T20 વર્લ્ડ કપમાં ભારત-પાકિસ્તાન વચ્ચે મેચ રમાશે:શ્રીલંકાના રાષ્ટ્રપતિ સાથેની વાતચીત બાદ શાહબાઝ સરકાર સંમત થઈ, 15 ફેબ્રુઆરીએ થશે મુકાબલો
15 ફેબ્રુઆરીએ ભારત અને પાકિસ્તાન વચ્ચે T20 વર્લ્ડ કપ રમાશે. પાકિસ્તાની ન્યૂઝ ચેનલ ડોને સરકારી પાકિસ્તાન ટીવીને ટાંકીને અહેવાલ આપ્યો છે કે સરકાર T20 વર્લ્ડ કપમાં ભારત સામે મેચ રમવા માટે સંમત થઈ ગઈ છે. ચેનલ અનુસાર, બાંગ્લાદેશ અને શ્રીલંકાની વિનંતીઓ બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. ડોન ન્યૂઝે અહેવાલ આપ્યો છે કે વડાપ્રધાન શાહબાઝને શ્રીલંકાના રાષ્ટ્રપતિ દિસાનાયકેનો ફોન આવ્યો હતો જેમાં તેમને ભારત સામે મેચ રમવા માટે કહેવામાં આવ્યું હતું. બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડના પ્રમુખ અમીનુલ ઇસ્લામે પણ પાકિસ્તાનને ભારત સામે મેચ રમવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે, “હું પાકિસ્તાનને અપીલ કરું છું કે સમગ્ર ક્રિકેટ ઇકોસિસ્ટમના હિતમાં 15 ફેબ્રુઆરીએ ભારત સામે ICC T20 વર્લ્ડ કપ મેચ રમાય.” પાકિસ્તાને T20 વર્લ્ડ કપમાંથી બાંગ્લાદેશને બાકાત રાખવાના વિરોધમાં ભારત સામે મેચનો બહિષ્કાર કરવાની જાહેરાત કરી હતી. આ જાહેરાત પાકિસ્તાન સરકારે એક પોસ્ટ દ્વારા કરી હતી. પાકિસ્તાની મીડિયાએ દાવો કર્યો- શરતો સ્વીકારવામાં આવી પાકિસ્તાની મીડિયાનો દાવો છે કે ICCએ PCBની શરતો સ્વીકારી લીધી છે, પરંતુ ઇન્ડિયા ટુડેના એક અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે ICCએ પાકિસ્તાનની ત્રણેય માંગણીઓને ફગાવી દીધી છે. ICCએ આ બાબતે કોઈ નિવેદન જારી કર્યું નથી, પરંતુ તેમના દ્વારા જારી કરાયેલા એક પ્રકાશનમાં કહેવામાં આવ્યું છે કે બાંગ્લાદેશને દંડ કરવામાં આવશે નહીં અને ભવિષ્યમાં ઇવેન્ટ યોજવામાં આવશે. પાકિસ્તાન સરકારે કહ્યું- પાકિસ્તાનના વડાપ્રધાન શહબાઝ શરીફ અને શ્રીલંકાના રાષ્ટ્રપતિ અનુરા કુમાર દિસાનાયકે વચ્ચે ટેલિફોન પર વાતચીત થઈ. આ દરમિયાન શ્રીલંકાના રાષ્ટ્રપતિએ વડાપ્રધાન શરીફને વિનંતી કરી કે પાકિસ્તાન ક્રિકેટ ટીમ, શ્રીલંકામાં પ્રસ્તાવિત ભારત-પાકિસ્તાન મેચ રમે. તેમણે એ પણ કહ્યું કે શ્રીલંકામાં આતંકવાદના મુશ્કેલ સમયમાં પાકિસ્તાને શ્રીલંકન ક્રિકેટનું પૂરું સમર્થન કર્યું હતું. વડાપ્રધાન શહબાઝ શરીફે શ્રીલંકાના રાષ્ટ્રપતિની લાગણીઓને આવકારી. તેમણે કહ્યું કે T-20 વર્લ્ડ કપમાં ભારત-પાકિસ્તાન મેચને લઈને તમામ પક્ષો સાથે ચર્ચા કર્યા પછી અંતિમ નિર્ણય શ્રીલંકાના રાષ્ટ્રપતિને જણાવી દેવામાં આવશે. વડાપ્રધાને એ પણ કહ્યું કે મુશ્કેલ સમયમાં શ્રીલંકા પાકિસ્તાનની સાથે મજબૂતીથી ઊભું રહ્યું અને દેશમાં ક્રિકેટને જીવંત રાખવામાં મહત્વની ભૂમિકા ભજવી. તાજેતરમાં જ શ્રીલંકાની ટીમે પાકિસ્તાન પ્રવાસ રદ ન કરીને પાકિસ્તાની જનતા અને ક્રિકેટ ફેન્સ માટે એક યાદગાર પગલું ભર્યું હતું. PAK મીડિયાનો દાવો- શરતો માની લેવામાં આવી પાકિસ્તાનના મીડિયાનો દાવો છે કે PCB ની શરતો ICC એ માની લીધી છે, પરંતુ ઇન્ડિયા ટુડેના રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે ICC એ પાકિસ્તાનની ત્રણેય માંગણીઓ ફગાવી દીધી છે. ICC એ આ અંગે કોઈ નિવેદન આપ્યું નથી, પરંતુ તેમના તરફથી જારી કરવામાં આવેલી યાદીમાં એવું કહેવામાં આવ્યું છે કે બાંગ્લાદેશ પર કોઈ દંડ લાદવામાં આવશે નહીં. તેમને ભવિષ્યમાં એક ઈવેન્ટ પણ આપવામાં આવશે. પાકિસ્તાન સરકારના મુખ્ય મુદ્દાઓ ઉચ્ચસ્તરીય વાતચીત: પાકિસ્તાનના વડાપ્રધાન શહબાઝ શરીફ અને શ્રીલંકાના રાષ્ટ્રપતિ અનુરા કુમાર દિસાનાયકે વચ્ચે ટેલિફોનિક વાતચીત થઈ હતી. શ્રીલંકાના રાષ્ટ્રપતિએ પાકિસ્તાનને શ્રીલંકામાં પ્રસ્તાવિત ભારત-પાકિસ્તાન મેચ રમવા માટે ખાસ વિનંતી કરી હતી. ભૂતકાળના સહયોગની યાદ: શ્રીલંકાના રાષ્ટ્રપતિએ યાદ અપાવ્યું હતું કે જ્યારે શ્રીલંકા આતંકવાદના મુશ્કેલ તબક્કામાંથી પસાર થઈ રહ્યું હતું, ત્યારે પાકિસ્તાને શ્રીલંકન ક્રિકેટને પૂરો ટેકો આપ્યો હતો. તેમણે પાકિસ્તાનને તે જ મિત્રતાની ભાવના સાથે સહયોગ કરવા અપીલ કરી હતી. સકારાત્મક પ્રતિસાદ: વડાપ્રધાન શહબાઝ શરીફે શ્રીલંકાના રાષ્ટ્રપતિની લાગણીઓનું સ્વાગત કર્યું હતું. તેમણે ખાતરી આપી હતી કે તમામ પક્ષો સાથે પરામર્શ કર્યા પછી અંતિમ નિર્ણય શ્રીલંકાને જણાવવામાં આવશે. તેમણે નોંધ્યું કે મુશ્કેલ સમયમાં શ્રીલંકા પણ પાકિસ્તાન સાથે મજબૂતીથી ઊભું રહ્યું છે, ખાસ કરીને તાજેતરમાં શ્રીલંકાની ટીમે પાકિસ્તાનનો પ્રવાસ રદ ન કરીને મહત્વનો સહયોગ આપ્યો છે. PCB તરફથી જાણકારી: PCB ચેરમેન મોહસિન નકવીએ વડાપ્રધાનને ભારત-પાકિસ્તાન મેચ અંગે તાજેતરમાં મળેલી બેઠકોની વિગતો આપી હતી. આ બેઠકોમાં ICC (ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ) અને BCB (બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ) ના પ્રતિનિધિઓ પણ સામેલ હતા. મિત્ર દેશોનું સમર્થન: પાકિસ્તાન સરકારે BCB ની ઔપચારિક વિનંતી અને શ્રીલંકા, UAE સહિત અન્ય સભ્ય દેશોના સમર્થન પર ગંભીરતાથી વિચાર કર્યો હતો. આ દેશોએ વર્તમાન પડકારોના ઉકેલ માટે પાકિસ્તાનને નેતૃત્વની ભૂમિકા ભજવવા વિનંતી કરી હતી. ઐતિહાસિક નિર્ણય: બહુપક્ષીય ચર્ચાઓ અને મિત્ર દેશોની વિનંતીઓને ધ્યાનમાં રાખીને પાકિસ્તાન સરકારે મોટો નિર્ણય લીધો છે. પાકિસ્તાની ટીમ 15 ફેબ્રુઆરી 2026 ના રોજ કોલંબોમાં ભારત સામેની ICC મેન્સ T-20 વર્લ્ડ કપ મેચ રમવા માટે મેદાનમાં ઉતરશે. પાકિસ્તાને ICC સમક્ષ 3 શરતો મૂકી બેઠકમાં ICC તરફથી CEO સંજોગ ગુપ્તા વર્ચ્યુઅલ રીતે જોડાયા. ભારત સાથે રમવા મુદ્દે પાકિસ્તાને ત્રણ શરતો મૂકી. પહેલી, ICCની કુલ કમાણીમાં પાકિસ્તાનનો હિસ્સો વધારવામાં આવે. બીજી, ભારત અને પાકિસ્તાન વચ્ચે દ્વિપક્ષીય ક્રિકેટ સિરીઝ ફરી શરૂ કરવામાં આવે. ત્રીજી, મેદાન પર હેન્ડશેક પ્રોટોકોલને સખત રીતે લાગુ કરવામાં આવે. એશિયા કપ દરમિયાન પહેલગામ આતંકી હુમલા બાદ ભારતીય ટીમે પાકિસ્તાની ખેલાડીઓ સાથે હાથ મિલાવ્યા ન હતા. હાલમાં ICC રેવન્યુ મોડેલમાં પાકિસ્તાન ચોથું સૌથી મોટું હિસ્સેદાર બોર્ડ છે. તેને કુલ કમાણીનો લગભગ 5.75 ટકા હિસ્સો મળે છે. તેનાથી ઉપર ઓસ્ટ્રેલિયા, ઇંગ્લેન્ડ અને ભારતના બોર્ડ છે. અમને રેવન્યુમાં ભારે નુકસાન થશે- SLC 7 ફેબ્રુઆરીએ શ્રીલંકા ક્રિકેટ બોર્ડએ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) ને આ મેચ પર ફરીથી વિચાર કરવા અપીલ કરી હતી. આ પછી શ્રીલંકા ક્રિકેટે PCB ને મેલ લખ્યો. તેમાં કહેવામાં આવ્યું છે કે ભારત-પાક મેચ ન થવાથી શ્રીલંકા ક્રિકેટને આર્થિક નુકસાન થશે. મેલ પર શ્રીલંકા ક્રિકેટ બોર્ડે PCB ને કહ્યું કે, અમે ભારત સાથે મળીને આ ટુર્નામેન્ટનું આયોજન કરી રહ્યા છીએ. જો ભારત-પાકિસ્તાન મેચ નહીં થાય તો અમને રેવન્યુમાં મોટું નુકસાન થશે. પાકિસ્તાન સરકારે કહ્યું હતું- વર્લ્ડકપ રમશે, પરંતુ ભારત સામે નહીં પાકિસ્તાને 1 ફેબ્રુઆરીએ જાહેરાત કરી કે તે ટી-20 વર્લ્ડ કપ 2026 માં ભાગ લેશે, પરંતુ ભારત સામેની મેચનો બહિષ્કાર કરશે. પાકિસ્તાન સરકારે આ નિર્ણય ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) દ્વારા બાંગ્લાદેશને ટુર્નામેન્ટમાંથી હટાવ્યા પછી લીધો. બાંગ્લાદેશ સરકારે ભારતમાં રમવા અંગે સુરક્ષા ચિંતા વ્યક્ત કરી હતી. સરકારે X પર એક પોસ્ટમાં જણાવ્યું, “ઇસ્લામિક રિપબ્લિક ઓફ પાકિસ્તાનની સરકાર, પાકિસ્તાન ક્રિકેટ ટીમને ICC વર્લ્ડ T20 2026માં ભાગ લેવાની મંજૂરી આપે છે. જોકે, પાકિસ્તાન ક્રિકેટ ટીમ 15 ફેબ્રુઆરી 2026ના રોજ ભારત સામે રમાનારી મેચમાં મેદાન પર ઉતરશે નહીં.” ICCએ કહ્યું- પાકિસ્તાન પોતાના નિર્ણય પર વિચાર કરે ICCએ 1 ફેબ્રુઆરીના રોજ મોડી રાત્રે 11 વાગ્યે મીડિયા રિલીઝમાં જણાવ્યું કે, અમે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)ના ઓફિશિયલ કન્ફર્મેશનની રાહ જોઈ રહ્યા છીએ. ICC સરકારના નિર્ણયોને સમર્થન આપે છે, પરંતુ પાકિસ્તાનનો નિર્ણય દુનિયાભરમાં ક્રિકેટના ઇકોસિસ્ટમને પ્રભાવિત કરનારો છે. ICC આશા રાખી રહ્યું છે કે PCB તેના નિર્ણય પર ફરીથી વિચાર કરશે જેથી દુનિયાભરમાં ક્રિકેટની સિસ્ટમ પ્રભાવિત ન થાય. પાકિસ્તાન પોતે ICCનું સભ્ય છે. અમે ઇચ્છીએ છીએ કે પાકિસ્તાન કોઈક રીતે બધા હિતધારકોને ધ્યાનમાં રાખીને અંતિમ નિર્ણય લે. ભારતીય ટીમ નિર્ધારિત સમયે શ્રીલંકા જશે ટી-20 વર્લ્ડ કપને લઈને BCCI સૂત્રોએ સ્પષ્ટ કર્યું છે કે ભારતીય ટીમ નિર્ધારિત કાર્યક્રમ મુજબ જ શ્રીલંકાના પ્રવાસે જશે. ટીમ 15 ફેબ્રુઆરીએ શ્રીલંકા પહોંચશે અને ICCના તમામ પ્રોટોકોલનું સંપૂર્ણ પાલન કરશે. જોકે, મેચને લઈને અંતિમ નિર્ણય મેદાન પર હાજર મેચ રેફરી દ્વારા જ લેવામાં આવશે. ગ્રુપ સ્ટેજમાં પાકિસ્તાન માત્ર 3 મેચ રમશે બહિષ્કાર બાદ પાકિસ્તાન અને ભારતની ટીમો ગ્રુપ સ્ટેજમાં 3-3 મેચ રમશે. પાકિસ્તાન 7 ફેબ્રુઆરીએ નેધરલેન્ડ સામે 3 વિકેટે મેચ જીતી ચૂક્યું છે, 10 ફેબ્રુઆરીએ અમેરિકા અને 18 ફેબ્રુઆરીએ નામિબિયા સામે ટકરાશે. જ્યારે ટીમ ઈન્ડિયા 7 ફેબ્રુઆરીએ અમેરિકા, 12 ફેબ્રુઆરીએ નામિબિયા અને 18 ફેબ્રુઆરીએ નેધરલેન્ડ સામે ટકરાશે.
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

