Supreme Court Slams Ghuskhor Pandit Title; Notice to Centre, CBFC

Last Updated: February 12, 2026By

2 કલાક પેહલા

  • કૉપી લિંક

નેટફ્લિક્સ પર રિલીઝ થનારી ફિલ્મ ‘ઘૂસખોર પંડત’ વિવાદોમાં સપડાઈ છે. સુપ્રીમ કોર્ટે મંગળવારે આ ફિલ્મના ટાઈટલ સામે સખત વાંધો ઉઠાવતા ફિલ્મ નિર્માતા નીરજ પાંડે, કેન્દ્ર સરકાર અને સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશન (CBFC)ને નોટિસ ફટકારી છે. કોર્ટે સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી છે કે જો ફિલ્મનું નામ નહીં બદલવામાં આવે, તો તેની રિલીઝ પર રોક લગાવી દેવામાં આવશે.

ટાઇટલ સામે કોર્ટની આકરી ટિપ્પણી

સુનાવણી દરમિયાન જસ્ટિસની બેન્ચે ફિલ્મના નામ ‘ઘૂસખોર પંડત’ વિશે ગંભીર અવલોકન કર્યું હતું. કોર્ટે નીરજ પાંડેને સંબોધતા કહ્યું કે, “જ્યાં સુધી આ ટાઈટલ બદલવામાં નહીં આવે ત્યાં સુધી ફિલ્મની રિલીઝની પરવાનગી આપી શકાય નહીં.” બેન્ચે નોંધ્યું હતું કે- આવું નામ નૈતિકતા અને જાહેર વ્યવસ્થા સાથે જોડાયેલી ચિંતાઓ ઊભી કરે છે અને આવા સંવેદનશીલ મુદ્દાઓને નજરઅંદાજ કરી શકાય નહીં.

ફિલ્મમાં મનોજ બાજપેયી લીડ એક્ટર તરીકે જોવા મળશે

ફિલ્મમાં મનોજ બાજપેયી લીડ એક્ટર તરીકે જોવા મળશે

સ્ટે માંગતી અરજી પર સુનાવણી

આ ફિલ્મની રિલીઝ પર સ્ટે મૂકવાની માંગ કરતી અરજી પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી ચાલી રહી હતી. અરજદારનો દલીલ હતી કે ફિલ્મના નામથી એક ચોક્કસ સમુદાયની લાગણી દુભાય છે અને તે સમાજમાં ખોટો સંદેશ આપે છે. સુપ્રીમ કોર્ટે આ મામલે કેન્દ્ર સરકાર અને સેન્સર બોર્ડ પાસે પણ જવાબ માંગ્યો છે.

હવે આગળ શું?

નેટફ્લિક્સ પર રિલીઝ માટે તૈયાર આ ફિલ્મ હવે કાયદાકીય ગૂંચવણમાં ફસાઈ છે. સુપ્રીમ કોર્ટે તમામ પક્ષકારોના પ્રતિભાવો માંગ્યા છે અને હવે આ કેસની આગામી સુનાવણી તમામ પક્ષોના જવાબ દાખલ થયા બાદ કરવામાં આવશે. નિર્માતા નીરજ પાંડે માટે હવે ફિલ્મનું નામ બદલવું અનિવાર્ય બની ગયું હોય તેમ જણાય છે.

વિવાદનું કારણ શું છે?

ફિલ્મના શીર્ષક ‘ઘૂસખોર પંડત’ પર ઘણા લોકોએ વાંધો ઉઠાવ્યો છે. તેમનું કહેવું છે કે ‘પંડત’ શબ્દ સામાન્ય રીતે બ્રાહ્મણ સમાજ અને ધાર્મિક વિદ્વાનો સાથે સંકળાયેલો હોય છે, પરંતુ તેની સાથે ‘ઘૂસખોર’ શબ્દ જોડવો ખોટો છે. લોકોનું માનવું છે કે આનાથી બ્રાહ્મણ સમાજને ખોટી રીતે દર્શાવવામાં આવી રહ્યો છે.