Supreme Court Bans Social Media Streaming of Court Proceedings

Last Updated: July 24, 2026By

નવી દિલ્હી59 મિનિટ પેહલા

  • કૉપી લિંક

અદાલતની કાર્યવાહીના લાઈવ સ્ટ્રીમિંગ અને તેના વીડિયો પ્રસારિત કરવા પર રોકની માગ કરતી અરજી શુક્રવારે સુપ્રીમ કોર્ટ પહોંચી. કોર્ટે અદાલતી કાર્યવાહીના લાઈવ સ્ટ્રીમિંગના પસંદગીના ભાગો દર્શાવીને ન્યાયતંત્રની છબી ખરાબ કરવા બદલ નારાજગી વ્યક્ત કરી. સર્વોચ્ચ અદાલતે સોશિયલ મીડિયા અને ડિજિટલ મીડિયા પ્લેટફોર્મ પર અદાલતી કાર્યવાહીની કોઈપણ ક્લિપ પ્રસારિત કરવા પર વચગાળાનો સ્ટે લગાવી દીધો છે.

આ દરમિયાન વરિષ્ઠ વકીલ વિકાસ સિંહે કહ્યું કે વ્યક્તિગત રીતે તેમને લાઈવ સ્ટ્રીમિંગથી કોઈ સમસ્યા દેખાતી નથી. જોકે તેમણે જસ્ટિસ કે.વી. વિશ્વનાથનની અદાલતની કાર્યવાહીના વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થવાનો ઉલ્લેખ કરતા કહ્યું કે આ એક મજાક બની ગયું છે. આના પર ચીફ જસ્ટિસ સૂર્યકાંતે કહ્યું કે હવે આનાથી દરેક વ્યક્તિને વસ્તુઓ વાંચવા અને જોવા માટે મજબૂર થવું પડે છે.

બીજી તરફ જસ્ટિસ જોયમાલ્ય બાગચીએ ડિજિટલ સ્પેસમાં ડેટાના નિયમનને એક મોટો પડકાર ગણાવતા કહ્યું કે અદાલતની કાર્યવાહી સુધી સીમિત પહોંચ સુનિશ્ચિત કરવી જોઈએ. તેમણે સૂચન આપ્યું કે લાઈવ સ્ટ્રીમિંગ પર નિયંત્રણ હોવું જોઈએ અને જે પક્ષ કાર્યવાહી જોવા માગે છે, તેણે આ માટે સ્પષ્ટ વિનંતી કરવી જોઈએ. આ રીતે તેમનો કહેવાનો ભાવાર્થ એ હતો કે અદાલતનું લાઈવ સ્ટ્રીમિંગ પબ્લિક પ્લેટફોર્મ પર ન હોવું જોઈએ, જો કોઈ પાર્ટી આની ફીડ ઇચ્છે છે તો તેની માગ પર જ તે ઉપલબ્ધ કરાવવી જોઈએ.

જસ્ટિસ બાગચીએ કહ્યું- અદાલત એન્ટરટેઈનમેન્ટ ચેનલ ન બની શકે

અવારનવાર લાઈવ સ્ટ્રીમિંગ દરમિયાન જજો તરફથી થતી કોઈ કમેન્ટ કે ચર્ચા પર પણ સમાચાર બની જાય છે. એવામાં અદાલતનો આ નિર્ણય મહત્વપૂર્ણ છે. જસ્ટિસ બાગચીએ એ પણ કહ્યું કે કોર્ટ 24/7 એન્ટરટેઈનમેન્ટ ચેનલ ન બની શકે. હાલમાં આ મામલે અદાલતમાં સુનાવણી ચાલુ છે. અદાલતી કાર્યવાહીની ક્લિપ સોશિયલ મીડિયા પર પ્રસારિત કરવા પર વચગાળાની રોક લગાવવાનો નિર્ણય CJI સૂર્યકાંત, જસ્ટિસ જોયમાલ્ય બાગચી અને જસ્ટિસ વી. મોહનાની બેંચે સર્વાનુમતે લીધો છે. આ મામલે કેન્દ્ર સરકારને પણ નોટિસ પાઠવવામાં આવી છે.

———————–

કોર્ટ સંબંધિત આ ન્યૂઝ પણ વાંચો…

CJIએ મીડિયા રિપોર્ટિંગ પર નારાજગી વ્યક્ત કરી: કહ્યું- સુનાવણીની ના નથી પાડી, સુપ્રીમ કોર્ટમાં કોઈ અરજી દાખલ જ નહોતી થઈ

ભારતના ચીફ જસ્ટિસ (CJI) સૂર્યકાંતે શુક્રવારે તે મીડિયા રિપોર્ટ્સને “બેદરકાર અને બિનજવાબદાર રિપોર્ટિંગ” ગણાવ્યા હતા, જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે તેમણે CJPના પ્રદર્શન દરમિયાન કથિત પોલીસ અત્યાચાર સંબંધિત કેસની સુનાવણી કરવાનો ઇનકાર કર્યો હતો. CJIએ સ્પષ્ટ કર્યું કે આ મામલે સુપ્રીમ કોર્ટમાં કોઈ રિટ અરજી દાખલ જ થઈ ન હતી. સંપૂર્ણ સમાચાર વાંચો…