T20 World Cup 2026; Bangladesh cricketers Association ultimatum BCB director resign else we Boycott Cricket
- Gujarati News
- Sports
- Cricket
- T20 World Cup 2026; Bangladesh Cricketers Association Ultimatum BCB Director Resign Else We Boycott Cricket
ઢાકા12 કલાક પેહલા
- કૉપી લિંક
બાંગ્લાદેશને T20 વર્લ્ડ કપની તમામ લીગ મેચ મુંબઈ અને કોલકાતામાં રમવાની છે.
ક્રિકેટર્સ વેલ્ફેર એસોસિયેશન ઑફ બાંગ્લાદેશ (CWAB)એ બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ (BCB)ના ડિરેક્ટર એમ નઝમુલ ઇસ્લામને અલ્ટિમેટમ આપ્યું છે કે જો ગુરુવારે બપોરે 1 વાગ્યા સુધીમાં તેઓ પોતાના પદ પરથી રાજીનામું નહીં આપે તો ખેલાડીઓ ક્રિકેટના તમામ ફોર્મેટનો બહિષ્કાર કરશે.
અલ્ટિમેટમ એ છે કે તેમને બાંગ્લાદેશ પ્રીમિયર લીગ (BPL) મેચ પહેલાં પદ છોડવું પડશે, જે સ્થાનિક સમય અનુસાર બપોરે 1 વાગ્યે શરૂ થશે.
જોકે બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ (BCB)એ ડિરેક્ટર એમ નઝમુલ ઇસ્લામની વિવાદાસ્પદ કમેન્ટ પર ખેદ વ્યક્ત કર્યો છે. બોર્ડે એક નિવેદનમાં કહ્યું છે કે આ ટિપ્પણીઓ બોર્ડના સત્તાવાર વલણને દર્શાવતી નથી.
બોર્ડે ખેલાડીઓનું અપમાન કરવા અથવા બાંગ્લાદેશ ક્રિકેટની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડનારા વર્તન માટે શિસ્તભંગનાં પગલાંની ચેતવણી આપી છે.
નઝમુલ રાજીનામું આપે, નહીંતર બૉયકૉટ થશે
નઝમુલે કહ્યું હતું કે વર્લ્ડ કપ બોર્ડ માટે ‘નો પ્રોફિટ, નો લોસ’ નો મુદ્દો છે. તેમના જણાવ્યા અનુસાર જે પણ નફો કે નુકસાન થશે એ ખેલાડીઓનું હશે. તેમના આ નિવેદન પછી બાંગ્લાદેશના ક્રિકેટરોએ ચેતવણી આપી છે કે જ્યાં સુધી BCB ડાયરેક્ટર એમ નઝમુલ ઇસ્લામ પોતાનું રાજીનામું નહીં આપે ત્યાં સુધી તેઓ તમામ પ્રકારની ક્રિકેટનો બહિષ્કાર કરશે.

નઝમુલે તમીમને ભારતીય એજન્ટ કહ્યો હતો
જ્યારે ઇકબાલે ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) માટે કોલકાતા નાઇટ રાઇડર્સ (KKR) ટીમમાંથી બાંગ્લાદેશના ફાસ્ટ બોલર મુસ્તફિઝુર રહેમાનને રિલીઝ કરવાના કારણે બંને દેશો વચ્ચેના ક્રિકેટ સંબંધોમાં ચાલી રહેલા તણાવને ઉકેલવા માટે વાટાઘાટોનું આહ્વાન કર્યું હતું, ત્યારે નઝમુલે ભારતીય એજન્ટ કહીને તેમની મજાક ઉડાવી હતી.
જાણો શું છે મુસ્તફિઝુર અને IPL વિવાદ..?
16 ડિસેમ્બરે IPL મિની ઓક્શનમાં કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR)એ બાંગ્લાદેશી બોલર મુસ્તફિઝુર રહેમાનને 9.20 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. ત્યાર બાદ બાંગ્લાદેશમાં હિંદુઓની હત્યાના કારણે ભારતમાં મુસ્તફિઝુરનો વિરોધ થવા લાગ્યો. પછીથી BCCIએ મુસ્તફિઝુરને IPL રમવાની મંજૂરી ન આપી અને 3 જાન્યુઆરીએ KKRએ તેને રિલીઝ કરી દીધો. બાંગ્લાદેશમાં અત્યારસુધીમાં 8 હિંદુની હત્યા કરવામાં આવી છે.


કોલકાતા નાઈટ રાઈડર્સે સોશિયલ મીડિયા પર મુસ્તફિઝુર રહેમાનને હટાવવાની જાણકારી આપી હતી.
બાંગ્લાદેશનું ભારત આવવું નક્કી નથી
બાંગ્લાદેશનું T20 વર્લ્ડ કપ મેચ માટે ભારત આવવું હજુ પાક્કું નથી, કારણ કે BCBએ ખેલાડીઓની સુરક્ષા ચિંતાઓને ધ્યાનમાં રાખીને ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)ને પોતાની મેચ ભારતની બહાર કરાવવા વિનંતી કરી છે, જોકે ICCએ BCBની સ્થળ બદલવાની માગણી ફગાવી દીધી છે.
આ મામલો ત્યારે સામે આવ્યો, જ્યારે બોર્ડ ઓફ કંટ્રોલ ફૉર ક્રિકેટ ઇન ઈન્ડિયા (BCCI)એ કોલકાતા નાઇટ રાઇડર્સ (KKR)ને પેસર મુસ્તફિઝુરને તેની IPL 2026 ટીમમાંથી રિલીઝ કરવાનો નિર્દેશ આપ્યો. BCCIએ આ પગલું બાંગ્લાદેશમાં હિંદુઓ વિરુદ્ધ થઈ રહેલા અત્યાચારોના વિરોધમાં ઉઠાવ્યું છે.
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

