Tech News: ટેક જગતનો મહાસંગમ, હવે એપલની સિરીને મળશે ગૂગલ જેમિનીનું માઇન્ડ

Last Updated: January 13, 2026By

એપલે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ના ક્ષેત્રમાં એક ક્રાંતિકારી પગલું ભરતા ગૂગલ સાથે ઐતિહાસિક હાથ મિલાવ્યા છે. આ ભાગીદારી હેઠળ, ગૂગલનું શક્તિશાળી ‘જેમિની’ AI મોડેલ હવે એપલની નવી સિરી અને ‘એપલ ઇન્ટેલિજન્સ’ ફીચર્સને પાવર આપશે. WWDC 2024 માં જે AI વિઝન રજૂ કરવામાં આવ્યું હતું, તેને સાકાર કરવા માટે એપલે ગૂગલની ટેકનોલોજી પર વિશ્વાસ મૂક્યો છે.

સિરી બનશે સુપર

સ્માર્ટ આ જોડાણથી સિરીની કાર્યક્ષમતામાં ધરખમ ફેરફાર જોવા મળશે. હવે તે માત્ર સામાન્ય જવાબો આપવાને બદલે ત્રણ મુખ્ય સ્તરે કામ કરશે:

પર્સનલાઇઝ્ડ કોન્ટેક્સ્ટ: સિરી તમારા મેસેજ, ઈમેલ અને કેલેન્ડરના આધારે તમારી પર્સનલ વિગતો (જેમ કે ફ્લાઇટ ટાઈમિંગ) સમજી શકશે.

ઓન-સ્ક્રીન અવેરનેસ: તમારી સ્ક્રીન પર શું ચાલી રહ્યું છે તે સિરી સમજી શકશે. જો કોઈ મિત્ર એડ્રેસ મોકલે, તો સિરી તેને સીધું જ કોન્ટેક્ટમાં સેવ કરી શકશે.

ઇન-એપ એક્શન: સિરી હવે એપ્સની અંદર જઈને જટિલ કાર્યો પણ કરી શકશે, જેમ કે ફોટો એડિટ કરીને કોઈને ઈમેલ કરવો.

પ્રાઇવસી અને લોન્ચિંગ

એપલે સ્પષ્ટતા કરી છે કે આટલી એડવાન્સ સુવિધાઓ છતાં યુઝર્સની પ્રાઇવસી સાથે કોઈ બાંધછોડ કરવામાં આવશે નહીં. તમામ AI પ્રોસેસિંગ ડિવાઇસ પર અથવા ‘પ્રાઇવેટ ક્લાઉડ કમ્પ્યુટ’ દ્વારા સુરક્ષિત રીતે થશે. ગૂગલના મતે, આ ભાગીદારીથી યુઝર્સને વિશ્વસનીય અને શ્રેષ્ઠ AI અનુભવ મળશે.

નવી સિરી અને આ એડવાન્સ ફીચર્સ આ વર્ષે માર્ચમાં iOS ના નવા અપડેટ સાથે લોન્ચ થવાની શક્યતા છે. આ ડીલ સાબિત કરે છે કે ભવિષ્યમાં સ્માર્ટફોન અનુભવને વધુ પર્સનલ બનાવવા માટે દિગ્ગજ ટેક કંપનીઓ પણ સાથે મળીને કામ કરવા તૈયાર છે.

આ પણ વાંચોઃ Makar Sankranti 2026 : પતંગ ઉડાડતી વખતે રાખો આ ખાસ સાવધાની, મોટી દુર્ઘટના ટાળો