Tara Sutaria Veer Pahariya Breakup Report | કોન્સર્ટ, કિસ અને બ્રેકઅપ….!: અચાનક ‘વીર-તારા’ અલગ થયાં; બોયફ્રેન્ડની સામે એક્ટ્રેસ અને એપી ધિલ્લોનનો રોમાન્સ ચર્ચામાં આવ્યો હતો

Last Updated: January 9, 2026By

17 કલાક પેહલા

  • કૉપી લિંક

બોલિવૂડ એક્ટ્રેસ તારા સુતારિયા અને એક્ટર વીર પહારિયાના અલગ થવાના સમાચાર સામે આવ્યા છે.

વેબસાઇટ ફિલ્મફેરે પોતાના રિપોર્ટમાં દાવો કર્યો છે કે બંનેના રિલેશનશિપનો અંત આવ્યો છે. તાજેતરમાં જ બંનેએ પોતાના સંબંધને સાર્વજનિક કર્યો હતો.

તારા અને વીરની ડેટિંગની શરૂઆત વર્ષ 2025ની શરૂઆતમાં થઈ હતી. બંનેને ઘણી વાર ખાનગી સ્થળોએ સાથે જોવામાં આવ્યા હતા. આ પછી તેના સંબંધોને લઈને ચર્ચાઓ તેજ બની હતી. માર્ચ 2025માં બંનેએ એક ફેશન ઇવેન્ટમાં સાથે હાજરી આપી હતી. આ ઉપરાંત ગણેશ ચતુર્થીના અવસરે પણ બંને સાથે જોવા મળ્યા હતા.

તારા-વીર બંને ચર્ચામાં હતા

તાજેતરમાં જ તારા-વીર બંને ચર્ચામાં હતા. ડિસેમ્બર 2025ના અંતમાં મુંબઈમાં થયેલા એપી ધિલ્લોનના એક કોન્સર્ટનો એક વીડિયો વાઈરલ થયો હતો. આ વીડિયોમાં તારા સ્ટેજ પર સિંગર સાથે જોવા મળી હતી. તારા અને એપીએ કોન્સર્ટમાં સાથે પરફોર્મ કર્યું. પરફોર્મન્સ દરમિયાન એપીએ તારાને ગળે લગાવી અને ગાલ પર કિસ કરી હતી.

આ જ કોન્સર્ટમાં દર્શકોમાં હાજર વીરના રિએક્શનનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો હતો, જેમાં તેને કથિત રીતે અસ્વસ્થ બતાવવામાં આવ્યા હતા.

જોકે, આ વીડિયોને લઈને તારાએ ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરીને કહ્યું હતું કે ખોટી વાતો અને પેઇડ પીઆરથી સત્ય બદલાતું નથી.

વીરે પણ આ દાવાઓને નકારી કાઢતા સ્પષ્ટ કર્યું હતું કે વાઇરલ વીડિયોમાં તેનું જે રિએક્શન બતાવવામાં આવ્યો છે, તે તે ગીત (થોડી સી દારૂ) ના સમયનો ન હતો. તેણે કહ્યું કે તેમનો રિએક્શન કોઈ બીજા ગીત દરમિયાનનો હતો, જેને ખોટી રીતે એડિટ કરીને વાઈરલ કરવામાં આવ્યું છે.

બાદમાં ઓરી દ્વારા શેર કરવામાં આવેલા એક અનએડિટેડ વીડિયોમાં વીરને ખુશી-ખુશી તારા અને એપી માટે ચીયર કરતા જોવામાં આવ્યો હતો.

બાદમાં ઓરી દ્વારા શેર કરવામાં આવેલા એક અનએડિટેડ વીડિયોમાં વીરને ખુશી-ખુશી તારા અને એપી માટે ચીયર કરતા જોવામાં આવ્યો હતો.

હવે સૂત્રોના હવાલાથી કહેવામાં આવી રહ્યું છે કે બંનેએ પરસ્પર સહમતિથી અલગ થવાનો નિર્ણય કર્યો છે. જોકે, બ્રેકઅપનું કારણ શું છે, તે સ્પષ્ટ થઈ શક્યું નથી. તારા-વીર, બંનેએ હજુ સુધી આ અંગે કોઈ સત્તાવાર નિવેદન આપ્યું નથી.

વર્ક ફ્રન્ટની વાત કરીએ તો, તારા ટૂંક સમયમાં ફિલ્મ ‘ટોક્સિક’માં જોવા મળશે. ફિલ્મમાં યશ, કિયારા અડવાણી અને હુમા કુરેશી પણ છે. ફિલ્મ 19 માર્ચે રિલીઝ થશે.

જ્યારે, વીરની વાત કરીએ તો તેણે ગયા વર્ષે અક્ષય કુમાર સાથે ફિલ્મ ‘સ્કાય ફોર્સ’થી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું. આ ફિલ્મમાં તેણે સ્ક્વોડ્રન લીડર અજમાદા બોપ્પૈયા દેવૈયાની ભૂમિકા ભજવી હતી. ફિલ્મ 24 જાન્યુઆરી 2025 ના રોજ રિલીઝ થઈ હતી.