Surat Municipal Election 2026 BJP Faces Challenge in 8 Wards Amid Voting Trends | Gujarat News
રવિવારે સુરત મહાનગરપાલિકાની ચૂંટણીના મતદાન સાથે જ હવે પરિણામને લઈને અટકળો અને ચર્ચાનું મોજું ફળી વળ્યું છે.ગઈકાલે સાંજે 6 વાગ્યે મતદાન પૂરું થાય ત્યાં જ રાજકીય કાર્યકરો, નેતાઓએ પરિણામની ગણતરીઓ શરૂ કરી દીધી હતી.બીજી બાજુ 2021ની સાથે સરખામણી કરવામાં આવે તો ભાજપને 8 વોર્ડમાં ફટકો પડ્યો હતો અને બે વોર્ડમાં પેનલ તૂટી હતી.આ વર્ષે પણ પેનલ તૂટશે કે કેમ આ અસરગ્રસ્ત 8 વોર્ડનું પરિણામ ભાજપની તરફેણમાં આવશે કે કેમ એવી અનેક શક્યતાઓ અને ચર્ચા સાથે તર્કવિતર્કનો દોર શરૂ થયો છે.
2021માં અસર થઈ હોય એવા 8 વોર્ડની ચિંતા
120 બેઠકો પર ચૂંટણી માટે ભાજપે ઉતારેલા ઉમેદવારોમાં અનેક વોર્ડમાં પેનલના ઉમેદવારો વચ્ચે આંતરિક ખતરાગ હોવાની ફરિયાદો અને કિસ્સા સાંભળવા, જોવા મળ્યાં છે.કોઈ એક ચોક્કસ વિસ્તાર પૂરતું જ નહીં, પરંતુ સેન્ટ્રલ ઝોન, રાંદેર ઝોન, લિંબાયત ઝોન, વરાછા ઝોન અને અન્ય વિસ્તારોમાં ચાર ઉમેદવારો એકસાથે રહેવાની જગ્યાએ વ્યક્તિગત ધોરણે વધુ ને વધુ મત મળે એ માટે દોડતાં હોવાનું દેખાયું છે.કેટલાક કિસ્સાઓમાં તો સ્થાનિક નેતાગીરીનું ધ્યાન દોરાયું હોવાનું અથવા તો ફરિયાદ સુધ્ધાં કરી દેવાઈ છે.એવામાં હવે મંગળવારે આવનારા પરિણામ પછી કયા વોર્ડમાં કોને, કેવી ગેમ ગોઠવી અને ગેમ રમી એ બધું સ્પષ્ટ થશે.જોકે તેમ છતાં ભાજપના માથે હજુ પણ 2021માં અસર થઈ હોય એવા 8 વોર્ડની ચિંતા સૌથી વધુ છે.
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

