યુનિકેશન ક્ષેત્રોમાં કામ કરે છે.

વિશાલ નિર્મિતિ લાવી રહી છે ₹178 કરોડનો ઈશ્યૂ, 30 સપ્ટેમ્બરે ખુલશે
સિવિલ એન્જિનિયરિંગ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રની કંપની વિશાલ નિર્મિતિનો ₹178 કરોડનો IPO 30 સપ્ટેમ્બરે ખુલશે અને 5 ઑક્ટોબરે બંધ થશે.
કંપનીની પ્રાઇસ બેન્ડ પ્રતિ શેર 208 રૂપિયાથી 220 રૂપિયા નક્કી કરવામાં આવી છે. આ માટે લૉટ સાઇઝ 68 શેરની છે. અપર પ્રાઇસ બેન્ડ મુજબ રિટેલ રોકાણકારોએ એક લૉટ માટે ઓછામાં ઓછા 14,960 રૂપિયા રોકાણ કરવા પડશે. કંપનીના શેર 8 ઑક્ટોબરે શેરબજારમાં લિસ્ટ થશે.
કંપની રેલવે માટે પ્રી-સ્ટ્રેસ્ડ કૉન્ક્રિટ સ્લીપર્સ, પ્રી-કાસ્ટ કૉન્ક્રિટ પ્રોડક્ટ્સ અને પંપ સ્ટોરેજ પ્રોજેક્ટ્સ માટે એમએસ પાઇપ્સ બનાવે છે. આ ઉપરાંત કંપની રેલવે ઇન્ફ્રા, સિંચાઈ અને સિવિલ પ્રોજેક્ટ્સમાં EPC સેવાઓ પણ આપે છે.

નિત્યાસ જેમ્સ એન્ડ જ્વેલરીનો ₹108 કરોડનો IPO પણ 30 સપ્ટેમ્બરથી
જ્વેલરી સેગમેન્ટમાં નિત્યાસ જેમ્સ એન્ડ જ્વેલરીનો IPO 30 સપ્ટેમ્બરે ખુલશે અને 5 ઑક્ટોબરે બંધ થશે. કંપની તેના દ્વારા ₹108 કરોડ એકત્ર કરવા માગે છે.
કંપનીએ IPOની પ્રાઇસ બેન્ડ ₹70થી ₹75 પ્રતિ શેર નક્કી કરી છે. રોકાણકારો માટે લૉટ સાઇઝ 200 શેરની રાખવામાં આવી છે, જેના કારણે અપર પ્રાઇસ બેન્ડ પર ઓછામાં ઓછા ₹15,000નું રોકાણ કરવું પડશે. આ કંપનીના શેર 8 ઑક્ટોબરે શેરબજારમાં લિસ્ટ થશે.

શાહ ઇન્વેસ્ટર્સ હોમનો ₹90.17 કરોડનો ઇશ્યૂ; નાણાકીય પરિણામો પર દબાણ જોવા મળ્યું
શેર બ્રોકિંગ ફર્મ શાહ ઇન્વેસ્ટર્સ હોમનો 90.17 કરોડ રૂપિયાનો IPO 28 સપ્ટેમ્બરે ખુલશે અને 30 સપ્ટેમ્બરે બંધ થશે.
આ IPOની પ્રાઇસ બેન્ડ 159 રૂપિયાથી 167 રૂપિયા પ્રતિ શેર નક્કી કરવામાં આવી છે. રોકાણકારો માટે મિનિમમ લૉટ સાઇઝ 85 શેરની છે, જેના કારણે અપર પ્રાઇસ બેન્ડ પર રિટેલ રોકાણકારોએ ઓછામાં ઓછા 14,195 રૂપિયાનું રોકાણ કરવું પડશે.
શાહ ઇન્વેસ્ટર્સ હોમ સિક્યોરિટીઝ માર્કેટમાં છેલ્લા લગભગ 30 વર્ષોથી સક્રિય રિટેલ બ્રોકિંગ ફર્મ છે. તે ઇક્વિટી અને ડેરિવેટિવ્સ બ્રોકરેજ, IPO સેવાઓ, મ્યુચ્યુઅલ ફંડ ડિસ્ટ્રિબ્યુશન અને માર્જિન ફંડિંગ જેવી સેવાઓ પૂરી પાડે છે.

news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.



