Tara Sutaria Breakup News Update; Toxic Movie Poster Share Yash PHOTOS VIDEOS | બ્રેકઅપની ચર્ચા વચ્ચે તારા સુતારિયાની પહેલી પોસ્ટ: ‘ટોક્સિક’ ફિલ્મનું પોસ્ટર શેર કર્યું; વીર પહાડિયા જાહ્નવી કપૂર સાથે એરપોર્ટ પર સ્પોટ થયો

Last Updated: January 12, 2026By

19 કલાક પેહલા

  • કૉપી લિંક

વીર પહાડિયા સાથે બ્રેકઅપની ચર્ચાઓ વચ્ચે તારા સુતારિયાએ શનિવારે સોશિયલ મીડિયા પર પોતાની પહેલી પોસ્ટ શેર કરી છે. તારાએ સાઉથસ્ટાર યશ સાથે તેની આગામી ફિલ્મ ‘ટોક્સિક’ સંબંધિત એક પોસ્ટ શેર કરી.

તારાએ ‘ટોક્સિક’નું પોસ્ટર શેર કર્યું

તેણે ફિલ્મનું પોસ્ટર શેર કર્યું અને જણાવ્યું કે, તેના ટીઝરને 24 કલાકમાં તમામ પ્લેટફોર્મ પર કુલ 20 કરોડથી વધુ વ્યૂઝ મળ્યા છે. પોસ્ટરમાં લાલ રંગનું બેકગ્રાઉન્ડ છે. તેમાં યશ હાથમાં રાઇફલ પકડેલો જોવા મળી રહ્યો છે.

તારા સુતારિયાએ 'ટોક્સિક' ફિલ્મનું પોસ્ટર મૂક્યું હતું.

તારા સુતારિયાએ ‘ટોક્સિક’ ફિલ્મનું પોસ્ટર મૂક્યું હતું.

બીજી તરફ, શનિવારે વીર મુંબઈના કલિના એરપોર્ટ પર સ્પોટ થયો હતો. તે તેના ભાઈ શિખર પહાડિયા અને એક્ટ્રેસ જાહ્નવી કપૂર સાથે જોવા મળ્યો હતો.

વીર પહાડિયા ભાઈ શિખર અને ભાઈની ગર્લફ્રેન્ડ જાહ્નવી કપૂર સાથે એરપોર્ટ પર જોવા મળ્યો હતો.

વીર પહાડિયા ભાઈ શિખર અને ભાઈની ગર્લફ્રેન્ડ જાહ્નવી કપૂર સાથે એરપોર્ટ પર જોવા મળ્યો હતો.

તારા-વીરે બ્રેકઅપ કરી લીધું હોવાની ચર્ચા

તાજેતરમાં ‘ફિલ્મફેર’ (વેબસાઇટ)એ તેના રિપોર્ટમાં દાવો કર્યો હતો કે, બંનેનો સંબંધ પૂરો થઈ ગયો છે. સૂત્રોના હવાલાથી દાવો કરવામાં આવ્યો હતો કે, બંનેએ પરસ્પર સહમતિથી અલગ થવાનો નિર્ણય કર્યો છે. જોકે, બ્રેકઅપનું કારણ શું છે, તે સ્પષ્ટ થઈ શક્યું નથી. તારા અને વીર, બંનેએ હજુ સુધી આ અંગે કોઈ સત્તાવાર નિવેદન આપ્યું નથી.

તારાએ વીર સાથે પોતાનો 30મો જન્મદિવસ ઉજવ્યો હતો.

તારાએ વીર સાથે પોતાનો 30મો જન્મદિવસ ઉજવ્યો હતો.

તારા અને વીરની ડેટિંગની શરૂઆત વર્ષ 2025ની શરૂઆતમાં થઈ હતી. બંનેને ઘણીવાર ખાનગી સ્થળોએ સાથે જોવામાં આવ્યાં હતાં. ત્યારબાદ તેમના સંબંધોને લઈને ચર્ચાઓ તેજ બની ગઈ હતી. માર્ચ 2025માં બંનેએ એક ફેશન ઇવેન્ટમાં સાથે હાજરી આપી હતી. આ ઉપરાંત ગણેશ ચતુર્થીના અવસરે પણ બંને સાથે જોવા મળ્યાં હતાં.

સિંગરે કિસ કરતા મામલો ગરમાયો હતો

તાજેતરમાં તારા અને વીર બંને ચર્ચામાં હતા. ડિસેમ્બર 2025ના અંતમાં મુંબઈમાં યોજાયેલા એપી ધિલ્લોનના એક કોન્સર્ટનો એક વીડિયો વાયરલ થયો હતો. આ વીડિયોમાં તારા સ્ટેજ પર સિંગર સાથે જોવા મળી હતી. તારા અને એપીએ કોન્સર્ટમાં સાથે પરફોર્મ કર્યું. પરફોર્મન્સ દરમિયાન એપીએ તારાને ગળે લગાડી અને ગાલ પર કિસ કરી હતી.

આ જ કોન્સર્ટમાં દર્શકોમાં હાજર વીરના રિએક્શનનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો, જેમાં તેને કથિત રીતે અસ્વસ્થ બતાવવામાં આવ્યો હતો.

એપી ધિલ્લોને તારાને સ્ટેજ પર કિસ કરી હતી.

એપી ધિલ્લોને તારાને સ્ટેજ પર કિસ કરી હતી.

વીર પહાડિયા નારાજ થયો હોય તેવો વીડિયો વાયરલ થયો હતો.

વીર પહાડિયા નારાજ થયો હોય તેવો વીડિયો વાયરલ થયો હતો.

‘પેઇડ પીઆરથી સત્ય બદલાતું નથી’

જોકે, આ વીડિયોને લઈને તારાએ ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરીને કહ્યું હતું કે, ખોટી વાતો અને પેઇડ પીઆરથી સત્ય બદલાતું નથી.

તારાએ વીરના વાયરલ વીડિયોને પેઇડ પીઆર ગણાવ્યું હતું.

તારાએ વીરના વાયરલ વીડિયોને પેઇડ પીઆર ગણાવ્યું હતું.

વીરે દાવાઓને નકારી કાઢ્યા હતા

વીરે પણ આ દાવાઓને નકારી કાઢતા સ્પષ્ટ કર્યું હતું કે, વાયરલ વીડિયોમાં તેમનો જે રિએક્શન બતાવવામાં આવ્યો છે, તે તે ગીત (થોડી સી દારૂ)ના સમયનો ન હતો. તેણે કહ્યું કે, તેનું રિએક્શન કોઈ બીજા ગીત દરમિયાનનું હતું, જેને ખોટી રીતે એડિટ કરીને વાયરલ કરવામાં આવ્યો છે.

વીરે દાવો કર્યો હતો કે, તેણે તારાના ગીત પર આવું રિએક્શન આપ્યું નહોતું.

વીરે દાવો કર્યો હતો કે, તેણે તારાના ગીત પર આવું રિએક્શન આપ્યું નહોતું.

ઓરીએ વીરના સપોર્ટમાં વીડિયો શેર કર્યો હતો

વિવાદ બાદ સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર ઓરીએ એક વીડિયો શેર કર્યો હતો, જેમાં વીર ખુશી-ખુશી તારા અને એપી માટે ચીયર કરતો જોવા મળ્યો હતો.

વિવાદ બાદ સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર ઓરીએ એક વીડિયો શેર કર્યો હતો, જેમાં વીર ખુશી-ખુશી તારા અને એપી માટે ચીયર કરતો જોવા મળ્યો હતો.

‘ટોક્સિક’ 19 માર્ચે રિલીઝ થશે

વર્ક ફ્રન્ટની વાત કરીએ તો, તારા ટૂંક સમયમાં ફિલ્મ ‘ટોક્સિક’માં જોવા મળશે. ફિલ્મમાં યશ, કિયારા અડવાણી અને હુમા કુરેશી પણ છે. ફિલ્મ 19 માર્ચે રિલીઝ થશે.

વીર અને તારા અવારનવાર ડેટિંગને લઈને ચર્ચામાં રહે છે.

વીર અને તારા અવારનવાર ડેટિંગને લઈને ચર્ચામાં રહે છે.

જ્યારે, વીરની વાત કરીએ, તો તેણે ગયા વર્ષે અક્ષય કુમાર સાથે ફિલ્મ ‘સ્કાય ફોર્સ’થી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું. આ ફિલ્મમાં તેણે સ્ક્વોડ્રન લીડર અજમાડા બોપ્પૈયા દેવૈયાની ભૂમિકા ભજવી હતી. આ ફિલ્મ 24 જાન્યુઆરી 2025ના રોજ રિલીઝ થઈ હતી.